પરબડી
રાજસ્વી પરિવારના હીરબાઈમાનું 109 વર્ષે અવસાન
ચલાલા:
ધારી તાબાનું પંખીના માળા જેવડું રજવાડી પરબડીના જાજરમાન પરિવારના દરબાર સ્વ.કાળુબાપુ
રાવતબાપુ વાળાના પત્ની હીરબાઈમાંનું 109 વર્ષની જૈફ વયે અવસાન થતા સમગ્ર વિસ્તારમાં
શોકની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, સ્વર્ગસ્થ હીરબાઈએ પોતાના સમગ્ર જીવન પર્યંત
અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના પરિવાર સગા સ્નેહી સ્વજનો આંગણે આવતા અતિથિએને
આવકાર આપેલ હતો. પ્રેમ, કરુણા અને વાતસલ્યના મીઠા વીરડા સમાન સ્વર્ગસ્થ હીરબાઈમાના
અવસાનથી તેમના પરિવાર જ નહીં પણ સગા સ્નેહી સ્વજનો અને દરેક સમાજના લોકોએ પોતાના સ્વજન
ગુમાવ્યાનો ભારે વસવસો છે. પરબડી મુકામે પ્રતિનિધિત્વ કરતા મંગળુભાઈ કાળુબાપુ વાળા,
સરપંચ જસાભાઈ વાળા, ભુપતભાઈ વાળા સહિત સમગ્ર વાળા પરિવાર આવી પડેલ દુ:ખની ઘડીએ તમામ
ક્ષેત્રના શ્રેષ્ઠીઓ વાળા પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
રાજકોટ:
લોહાણા સ્વ. મનહરલાલ કેશવલાલ સોમૈયાના જયેષ્ઠ પુત્ર સંજયભાઇ (ઉ.43) તે ચંદ્રેશ, અમિતના
મોટા ભાઇ, સતીષભાઇ, નિતીનભાઇ, વિજયભાઇના ભત્રીજાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4
થી 6 સ્વામિનારાયણ મંદિર બીએપીએસ, મહિલા કોલેજ ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.
જામનગર:
સ્વ. અનંતરાય જેસંગલાલ મહેતા મૂળ જામખંભાળિયા હાલ જામનગરના પત્ની મંજુલાબેન (ઉ.84)
તે પંકજભાઇ, નયનભાઇ, નિલેશભાઇ, પ્રશાંતભાઇના માતા, કલ્પનાબેન, જ્યોતિબેન, નયનાબેન,
વર્ષાબેનના સાસુ, ડાયાલાલ પરસોતમ દોશીની દીકરી, મણિલાલના બહેનનું તા.24ના અવસાન થયું
છે. ઉઠમણું તા.27ના 9-30 કલાકે પ્રાર્થનાસભા 10-30 તેજ પ્રકાશ સોસાયટીના ઉપાશ્રય, ધન્વંતરિ
મંદિર સામે, ડીકેવી કોલેજની પાસે, જામનગર છે.
રાજકોટ:
સરા નિવાસી, હાલ રાજકોટ રોહિતભાઇ રમણલાલ દોશી (ઉ.66) તે સ્વ. રમણલાલ પાનાચંદ દોશીના
પુત્ર, રાજેશભાઇ, રીટાબેન જસ્મીનકુમાર શાહના ભાઇ, રચિતભાઇ, રૂચીબેન આનંદકુમાર શેઠના
પિતાશ્રી, જીનાંશના નાનાનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.27નાં બપોરે 4 કલાકે
રામ મંદિર હોલ, ગોંડલ રોડ, રામનગર શેરી નં.2, રાજકોટ છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.
રાજકોટ:
મૂળ ગોંડલ વતની હાલ રાજકોટ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હરિશચંદ્રભાઇ નટવરલાલ જોષી
(ઉ.82) (વેસ્ટર્ન રેલવે રાજકોટ) તે ભારતીબેન હરિશચંદ્રભાઇ જોષીના પતિ, સ્વ. દિનેશચંદ્ર,
સ્વ.જગદીશભાઇ તથા ઇન્દુબેન હસમુખરાયના નાનાભાઇ, બીનાબેન, જિગ્નાબેન, પુનમબેન, પ્રતિભાબેન
અને હિરેનભાઇના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સાંજે 4 થી 6 હેમા
એપાર્ટમેન્ટ, 1 કૈલાસવાડી ગાયત્રી ડેરીની પાછળ જંકશન પ્લોટ, રાજકોટ છે. લૌકિક પ્રથા
બંધ છે.
પોરબંદર:
દાઉદી વ્હોરા હાજી અસગરઅલી અબ્દુલ્લાભાઇ આફ્રિકાવાલા (ઉ.74) તે સ્વ. અબ્દુલ્લાભાઇ આફ્રિકાવાલાના પુત્ર, નફીશાબેનના
પતિ, સમીનાબેન, નફીશાબેન, અતેકાબેનના ભાઇ, સલીમભાઇ, અલીભાઇના પિતાશ્રીનું તા.25ના અવસાન
થયું છે. જીયારતના સીપારા તા.27ના જોહર અશરની નમાજ બાદ બુરહાની મસ્જિદ ખાતે છે.
રાજકોટ:
મનહરપુર, મોહનભાઇ નથુભાઇ વાડોલીયા (ઉ.83) તે રમેશભાઇ, શૈલેષભાઇ, રાજેશભાઇના પિતાશ્રી,
જીજ્ઞેશભાઇ, સંદીપભાઇ, ભાવીનભાઇ, મિતેશભાઇ અને કિશનભાઇના દાદાનું તા.25ના અવસાન થયું
છે. પ્રાર્થના સભા તા.27ના સત્યેશ્વર મહાદેવ
મંદિર, શાત્રીનગર-3 ખાતે છે.
રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ ધુલિયા દોમડા (િસંધખેડા) હાલ મોરબી સ્વ. જગદીશભાઇ દવે તે સ્વ. જયંતીલાલ કેશવલાલ
દવેના પુત્ર, ભારતીબેનના પતિ, જયદીપભાઇ, જીજ્ઞેશભાઇના પિતા, ધાની, વંશના દાદા, પ્રવીણભાઇ,
સ્વ. કિરણભાઇ, મુકેશભાઇ, સ્વ. વિજયભાઇ, દક્ષાબેન, મંજુબેનના ભાઇ, સ્વ. પ્રેમશંકર મકનજી
દવેના જમાઇ, સ્વ. કિશોરભાઇ, મહેશભાઇ, દિપકભાઇના બનેવીનું તા.23ના અવસાન થયું છે. પિયરપક્ષ,
સસરાપક્ષનું બેસણું તા.27ના સાંજે 4થી 5-30 ગઢવી સમાજની વાડી, સરકારી પાંજરાપોળની સામે,
લીલાપર રોડ, મોરબી છે.
ભાટિયા:
ભાટિયા નિવાસી બરડાઇ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના રમણીકભાઇ રણછોડભાઇ તે બાબુભાઇના ભાઇનું
ભોગાયતાનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.27નાં સાંજે 4થી 4-30 દુધેશ્વર મહાદેવ
મંદિર ખાતે ભાઇઓ- બહેનો માટે છે.
રાજકોટ:
દીતલા નિવાસી હાલ રાજકોટ જયંતીલાલ મૂળચંદભાઇ માંડવિયા (ઉં.89) પ્રોફેસર વિરાણી/જસાણી
કોલેજ-રાજકોટ, પૂર્વ ટ્રસ્ટી સાત સ્વરૂપની હવેલી તે નિર્મળાબેનના પતિ, ત્રંબકલાલ પાનાચંદ
સાંગાણી (દડવા)ના જમાઇ, સ્વ. ચંપકભાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. વસંતબેન, સ્વ. સવિતાબેનના
લઘુબંધુ, અજયભાઇ, મીનાબેન, જાગૃતિબેનના પિતાશ્રી, બીનાબેન, સ્વ. મુકેશકુમાર (આકોલા)
તથા ડો. અશોકકુમાર (િબલાસપુર)ના સસરાનું તા.24ના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થના
સભા તા.27ના સાંજે 4-30થી 6 કલાકે નિલકંઠ હોલ, સ્વામીનારાયણ મુખ્ય મંદિર નીચે, કાલાવડ
રોડ, રાજકોટ છે.
જામનગર:
મૂળ ટંકારિયા વાળા, હાલ જામનગર નિવાસી રમણીકભાઇ મુળજીભાઇ રાજ્યગુરુ (ઉં.60) તે ચંદુભાઇ,
હરિભાઇ અને વિપુલભાઇના ભાઇ, સાગરના કાકાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના
સાંજે 4-30 થી 6 સુધી 527/7, રવિપાર્ક ટાઉનશીપ શેરી નંબર 2/એ, નીલકંઠ સોસાયટીની સામે
ઢીચડા રીંગ રોડ, જામનગર છે.
રાજકોટ:
વિસનગર નાગર હિનાબેન (ઉં.63) તે રવિભાઇ રામભાઇ ત્રિવેદીના પત્ની, મનનભાઇના માતુશ્રી,
દીપાલીના સાસુ, મહેન્દ્રભાઇ વ્યાસના પુત્રીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા
તા.27ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે રાજકોટ
છે.
જૂનાગઢ:
શ્રીગૌડ માળવિયા બ્રાહ્મણ મૂળ ભંડુરી હાલ જૂનાગઢ સ્વ. મહાસુખરાય ત્રંબકલાલ દવેના પત્ની, હંસાબેન (ઉં.82)તે રાજીવભાઇ,
નયનભાઇના માતુશ્રી, સ્વ. નરસિંહપ્રસાદ, શાત્રી કૃષ્ણપ્રસાદ દવેના ભાભી, દિવ્ય, અંતરીક્ષ,
અલૌકિકના દાદી, મૂળ કોયલી, સ્વ. હિંમતલાલ પ્રાગજી ભટ્ટના પુત્રી, સ્વ. જીતેન્દ્રભાઇ,
જયકાન્તભાઇ, સનતભાઇ, સ્વ. યોગેશભાઇના બહેનનું અવસાન થયું છે. બેસણું પિયર પક્ષની સાદડી
તા.27 ગુરુવારે સાંજે 4થી 5 આશિષ, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સામે, ગાંધીગ્રામ, જૂનાગઢ
છે.
રાજકોટ:
નિર્મળાબેન કાચા તે સ્વ. રતિલાલ પુરૂષોત્તમભાઇ કાચા (કોટડા સાંગાણી)ના પત્ની, ભરતભાઇ,
અનિલભાઇના માતુશ્રી, રાહુલ, સુજલ, રૂદ્ર અને મિલીના દાદીનું તા.23ના અવસાન થયું છે.
બેસણું તા.27ના સાંજે 4થી 6, 2- વિવેકાનંદનગર, કોઠારીયા રોડ, રાજકોટ છે.