• રવિવાર, 05 મે, 2024

બેટિંગ એપ મામલે સંજય દત્ત બાદ અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ

મુંબઈ, તા. 25 : ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ મામલે બોલીવૂડ  અભિનેતા સંજય દત્તને સમન્સ મોકલ્યા બાદ મુંબઈ સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

એક મીડિયા હેવાલ મુજબ, મહારાષ્ટ્ર સાયબર સેલે 2023માં મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ એપ મુદ્દે તમન્નાને 29 એપ્રિલે હાજર થવા જણાવ્યું છે. પોલીસ અભિનેત્રીને ફેયરપ્લે માટે કોણે સંપર્ક કર્યો અને તે માટે કેટલા નાણાં મળ્યા તે સહિતની પૂછપરછ કરશે.

જો કે, આ પહેલાં 23મીએ સંજય દત્તને પણ આ બાબતે સમન્સ મોકલાયું હતું, જેના જવાબમાં સંજયે જણાવ્યું હતું કે, તે હાલમાં મુંબઈથી બહાર છે અને પૂછપરછ માટે હાજર નહીં રહી શકે અને નવી તારીખ ફાળવવા માંગ કરી હતી. નોંધનીય છે કે, અગાઉ  મહાદેવ એપ થકી ગેરકાયદે લેવડદેવડ અને સટ્ટાબાજીના મામલે ગાયક બાદશાહ, જેકલીન ફર્નાંડિસના મેનેજરના પણ નિવેદન લેવાયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024