• રવિવાર, 05 મે, 2024

ઋષભ પંતના પાવર હિટિંગથી વર્લ્ડ રેકોર્ડ

T-20 ફોર્મેટમાં કોઇ એક બોલર સામે સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, તા.2પ : અત્રેના અરૂણ જેટલી સ્ટેડિયમ પર ગઇકાલના મેચમાં ઋષભ પંતનો પાવર જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સના કપ્તાન ઋષભ પંતે ઇનિંગની આખરી પ ઓવરમાં ગુજરાત ટાઇટન્સના બોલરો પર અને ખાસ કરીને મોહિત શર્મા પર તૂટી પડીને રનની આતશબાજી કરી હતી. ઋષભ પંતે ફક્ત 43 દડામાં 8 છક્કાથી આતશી 88 રનની અણનમ ઇનિંગ રમી હતી. આખરી પ ઓવરમાં દિલ્હીએ 97 રનનો ઉમેરો કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

આઇપીએલની આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન ઋષભ પંતે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટી-20 ફોર્મેટમાં તેણે કોઇ એક બોલર વિરુદ્ધ સૌથી વધુ રન કરવાનો વિશ્વ વિક્રમ કર્યો છે. ઋષભ પંતે ગઇકાલના મેચમાં ગુજરાત ટાઇટન્સના અનુભવી મીડીયમ પેસ બોલર મોહિત શર્મા સામે રમેલ 18 દડામાં 62 રન બનાવ્યા હતા.  જેમાં 7 છક્કા અને 3 છકકા સામેલ હતા. આ પહેલા વિશ્વના કોઇ પણ બેટધર કોઇ એક બોલર સામે 60થી વધુનો સ્કોર કર્યોં નથી.

ઋષભ પંતે ઓસ્ટ્રેલિયન બેટર ઉસ્માન ખ્વાઝાનો રેકોર્ડ તોડયો છે. તેણે પાકિસ્તાની લીગમાં કાયસ અહમદ નામના બોલર સામે 18 દડામાં પ4 રન કર્યાં હતા. જ્યારે કેમરન ડેલપોર્ટ ઇંગ્લેન્ડ ટી-20 કાઉન્ટિમાં ટોમ કરન સામે 1પ દડામાં પ3 રન ફટકાર્યાં હતા. આ સૂચિમાં ચોથા ક્રમે વિરાટ કોહલી છે. તેણે આઇપીએલ-2013માં ઉમેશ યાદવના 17 દડામાં પ2 રન કર્યાં હતા. જ્યારે હાશિમ અમલાએ આઇપીએલ-2017માં મલિંગાના 16 દડામાં પ1 રન કર્યાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024