• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

avsan nondh

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ : જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં જનજાગૃતિ અર્થે અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન વગેરે માટે સંકલ્પ પત્રો ભરવામાં આવે છે. 2017ના વર્ષમાં આવી જ રીતે જયંતીભાઈએ સંકલ્પ પત્ર ભર્યું ત્યારથી તેઓ જનકલ્યાણ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી વાકેફ હતા. હાલમાં જ જયંતીભાઈના યુવાન પુત્ર જીતનું અકાળે અવસાન થતા તેઓએ માનવીય અભિગમ રાખીને પોતાના સ્વર્ગસ્થ પુત્ર જીતભાઈ-23 વર્ષનું ચક્ષુદાન, સ્કીન ડોનેશન કરાવેલ હતું. જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 335મું ચક્ષુદાન અને 7મું સ્કીન ડોનેશન થયેલ છે.

મોરબી: મોઢ વણિક કોકીલાબેન કિશોરભાઈ પારેખ (ઉં.73) તે પરાગભાઈ (આયુર્વેદ ઔષધ ભંડાર), અવનિબેન નિલેશભાઈ મહેતા (ભાવનગર)નાં માતુશ્રી, નેશનલ મેડિકલવાળા કૃષ્ણકુમારના નાનાભાઈનાં પત્ની, પ્રમોદભાઈ, નરેન્દ્રભાઈનાં ભાભી, તે બોટાદ નિવાસી સ્વ.મૂળજીભાઈ મૂલકચંદભાઈ વડોદરિયાનાં પુત્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4-30થી 6, મોઢ વણિક મહાજન વાડી, ગાંધી ચોક, મોરબી છે.

રાજકોટ: વિદ્યાબેન નથુરામ પંડયા (બ્રહ્મ ચર્યા) તે આફ્રિકા નિવાસી સ્વ.સુરેશભાઈ છોટાલાલ પંડયા, કિશોરભાઈ, સુનિલભાઈ તેમજ અશ્વિનભાઈનાં ફઈબા આનંદ આશ્રમ બીલખા નિવાસીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સાંજે 4થી 6, ભીડભંજન મહાદેવનાં મંદિર નવાગામ, બીલખા છે.

વેરાવળ: વનીતાબેન જયસુખલાલ સોઢા (કેશોદ વાળા) તે સ્વ.ઓધવજી કલ્યાણજી લખાણીની પુત્રી, તે ભીખુભાઈ (કલ્યાણ કેટરર્સ)નાં બહેન, લાલાનાં ફઈબાનું તા.28ના અવસાન થયું છે. સાદડી તા.1ના સાંજે 5થી 6, રવિ ટાવર ગોવર્ધનનાથ હવેલી પાસે છે.

ઉપલેટા: ભાનુમતિબેન નાથાભાઈ કનારા તે ઉમેશભાઈ, રાજુભાઈ અને દિનેશભાઈનાં માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 7, તેઓના નિવાસસ્થાન, રાજમોતી નગર ખાતે છે.

રાજકોટ: વિષ્ણુભાઈ જોબનપુત્રા (ઉં.85) તે સ્વ.વ્રજલાલ શામજીભાઈ જોબનપુત્રા પુત્ર, તે હર્ષિદાબેનના પતિ, તે મોહનભાઈ ભીમજીયાણીના જમાઈ, તે જયેશભાઈ, લતેશભાઈના પિતાશ્રી, તે પ્રેરક, રાઘવ, માધવ અને ધ્વનિના દાદાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 5થી 6, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ છે.

અમરેલી: શકુંતલાબેન પ્રવિણચંદ્ર જાની (ઉં.82) તે સ્વ.પ્રવિણચંદ્ર ગીરધરલાલ જાનીનાં પત્ની, તે ડો.િનલેશભાઈ, માધવીબેન (રાજકોટ), કલ્પનાબેન (અમદાવાદ) તથા વૈશાલીબેન (મુંબઈ)નાં માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6, શશાંક મહાજન પાર્ટી પ્લોટ, રેલવે સ્ટેશન પાસે, અમરેલી છે.

ઉપલેટા: આહિર સ્વ.નાથાભાઈ દેવાભાઈ કનારાનાં પત્ની અને સ્વ.ઉમેશભાઈ, દિનેશભાઈ ઉપલેટા એસટી ડેપો કંડક્ટર, રાજેશભાઈ જામજોધપુર એસટી ડેપો ક્લાર્કનાં માતુશ્રી, તે ભાનુમતિબેન નાથાભાઈ કનારા (ઉં.82)નું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6, રાજેશભાઈ કનારાનાં નિવાસસ્થાને છે.

