• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

‘િસ્મથ અને વોર્નર સમગ્ર વિશ્વના ક્રિકેટરો માટે બલિનો બકરો બન્યા’ 2018ના સેન્ડપેપરગેટ વિવાદ પર પૂર્વ કોચ જસ્ટિન લેંગરનો ધડાકો

નવી દિલ્હી, તા.20: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ જસ્ટિન લેંગરે વર્ષ 2018ના કુખ્યાત ‘સેન્ડપેપરગેટ’ બોલ ટેમ્પારિંગ વિવાદ પર ફરી એકવાર ધડાકો કર્યો છે. તેમનું માનવું છે કે, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટે માત્ર ઓસ્ટ્રેલિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટરો દ્વારા થતી ભૂલોની સજા ભોગવીને ‘બલિનો બકરો’ બનવું પડ્યું હતું.

એક પોડકાસ્ટ દરમિયાન આ વિવાદ પર ખુલીને બોલતાં જસ્ટિન લેંગરે રસપ્રદ ટેકનિકલ તર્ક પણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કેપટાઉન ઘટના બાદથી વિશ્વ ક્રિકેટમાંથી રિવર્સ સ્વિગ લગભગ ગાયબ જ થઈ ગઈ છે. લેંગરે કહ્યું,‘મારા મતે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટે માત્ર ઓસ્ટ્રેલિયન ટીમ પૂરતી નહીં, પરંતુ વિશ્વભરના ક્રિકેટરો વતી આ ગુનાની જવાબદારી પોતાના માથે લીધી હતી. તે દિવસ પછી વિશ્વમાં ક્યાંય બોલ રિવર્સ સ્વિગ થતો જોવા મળ્યો નથી. પોતાની વાતને આગળ ધપાવતાં લેંગરે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્રયુ ફ્લિન્ટોફના 2018ના નિવેદનને યાદ કરી તેનું સમર્થન કર્યું હતું. તે સમયે ફ્લિન્ટોફે ટીકાકારોના બેવડા વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. એવો આરોપ મૂકયો હતો કે, બોલ ટેમ્પારિંગનો સિલસિલો ક્રિકેટમાં વર્ષોથી ચાલતો આવતો હતો, પરંતુ તે દિવસ અને ઘટના બાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિવર્સ સ્વિગ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક