નવી દિલ્હી, તા.20: રણજી ટ્રોફી 2026-27ના બીજા રાઉન્ડના મુકાબલામાં તમિલનાડુએ ઉત્તરાખંડ સામે ઇનિંગ્સ અને 66 રનના અંતરથી શાનદાર વિજય હાંસલ કર્યો છે. તમિલનાડુની આ મોટી જીતનો મુખ્ય શિલ્પી ડાબોડી સ્પિનર આર. સાંઈ કિશોર રહ્યો હતો, જેણે ઉત્તરાખંડની બીજી ઇનિંગ્સમાં હેટ્રિક સાથે 6 વિકેટ ઝડપી લીધી હતી. તેના સાથી સ્પિનર એસ. અજીત રામે પણ ઉત્કૃષ્ટ લાઇન-લેન્થ દાખવતાં 4 વિકેટ ખેરવી હતી. પરિણામે, બંને સ્પિનરોએ મળીને ઉત્તરાખંડના તમામ 10 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
મેચના
પ્રથમ દાવમાં ઉત્તરાખંડનો સ્કોર માત્ર 134 રન પર જ સમેટાઈ ગયો હતો. જેના જવાબમાં તમિલનાડુએ
313 રનનો મજબૂત સ્કોર ખડકીને 1%9 રનની નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. આ મોટા સ્કોરના
દબાણ સામે ઉત્તરાખંડની બાટિંગ લાઇન-અપ બીજી ઇનિંગ્સમાં પણ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હતી
અને ટીમ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉત્તરાખંડે છેલ્લી 5 વિકેટ માત્ર 10 રનના
ગાળામાં ગુમાવી દેતાં તમિલનાડુને બોનસ પોઇન્ટ સાથેની ભવ્ય જીત નોંધાવવામાં બહુ મુશ્કેલી
પડી નહોતી.