• સોમવાર, 09 માર્ચ, 2026

રાષ્ટ્રપતિ નહીં, દેશનું પણ અપમાન : મમતા પર મોદીનો પ્રહાર

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ દિલ્હીની જનસભા દરમિયાન પ્રહાર

નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દિલ્હીમાં લગભગ 33,500 કરોડ રૂપિયાની પડતરની ઘણી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલનાં ઉલ્લંઘન મુદ્દે નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે મમતા સરકાર દ્વારા રાષ્ટ્રપતિનું નહીં પણ સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું છે. દેશ ટીએમસીને ક્યારેય માફ કરશે નહીં. પીએમ મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, આજે દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યો છે અને ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઘોર અપમાન કર્યું છે. દ્રૌપદી મુર્મૂ સંથાલ સમુદાયના મોટા ઉત્સવમાં સામેલ થવા માટે બંગાળ ગયા હતા. જો કે રાષ્ટ્રપતિનું સન્માન કરવાને બલદે ટીએમસીએ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ આયોજનનો બહિષ્કાર કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, દ્રૌપદી મુર્મૂં પોતે આદિવાસી સમુદાયના છે અને હંમેશાં તેમના વિકાસ માટે ચિંતિત રહે છે. ટીએમસી સરકારે આવા કાર્યક્રમને કુપ્રબંધનના હવાલે છોડી દીધો હતો. જે રાષ્ટ્રપતિનું નહીં પણ ભારતના સંવિધાનનું પણ અપમાન છે. સંવિધાનની ભાવનાનું અપમાન છે તેમજ લોકતંત્રની મહાન પરંપરાનું પણ અપમાન છે. દેશમાં કહેવાય છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી હોય અહંકાર તેનો નાશ કરે છે. તેઓ દિલ્હીથી અપીલ કરે છે કે ટીએમસીની ગંદી રાજનીતિ અને સત્તાના અહંકારે આદિવાસી રાષ્ટ્રપતિની ગરિમાનું અપમાન કર્યું છે અને તેઓ ચકનાચૂર થઈ જશે.

-------------------------

બંગાળમાં રાષ્ટ્રપતિનાં અપમાન

ઉપર કેન્દ્રનું આકરું વલણ

ગૃહ સચિવે મમતા સરકારને પૂછયા ત્રણ સવાલ : માગ્યો રિપોર્ટ

નવી દિલ્હી, તા. 8 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન પ્રોટોકોલમાં થયેલી ચૂક મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા બનાવ ઉપર વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો. આ કાર્યવાહી રાષ્ટ્રપતિ દ્વારા શનિવારે દાર્જિલિંગ જિલ્લામાં સાર્વજનિક રૂપથી વ્યક્ત કરવામાં આવેલી નારાજગી બાદ કરવામાં આવી છે. જેનાથી બંગાળનાં રાજકારણમાં મોટી હલચલ થઈ છે.

ગૃહ મંત્રાલયના મુખ્ય સચિવ મુખ્ય રીતે ત્રણ મહત્ત્વના મુદ્દે સ્પષ્ટીકરણ માગ્યું છે. રાષ્ટ્રપતિનાં આગમન ઉપર તેમના સ્વાગત માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કેમ કરવામાં ન આવ્યું ? મુખ્ય મંત્રી કે રાજ્યમંત્રીઓની ઉપસ્થિતિ હોવી જોઈતી હતી. દાર્જિલિંગ જિલ્લામાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સ્થાન અંતિમ સમયે કેમ બદલવામાં આવ્યું ? કાર્યક્રમ સ્થળે સુરક્ષા અને અન્ય પ્રશાસનિક વ્યવસ્થાઓમાં થયેલી ખામીઓ.

આ પહેલા શનિવારે સિલીગુડી પાસે આયોજિત નવમા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ મુર્મૂ ભાવુક થયાં હતાં અને સાર્વજનિક રૂપથી કહ્યું હતું કે, તેમને રિસિવ કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી કે અન્ય કોઈપણ વરિષ્ઠ મંત્રી હાજર રહ્યા નહોતા. કાર્યક્રમ સ્થળને પણ બિદ્યાનનગરથી હટાવીને ગોસાઈપુરી કરવા ઉપર સવાલ ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ દ્વારા મમતા પ્રશાસન ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

બગવદર કિંદરખેડા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, યુવક સહિત ત્રણ ઘાયલ March 09, Mon, 2026