• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ધ્રાંગધ્રા: મધુસુદન (મનુભાઇ) ભગવતી પ્રસાદ ભટ્ટ (ઉ.84) તે ભારતીબેનના પતિ, દેવયાની, મનોજ, દીપાના પિતા, ચેતન ભટ્ટ, નેહા મનોજ ભટ્ટના સસરા, પ્રણવ, નિકુંજના દાદાનું તા.26મીએ અવસાન થયું છે.

રાજકોટ: સંજય મનહરલાલ સોમૈયા તે સ્વ. મનહરલાલ કેશવલાલ સોમૈયા, સ્વ. ભાનુબેન મનહરલાલ સોમૈયાનાં પુત્ર, ચંદ્રેશભાઇ, અમિતભાઇના મોટાભાઇ, સતીષભાઇ, નીતિનભાઇ, વિજયભાઇના ભત્રીજાનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.27ના સાંજે 4 થી 6 સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), મહિલા કોલેજ ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જસદણ:  રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) ભાનુશંકરભાઇ  તેજાગોરભાઇ તેરૈયા (ઉ.82) તે બીપીનભાઇ, સંજયભાઇ, સુરેશભાઇ અને  હરેશભાઇ (પત્રકાર)ના પિતા, રવિરાજ, વૈશાલીબેન અતુલભાઇ મંડીર (કોરડા), પ્રશાંત, કર્મરાજના દાદાનું તા.26ના  અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6 વૃંદાવન સોસાયટી, વિંછીયા રોડ, સોની જ્ઞાતિની વાડી પાછળ, જસદણ છે.

રાજકોટ: પ્રશ્નોરા નાગર શિવરાજભાઇ સાકરલાલ મહેતા (ઉ.80) તે ધવલ વનરાજભાઇ મહેતા તથા શ્રીમતી પૂર્વીબેન રાજયગુરૂના કાકાનું અવસાન થયું છે. બેસણું તા.27નાં સવારે 10 થી 11 પંચનાથ મહાદેવ, લીમડા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: મૂળ ગામ સુલતાનપુર હાલ રાજકોટ દિનેશભાઇ વિઠ્ઠલભાઇ સીનરોજા (ઉ.67) તે નયનાબેનના પતિ, કનુભાઇના નાના ભાઇ, વિપુલભાઇના મોટા ભાઇ, હિરેનભાઇ, બિમલભાઇના પિતાશ્રી, મગનભાઇ ઓધવજીભાઇ વિરમગામાના જમાઇનું તા.23ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષનું સાથે તા.27નાં સાંજે 4 થી 6 સત્યેશ્વર મહાદેવ મંદિર, સત્યમ પાર્ક બ્લોક નં.14, શેરી નંબર-5, જામનગર રોડ, માધાપર ચોકડી પાસે, રાજકોટ છે.

રાજકોટ: લોધિકા વાળા, હાલ રાજકોટ અમારા માતુશ્રી, કંચનબેન જેન્તીભાઇ પરમાર (ઉ.86) નું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27નાં સાંજે 4 થી 6 પુરૂષાર્થ સોસાયટી, પુરૂષાર્થ મહાદેવ મંદિર, હરીધવા મેઇન રોડનો છેડો, ડીમાર્ટની પાછળ, રાજકોટ છે.

રાજકોટ: પ્રભુદાસભાઇ ત્રિભોવનદાસ હરસોરા તે ભાવેશભાઇના પિતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27નાં સાંજે 4 થી 6 અમરનાથ મંદિર, પીપળીયા એમ્પાયરથી આગળ, અટીકા એરીયાનો ખુણો, અમરનાથ હવેલીની  સામે, રાજકોટ છે.

ભાટિયા: નંદાણા નિવાસી સ્વ. ચંદુલાલ ગોરધનદાસ સચદેવના પત્ની, મંજુલાબેન તે મોહનભાઇ, શાંતિલાલના ભાભી, પ્રફૂલભાઇ, ભાવેશભાઇ, ઇલાબેન નરેશકુમાર કાનાણી, કિષ્નાબેન વિનોદકુમાર રાયચુરા, સ્વ. ચેતનાબેન અલ્પેશકુમાર હિડોચા, સ્વ. કિરણબેનના  માતુશ્રી, હેમલભાઇ, ભીખુભાઇના ભાભુ, સ્વ. કેશવજી કરસનદાસ પાઉંના દીકરી, સ્વ. શાંતિલાલ કેવશજીભાઇ તથા  ગિરીધરલાલ કેશવજીભાઇ પાઉંના બેનનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, મોસાળ પક્ષની સાદડી તા.27ના 4 થી 4-30ના તેમના નિવાસસ્થાને છે.

ગઢડા (સ્વામીના): સ્વ. કમળાશંકર મણિશંકર ત્રિવેદી (ઉર્ફે કમલ લહેરી કવિ)ના મોટા પુત્ર, દેવેન્દ્રભાઇ (ડી.કે. ત્રિવેદી) (રિટાયર્ડ સુપરવાઇઝર એમ.એમ.હાઇસ્કૂલ) તે ઋષિકુમાર  (મહુવા), જયંતભાઇ (ભાવનગર), રાજેન્દ્રભાઇ  (અમદાવાદ), અજયભાઇ (ગઢડા સ્વા.) વિભાબેન (અમદાવાદ), ગીતાબેન  અમદાવાદના પિતાશ્રી, અલકાબેન, ચેતનાબેન, જાનવીબેન, શીતલબેનના સસરા, સ્વ. શિરીષકુમાર (એસબીઆઇ), સ્વ. જનકકુમારના સસરા, પવનકુમાર (રાજકોટ)ના મોટા ભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. મંગળાબેન, સ્વ. મધુબેન, માલતીબેનના ભાઇ, સ્વ. ગુણવંતરાય બધેકા, સ્વ. રસિકલાલ, સ્વ. બિપીનચંદ્રના સાળા, રવિ (સુરત), ડો. અભિષેક (ભાવનગર), ડો. ધારા (ભાવનગર), શ્વેતા, ધીમહિ, રુદ્રાક્ષના દાદા, બચુભાઇ નાનુભાઇ ભટ્ટ (સોલીસિટર ભાવનગર)ના જમાઇનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.27ના 3 થી 6 સોમનાથ મધરપાટ, ગઢડા (સ્વામીના) છે.

સાવરકુંડલા: સૌ. ત્રિ. મેવાડા બ્રાહ્મણ ભરતકુમાર પરષોતમદાસ મહેતા (ઉ71) મહુવા તે પ્રતાપભાઇ હરિલાલ ત્રિવેદી, પ્રવીણભાઇ દુર્લભજીભાઇ ઉપાધ્યાયના બનેવી, હિમાંશુભાઇના ફૂવાનું તા.22ના અવસાન થયું છે. સંયુકત સાદડી તા.27ના સાંજે 4 થી 6 શ્રી એકલિંગજી ઉપવન, અમરેલી રોડ, સાવરકુંડલા છે.

રાજકોટ: જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ ભાસ્કરભાઇ (અવિનાશ) સિધ્ધવંતલાલ જોષીપુરા (નિવૃત્ત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) (ઉ.86) તે અપૂર્વ, સ્નેહા અભય વૈષ્ણવના પિતાશ્રી, જ્યોતના દાદાનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.27ના સાંજે 4-30  થી 5-30 ‘બાલકુંજ હોબી સેન્ટર’ વિવેકાનંદ સોસાયટી મેઇન રોડ, રેસકોર્ષ પાછળ એરપોર્ટ ફાટક પાસે રાજકોટ છે.

પડધરી: જગદીશભાઇ ડાયાલાલ નાગરનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6 પડધેશ્વર મહાદેવ મંદિર, પડધરી છે.

દ્વારકા: વેપારી અગ્રણી સ્વ. મણીલાલ નાથાલાલ તન્નાના પુત્ર જીતેન્દ્રભાઇ તન્ના (ઉ.63) તે મનિષભાઇ, ચેતનભાઇ, બિપીનભાઇ તથા કિર્તીબેન વિઠલાણીના મોટા ભાઇ, ચાંદની અને દેવાંગના પિતા, દીપિકાબેનના પતિનું તા.26ના મુંબઇમાં અવસાન થયું હતું.

જસદણ: રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) ભાનુશંકરભાઇ તેજાગોરભાઇ તેરૈયા (ઉ.82) તે બીપીનભાઇ, સંજયભાઇ, સુરેશભાઇ અને હરેશભાઇના પિતા, રવિરાજ, વૈશાલીબેન અતુલભાઇ મંડીર (કોરડા), પ્રશાંત, કર્મરાજના દાદાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6 વૃંદાવન સોસાયટી, વીંછીયા રોડ, સોની જ્ઞાતિની વાડી પાછળ, જસદણ છે.

સાવરકુંડલા:  કૌશિકભાઇ જયંતીલાલ જોષી (ઉ.61)નું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4 થી 6 શ્રીજી પાર્ક શેરી નં.3, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, રૈયા રોડ, એચ.પી. પેટ્રોલ પંપની સામે રાજકોટ છે.

સાવરકુંડલા: હર્ષાબેન માખેચા (ઉ.59) તે હસમુખરાય માખેચાના પત્ની તથા કેતનભાઇ, અજયભાઇના માતાનું અવસાન થયું છે. ઉઠમણું તા.27નાં સાંજે 4 થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, જેસર રોડ સાવરકુંડલા છે.

સાવરકુંડલા: પ્રભાબેન મધુભાઇ કાચા (ઉ.61) તે મધુભાઇના પત્નીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27નાં સાંજે 4 થી 6 કાનજી બાપુ ઉપવન વાડી, પારેખ વાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: પ્રવિણભાઇ ઘુસાભાઇ ટાંક (ઉ.63) તે વિનોદભાઇ, કિશોરભાઇ, હરેશભાઇના ભાઇનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના 4 થી 6 રઘુવંશીપરા ખોડીયાર મંદિર પાસે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: હંસાબેન મનસુખલાલ કારીયા (ઉ.76) તે જીતેન્દ્રભાઇ, જીગ્નેશભાઇ, દિનેશભાઇના માતાનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના 4 થી 6 ૐ કારેશ્વર મહાદેવ મંદિર, જેસર રોડ, સાવરકુંડલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક