• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

avshan nodh

ઢોલકવાદક ડાહ્યાભાઇ વાગડિયાનું અવસાન : ગુરુવારે પ્રાર્થના સભા

રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઢોલકવાદક તરીકે જાણીતા જૂની પેઢીના ડાહ્યાભાઇ છગનલાલ વાગડિયાનું તા.23ના અવસાન થયું છે. ડાહ્યાભાઇ વાગડિયાને ન્યુમોનિયા થતા વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું 84 વર્ષની વયે નિધન થયું હતું. ડાહ્યાભાઇ વાગડિયાની પ્રાર્થના સભા તા.27ને ગુરુવારે સાંજે 4થી 6 અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, રૈયા રોડ, રાજકોટ ખાતે છે. ડાહ્યાભાઇ વાગડિયા, કિરીટ વ્યાસ સહિતનાએ સમયના કલાકારો સાથે ઢોલ તાલવાદના કરતા હતા એ સમયે લાલભાઇ, હાજી રમકડુ અને ડાહ્યાભાઇ વાગડિયાની બોલબાલા હતી.

 

 

 

ચક્ષુ- ત્વચાદાન

રાજકોટ: પ્રભાબેન મોહનભાઇ આરદસણાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 775 દાન થયેલું છે.

ચક્ષુ- દેહદાન

રાજકોટ: સરયુબેન પ્રવીણચંદ્ર જીવરાજાનીનું અવસાન થતાં પરિવારજનોની ઇચ્છાનુસાર  ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરાયું છે. એઇમ્સ દ્વારા દેહદાન સ્વીકાર્યું હતું.

ડોળાસા: ડોળાસા ગામના વતની અને કોડીનાર તાલુકાના દુદાણા ગામની માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્ય મેરૂભાઈ સીદીભાઈ બારડ (ઉ.વ.70) તે રણજીતભાઈ બારડ (આચાર્ય ડોળાસા માધ્યમિક શાળા)ના પિતાનું તા.24ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.25ના સવારે 9-30 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

રાજકોટ: ઉષાબેન (ઉં.71) તે સ્વ. ભરતભાઇ મહેતા (િનવૃત્ત  બેંક ઓફ બરોડા)ના પત્ની, પ્રણવ અને હેમાલી મોહિતકુમાર મહેતાના માતા, સ્વ. જયંતીલાલ દેવજીભાઇ મહેતાના દીકરી, સ્વ. નવીનભાઇ, સ્વ. મૃદુલાબેન અને જિતેન્દ્રભાઇના બહેનનું તા.24ને સોમવારે અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.25ને મંગળવારે સવારે 8 વાગ્યે ‘અર્પણ’, 1- સોમનાથ સોસાયટી, શેરી નં.3, જૂની રોજરી સ્કૂલની પાસે, રૈયા ટેલિફોન એકસ.ની પાસે, 150 ફૂટ રીંગ રોડથી રૈયા ગામ મૃક્તિધામ જશે.

મેંદરડા: મગનભાઇ રણછોડભાઇ ઢેબરીયા (ઉં.62) તે વિજયભાઇ તથા સતીષભાઇના પિતા, જેન્તીભાઇ તથા ચુનીભાઇના મોટાભાઇનું તા.23ના અવસાન થયું છે.

અંજાર: ભગવાનભાઈ (શંભુભાઈ) રણછોડદાસ ઠક્કર (ઉ.વ.78) (િશવ શક્તિ આર્ટ પ્રિન્ટર્સવાળા) તે સ્વ.રાધાબેન રણછોડદાસ માવજીભાઈ નિંગાળીયાના પુત્ર, ગં.સ્વ.જ્યોત્સનાબેનના પતિ, વિશાલ તથા મીલાપના પિતા, શિતલ તથા મીતલના સસરા, નિસર્ગ, માનસ, આયુષના દાદા, સ્વ.ગોપાલદાસ (મંગલજીભાઈ) ગોકલદાસ સોમૈયા, સતાપરવાળાના જમાઈ, સ્વ.હરિભાઈ તથા સ્વ.કાન્તાબેન (ભાવનગર)ના ભાઈનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનસભા તા.25ને મંગળવારે સાંજે 4-30 થી 5-30, મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા બસ સ્ટેન્ડ સામે, અંજાર ખાતે છે.

