બીજા
ટેસ્ટ
મેચમાં
ઓસ્ટ્રેલિયાની
હાલત
ખરાબ
:
યાનસેને
85 રનના
યોગદાન
બાદ
પાંચ
વિકેટ
લીધી
જોહનિસબર્ગ,
તા.
21 :
દક્ષિણ
આફ્રિકાએ
સેન્ટ
જોર્જ
પાર્કમાં
રમાઈ
રહેલા
બીજા
ટેસ્ટ
મેચમાં
પોતાની
મજબુત
પકડ
બનાવી
છે.
કેપ્ટન
ટેમ્બા
બાવુમાની
દમદાર
સદીની
મદદથી
દક્ષિણ
આફ્રિકાએ
પહેલી
ઈનિંગ
નવ
વિકેટે
425 રને
ઘોષિત
કરી
હતી
અને
બાદમાં
ઓસ્ટ્રેલિયાને
માત્ર
99 રનમાં
ઓલઆઉટ
કરીને
ફોલોઓન
માટે
મજબુર
કર્યું
હતું.
ટીમ
માટે
સ્ટિવ
સ્મીથે
સૌથી
વધારે
28 રન
કર્યા
હતા.
જયારે
છ
બેટ્સમેન
બમણા
અંક
સુધી
પણ
પહોંચી
શક્યા
નહોતા.
આ
ઓસ્ટ્રેલિયાનો
આફ્રિકા
સામે
ચોથો
સૌથી
ઓછો
સ્કોર
હતો.
ફાસ્ટ
બોલર
માર્કો
યાનસેને
5 વિકેટ લીધી
હતી.
આ
અગાઉ
તેણે
બેટિંગમાં
પણ
કમાલ
કરી
હતી.
દક્ષિણ
આફ્રિકાએ
ટેસ્ટમાં
પાંચમી
વખત
ઓસ્ટ્રેલિયાને
ફોલોઓન
આપ્યું
છે
અને
બે
વખત
જીત
મેળવવામાં
સફળ
રહ્યું
છે.
અગાઉ
1970માં
આફ્રિકાએ
ઓસ્ટ્રેલિયાને
ફોલોઓન
આપ્યું
હતું.
બાદમાં
હવે
56 વર્ષ
પછી
ફરી
સ્થિતિ
સામે
આવી
છે.
દક્ષિણ
આફ્રિકાએ
પહેલી
ઈનિંગ
425 રને
ઘોષિત
કરી
હતી.
જેમાં
ટેમ્બા
બાવુમાએ
334 બોલમાં
18 ચોગ્ગા
અને
એક
છગ્ગાની
મદદથી
179 રન
કર્યા
હતા.
આ
ઉપરાંત
માર્કો
યાનસેને
85 અને
સિમોન
હાર્મરે
82 રનનું
યોગદાન
આપ્યું
હતું.
આફ્રિકાના
મોટા
સ્કોર
બાદ
પોતાની
પહેલી
ઈનિંગ
શરૂ
કરનારી
ઓસ્ટ્રેલિયન
ટીમનો
ધબડકો
થયો
હતો.
જેમાં
ટ્રાવિસ
હેટે
14,
માર્નસ
લાબુસેને
14,
સ્ટિવ
સ્મીથે 28,
મેટ
રેનશોએ
12 અને
બીઉ
વેબસ્ટરે
13 રનનું
યોગદાન
આપ્યું
હતું.
બાકી
કોઈ
ખેલાડી
બે
અંક
સુધી
પહોંચી
શક્યો
નહોતા.
આફ્રિકા
તરફથી
યાનસેને
પાંચ
વિકેટ
લીધી
હતી.
બીજી
ઈનિંગમાં
36 ઓવર
સુધીમાં
ઓસ્ટ્રેલિયાનો
સ્કોર
બે
વિકેટે
109 સુધી
પહોંચ્યો
હતો.