• રવિવાર, 05 મે, 2024

ગિલ 100 IPL મેચ રમનારો બીજો સૌથી યુવા ખેલાડી દિલ્હી સામેની હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા

નવી દિલ્હી, તા.2પ : શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સને ગઇકાલના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આખરી દડે 4 રને હાર મળી હતી. દિલ્હીના 4 વિકેટે 220 રનના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટે 220 રને અટકી હતી. મેચ ટાઇ કરવા માટે આખરી દડે ચોકકો અને જીત માટે છક્કાની જરૂર હતી, પણ રાશિદ ખાન આ કરિશ્મા કરી શકયો ન હતો. મેચ બાદ પંતે સ્વીકાર્યું કે અમે શરૂઆત બહુ સારી કરી શકયા નહીં, આ ઉપરાંત દિલ્હીની ઇનિંગ વખતે અમે આખરી પ ઓવરમાં ઓછામાં ઓછા 20 રન વધુ આપી દીધા. અમે તેમને 200 અંદર રોકશું તેવો અંદાજ હતો, પણ ઇમાનદારીથી કહુ તો ઋષભ પંતે અમારા હાથમાંથી મેચ છીનવી લીધો. 

આ મેચ દરમિયાન શુભમન ગિલે એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે 100 મેચ રમનારો આઇપીએલનો 6પમો ખેલાડી બન્યો છે. મેચ પૂર્વે ગુજરાત ટાઇટન્સ ફ્રેંચાઇઝી દ્વારા શુભમન ગિલનું સન્માન કરાયું હતું. ગિલ સૌથી નાની વયે 100 આઇપીએલ મેચ રમનારો બીજો ખેલાડી છે. તેણે 24 વર્ષ 229 દિવસને ઉંમરે આ ઉપલબ્ધિ નોંધાવી છે. રાશિદ ખાને તેનો 100મો મેચ 24 વર્ષ 221 દિવસની વયે રમ્યો હતો. જયારે વિરાટ કોહલી 100 આઈપીએલ મેચ વખતે 2પ વર્ષ 182 દિવસનો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024