રાજકોટ : રવની નિવાસી હાલ રાજકોટ મનસુખલાલ મહેતા (ઉં.67) તે સ્વ.નાથાલાલ જસરાજ મહેતાના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, ચિરાગભાઈ, હેમલબેન જયકુમાર શેઠ, ફોરમ વિશાલકુમાર શાહના પિતાશ્રી, સાવ.શાંતિલાલ શામજીભાઈ મહેતાના જમાઈ, સ્વ.િદનેશભાઈ, સ્વ.િકશોરભાઈ, સ્વ.ધનલક્ષ્મીબેન ભાઈચંદભાઈ મહેતા, દિલીપભાઈ, જયશ્રીબેન જયપ્રકાશભાઈ મહેતાના ભાઈનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10 કલાકે સત્યપુનધામ, ગાંધીગ્રામ જૈન દેરાસર, નાણાવટી ચોક, રાજકોટ છે.

રાજકોટ : ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ શ્રીમતિ પ્રભાબેન ઠાકર તે નંદલાલ છગનલાલ ઠાકરના પત્ની, જગદીશભાઈ (રાજકોટ) હરેશભાઈ (અમરેલી), યોગેશભાઈ (રાજકોટ), હર્ષાબેન અશ્વિનકુમાર રાજ્યગુરુ (િસહોર) અને જયશ્રીબેન નરેન્દ્રકુમાર પંડયા, (જામખંભાળિયા)ના માતુશ્રી અને સુરેશભાઈના ભાભી, સમીરભાઈ હરેશભાઈ ઠાકર (જામનગર), અમિતભાઈ, રૂચિરભાઈ પ્રવિણચંદ્ર ઠાકર, (ન્યુઝીલેન્ડ)ના ભાભુનું તા.29ના સિહોર મુકામે અવસાન થયું છે. બેસણું તા.1ના 4થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, શિવ શક્તિ સોસાયટી, જ્ઞાનભારતી સ્કૂલની પાછળ, સિહોર (જી.ભાવનગર) છે.

અમરેલી : ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.પ્રવિણચંદ્ર ગીરધરલાલ જાનીના પત્ની શકુંતલાબેન (ઉં.82) તે નિલેશભાઈ, માધવીબેન, કલ્પનાબેન, વૈશાલીબેનના માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6 શશાંક મહાજન પાર્ટી પ્લોટ, રેલવે સ્ટેશન પાસે અમરેલી છે.

રાજકોટ : કારડિયા રાજપૂત મયુરભાઈ મુ.વાડાસડા વાળા હાલ રાજકોટ તે પ્રવિણભાઈ પરમારના પુત્ર, ભાવસિંગભાઈ, જોરસંગભાઈ, ચતુરભાઈના ભત્રીજાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના 4થી 6 કારડિયા રાજપૂત સમાજની વાડી 150 ફૂટ રીંગ રોડ રાજકોટ છે.

રાજકોટ : જેતપુર નિવાસી હાલ રાજકોટ વિમળાબેન (ઉં.62) તે સ્વ.જમનાદાસ મથુરાદાસ મણિયારના પત્ની, કોડિનાર વાળા જીવરાજ પીતાંબર ખંધેડિયાના દીકરીનું તા.29ના અવસાન થયું છે. બેસણું પિયર પક્ષની સાદડી તા.2ના સાંજે 4થી 6 પંચનાથ મંદિર રાજકોટ છે.

ધારી : મંગળાબેન મોતિચંદભાઈ તલાટી (ઉં.89) તે રમાબેન કાંતિલાલ તલાટી (મુંબઈ)ના ભાભી, અરવિંદભાઈ, પંકજભાઈ, વિપુલભાઈ, હરેશભાઈ (નાયબ ધારી મામલતદાર), સ્વ.ચંદ્રીકાબેન (મહુવા), કૈલાશબેન (પાલિતાણા), પુષ્પાબેન (કોટડા)ના માતુશ્રી તથા સ્વ.જીવાભાઈ અને બલવંતભાઈ (શ્રીમાંકર) (મોણપર) તથા ચંપાબેન (મહુવા)ના મોટાબેન, કૃણાલ, ધારક, હિમાલય, જય, પ્રિતેશ, પ્રણવ, અભયના દાદીમાનું રાજુલા મુકામે અવસાન થયું છે. બેસણું તા.1ના 4થી 6 સંતકૃપા, સવિતાનગર એસબીઆઈ બેંકની સામે રાજુલા મુકામે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક