હેગલે
ઓવલરમાં
રમાશે
પહેલો
મુકાબલો
:
બપોરે
12.30થી
પ્રસારણ
:
કીવી
ધરતી
ઉપર
ભારતીય
પલડું
ભારે
નવી
દિલ્હી,
તા.
21 :
ભારતીય
પુરુષ
ટીમ
વેસ્ટ
ઇન્ડિઝ
સામે
શ્રેણી
રમ્યા
બાદ
હવે
ન્યૂઝિલેન્ડના
પ્રવાસે
છે.
જ્યાં
ન્યૂઝિલેન્ડ
સામે
પાંચ
ટી20,
પાંચ
વનડે
અને
બે
ટેસ્ટ
મેચ
રમાવાના
છે.
સૌથી
પહેલા
ટી20
શ્રેણી
આવતીકાલથી
શરૂ
થવાની
છે.
ભારતીય
ટીમનો
ટી20માં
ન્યૂઝિલેન્ડ
સામે
શાનદાર
રેકોર્ડ
છે.
ભારતીય
ટીમ
છેલ્લાં
સાત
વર્ષથી
કીવી
ધરતી
ઉપર
કોઈપણ
મેચ
હારી
નથી.
હવે
શ્રેયસ
અય્યરની
કેપ્ટનશીપમાં
જીતને
કાયમ
રાખવા
ઈચ્છશે.
ભારતનું
ન્યૂઝિલેન્ડ
સામે
ટી20
ઇન્ટરનેશનલમાં
પલડું
ભારે
છે.
ભારતે
ન્યૂઝિલેન્ડ
સામે
અત્યારસુધીમાં
કુલ
31 ટી20
મેચ
રમ્યા
છે.
જેમાંથી
19માં
જીત
નોંધાવી
છે.
11 મેચમાં
કીવીને
જીત
મળી
છે.
ભારત
અને
ન્યૂઝિલેન્ડ
વચ્ચે
એક
મેચ
ટાઈ
રહ્યો
છે.
ટીમ
ઇન્ડિયા
છેલ્લાં
સાત
વર્ષથી
ન્યૂઝિલેન્ડની
ધરતી
ઉપર
કોઈ
ટી0
મેચ
હાર્યો
નથી.
અંતિમ
હાર
2019માં
મળી
હતી.
જેમાં
હેમિલ્ટનમાં
ન્યૂઝિલેન્ડે
ચાર
વિકેટે
જીત
મેળવી
હતી.
ભારત
અને
ન્યૂઝિલેન્ડ
વચ્ચે
પહેલો
ટી20
મેચ
હેગલે
ઓવલ
મેદાનમાં
રમાશે.
જેની
શરૂઆત
ભારતીય
સમય
અનુસાર
બપોરે
સાડા
બાર
વાગ્યે
થશે.
મેચમાં
જસપ્રીત
બુમરાહને
આરામ
અપાયા
બાદ
ફાસ્ટ
બોલિંગની
જવાબદારી
ભુવનેશ્વર
કુમાર
અને
અર્શદીપ
સિંહ
ઉપર
રહેશે
જ્યારે
વરુણ
ચક્રવર્તી
પણ
પ્લેઇંગ
ઇલેવનમાં
વાપસી
કરી
શકે
છે.
વધુમાં
વૈભવ
સૂર્યવંશીને
તક
મળે
તેવી
સંભાવના
ઓછી
છે.
ભારતીય
ટીમ
મેનેજમેન્ટ
અભિષેક
શર્મા
અને
સંજુ
સેમસનની
ઓપનિંગ
જોડી
ઉપર
ફરી
ભરોસો
વ્યક્ત
કરી
શકે
છે.
સ્પિનમાં
વરુણની
વાપસીના
કારણે
કુલદીપને
બહાર
રહેવું
પડી
શકે
છે.
આવી
જ
રીતે
અક્ષર
પટેલ
માટે
પણ
જગ્યા
બનાવવી
સરળ
રહેશે
નહીં.