• રવિવાર, 05 મે, 2024

જામનગરમાં તા.બીજી મે એ  વડાપ્રધાન મોદીની જાહેરસભા

- જામનગર અને પોરબંદર બંન્ને લોકસભાને આવરી લેતી જાહેર સભાથી ભાજપના કાર્યકરો મતદારોને મળશે જોમ-જુસ્સો

 

જામનગર, તા.25 (ફૂલછાબ ન્યૂઝ)ં: જામનગર સહિત ગુજરાતની 25 લોકસભા બેઠકો ઉપર ત્રીજા તબકકામાં આગામી 7મેના રોજ મતદાન થવાનું છે. મતદાનને આડે હવે ગણતરીના 11 દિવસો બાકી રહ્યા છે અને પ્રચાર-પડઘમ માટે માત્ર 10 જ દિવસ છે ત્યારે હાલારમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ ગામડા તથા તાલુકાઓ તેમની ટીમ તથા ભાજપ સંગઠન સાથે ખુંદી રહ્યા છે ત્યારે આગામી તા.1-2ના રોજ ગુજરાતના પનોતા પુત્ર પી.એમ.મોદી લોકસભાની 22 બેઠકોને આવરી લેતી 6 જંગી જાહેર સભાઓ સંબોધવાના છે. તા.2મેના રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 5 કલાકે વડાપ્રધાન મોદી  જંગી જાહેરસભાને સંબોધવાના છે.

જામનગર લોકસભા બેઠક ઉપર જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાનો સમાવેશ થતો હોય, ત્યારે આ બેઠક પર ઝંઝાવાતી ચૂંટણી પ્રચારને લઈને સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા સાંસદ પૂનમ માડમને પણ ફાયદો થશે. જો કે પી.એમ.મોદીની સભા જામનગર લોકસભા અને પોરબંદર લોકસભા બંને વિસ્તારને આવરી લે તે રીતે યોજાવાની છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી અને પોરબંદરના તેમજ પ્રદેશના હોદેદારો વડાપ્રધાનની ચૂંટણી સભાને લઈને તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે અને વડાપ્રધાન જામનગરમાં જાહેરસભાને સંબોધવાના હોવાથી જિલ્લા વહિવટી તંત્રની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ સભા સ્થળે કામગીરીનું નિરીક્ષણ કરાઈ રહયું છે અને બીજીબાજુ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ઠેર-ઠેર વિરોધના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે ત્યારે વડાપ્રધાનના આગમન સમયે કોઈ વિરોધના કાર્યક્રમો ન યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024