પીપરલા: સમજુબેન બારૈયા (ઉ.વ.105) તે બારૈયા મુળશંકરભાઈ બાવાલાલના પત્ની, લલ્લુભાઈ, કાંતિભાઈ, મનુભાઈ, હિંમતભાઈ તથા કાંતુબેન લાલજીભાઈ પાલ (ભાવનગર), માનકુંવરબેન જયંતિલાલ જાની (સથરા)ના માતા, ભાવેશભાઈ (ઉપસરપંચ પીપરલા ગ્રા.પં.), કિશોરભાઈ (એગ્રેસીયા પી એલ પુના), વામનભાઈ (ત.ક.મ.-માખણીયા), કમલેશભાઈ (મ.િશ.દેવલી કે.વ.શાળા), અશ્વિનભાઈ (મ.િશ.કઠવા પ્રા.શાળા), નિલેશભાઈ (આચાર્ય દિહોર કે.વ.શાળા), મહાશંકરભાઈ, નટુભાઈ, સુરેશભાઈ, અ.િન.બળદેવભાઈ, રાજુભાઈ (મ.િશ.પીપરલા પ્રા.શાળા), રમેશભાઈ (મહાધન-એમડીઓ), યોગેશભાઈ (આચાર્ય દાઠા કન્યાશાળા)ના દાદી તેમજ પાલ લાલજીભાઈ ત્રિભોવનભાઈ (ભાવનગર), જાની જયંતિલાલ દલપતભાઈ (સથરા) તથા અ.િન.દામજીભાઈ ભાણજીભાઈ ભટ્ટ (તખતગઢ), ભુપતભાઈ ગોવિંદભાઈ ભટ્ટ (મણાર)ના સાસુનું તા.23ના અવસાન થયું છે.

રાજકોટ: હળવદ નિવાસી વિજયાલક્ષ્મીબેન (ઉ.વ.96) તે સ્વ.ગુણવંતરાય અમૃતલાલ જાનીના પત્ની, વીરેનભાઈ (બીએસએનએલ), તરૂણભાઈ તથા જયેશભાઈ (વકીલ)ના માતા તથા આનંદ, વિધિ કરણકુમાર જોષી, નંદીશ, નંદનના દાદીનું તા.22ના અવસાન થયું છે.

વલ્લભીપુર: લાભુબેન (ઉ.વ.75) તે સ્વ.ઉમેદભાઈ જાદવભાઈ મકવાણાના પત્ની, સ્વ.જીવરાજભાઈ તથા ભીખાભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.દેવેન્દ્રભાઈ, હર્ષાબેન રમેશકુમાર ચુડાસમા (પુના), મનીષાબેન તથા હરેશભાઈ (આચાર્ય માતુશ્રી જી.જે.કાસોદરીયા કન્યા વિદ્યાલય ટીંબી)ના માતા, હર્ષ, તન્વી, ક્રિષ્નાના દાદી, જુના નાવડાવાળા દામોદરભાઈ તથા બાબુભાઈ ધનજીભાઈ ચુડાસમા (બોટાદ)ના બહેનનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ને ગુરૂવારે સવારના 9 થી સાંજના 6 તેમના નિવાસ સ્થાન ભટ્ટ શેરી, વલ્લભીપુર ખાતે છે.

રાજકોટ: વિસનગરા નાગર હીનાબેન (ઉ.વ.63) તે રવિભાઈ રામભાઈ ત્રિવેદીના પત્ની, મનનભાઈના માતા, દીપાલીના સાસુ અને મહેન્દ્રભાઈ વ્યાસના પુત્રીનું તા.24ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.25ને મંગળવારે સવારે 8 વાગ્યે જેએમસી નગરના નિવાસ સ્થાનેથી રૈયા સ્મશાન ગૃહે જશે.

રાજકોટ: સાતોદડ મેડતવાડ શ્રીગૌડ બ્રાહ્મણ અનીલાબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી તે અશોકભાઈ અને જયેશભાઈના ભાભી, સંદીપ, પ્રીતિ, ક્રિષ્નાના માતા, હીતેશભાઈ દીક્ષિત અને ચિરાગભાઈ દીક્ષિતના સાસુ, સ્વ.રમણીકલાલ મોતીલાલ ભટ્ટ (પાડાસણવાળા)ના પુત્રી, હરેશભાઈ ભટ્ટના બહેનનું તા.23ના રવિવારે અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.27ને ગુરૂવારે સવારે 9-30 થી 11, મહાલક્ષ્મી મંદિર, કેવડાવાડી શેરી નં.2, રાજકોટ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક