• સોમવાર, 06 મે, 2024

પંજાબને જીતની તલાશ આજે કોલકતા સામે કસોટી પ્લેઓફની આશા જીવંત રાખવા પંજાબ માટે દરેક મેચ નોકઆઉટ સમાન

કોલકતા, તા.2પ : અહીંના વિખ્યાત ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર આઇપીએલના શુક્રવારે રમાનાર મેચમાં પંજાબ કિંગ્સ ટીમ હોમ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે. હારની હેટ્રિક નોંધાવી ચૂકેલી શિખર ધવનના કપ્તાનપદ હેઠળની પંજાબ ટીમ પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને લટકી રહી છે. તેના માટે હવે પ્લેઓફમાં પહોંચવા માટે દરેક મેચ નોકઆઉટ સમાન છે. પાછલા ત્રણ મેચથી ઇજાને લીધે બહાર રહેનાર નિયમિત સુકાની શિખર ધવન વાપસી માટે તૈયાર છે. જે પંજાબ કિંગ્સ માટે સકારાત્મક બની રહેશે. બીજી તરફ કોલકતાની ટીમ ઇડન ગાર્ડન પર હંમેશાં ખતરનાક સાબિત થતી આવી છે. તેણે પાછલા મેચમાં આરસીબી વિરુદ્ધ આખરી દડે 1 રને જીત મેળવી હતી. 7 મેચમાં પ જીતથી તેની પાસે 10 પોઇન્ટ છે. પ્લેઓફમાં નિશ્ચિત થવા 16 પોઇન્ટ જરૂરી છે. કેકેઆરનું લક્ષ્ય પંજાબને હાર આપી મહત્ત્વના બે અંક ગજવે કરવા પર રહેશે.

પંજાબ કિંગ્સની ચિંતા તેના ટોચના દેશી-વિદેશી બેટધરોની નિષ્ફળતા છે. ખાસ કરીને જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટન અને સેમ કરન સક્ષમ દેખાવ કરી શક્યા નથી. પ્રભસિમરન સિંઘ અને જીતેશ શર્મા પણ નિષ્ફળ રહ્યા છે.  આ સામે શશાંક સિંહ અને અભિષેક શર્માની જોડી ફિનિશર બનીને ઉભરી આવી છે, પણ તેને સામા છેડેથી યોગ્ય સાથ મળી રહ્યો નથી. પંજાબ પાસે રબાડા, અર્શદીપ અને હર્ષલના રૂપમાં સારા ફાસ્ટ બોલર છે. જે કેકેઆરની રન રફતાર પર અંકુશ મૂકી શકે છે.

બીજી તરફ કેકેઆર માટે બે કેરેબિયન ખેલાડી સુનિલ નારાયણ અને આંદ્રે રસેલના રૂપમાં હુકમના એક્કા છે. જે કોઇ પણ મેચનો નકશો બદલી શકે છે. પ્રારંભે નારાયણની ફટાબાજી હોય છે તો અંતમાં રસેલનું પાવર હિટિંગ હોય છે. ફિલ સોલ્ટ અને કપ્તાન શ્રેયસ અય્યર પણ સારૂ યોગદાન આપી રહ્યા છે. જ્યારે વૈંકટેશ અય્યર હજુ સુધી મેચ વિનિંગ પરફોમન્સ કરી શક્યો નથી. રિકું સિંઘને હજુ સુધી મોટી ઇનિંગ રમવાનો મોકો મળ્યો નથી. કેટલાક મેચમાં તેના ભાગે પ-6 ઓવર આવી હતી, પણ તે રન કરી શકયો નથી. ટી-20 વર્લ્ડ કપની ટિકિટ બૂક કરવા રિંકુ માટે એક આતશી ઇનિંગની જરૂર છે. કેકેઆરની બોલિંગમાં હર્ષિત રાણા પ્રભાવ છોડી રહ્યો છે, પણ મોંઘો બોલર સ્ટાર્ક ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024