• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

avshan nodh

જિલ્લા પંચાયતના પ્રમુખ-ખંભાળિયા યાર્ડના ચેરમેનના સ્વ.દોહિત્રને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

ખંભાળિયા : ખંભાળિયા માર્કાટિંગ યાર્ડના ચેરમેન અને રાજપૂત સમાજ અગ્રણી પી.એસ.જાડેજાના દોહીત્ર આદિત્યાસિંહ (ઉં.વ.15)નું ગઈકાલે અવસાન થતા ખંભાળીયા માર્કાટિંગ યાર્ડ ખાતે આજે ખંભાળિયા માર્કાટિંગ યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. તા.8ને ગુરુવારે સવારે 10થી 12 વાગ્યા સુધી બેઠક રોડ ઉપર રાજપૂત સમાજ વાડી ખાતે બેસણું છે.

 

ચાડિયા ગામના ખેડૂત અગ્રણી રવજીભાઈ ગજેરાનું અવસાન

ચલાલા: અમરેલી તાલુકાના ચાડિયા ગામના ખેડૂત અગ્રણી રવજીભાઈ નાગજીભાઈ ગજેરાનું તા.4ને રવિવારે અવસાન થયું છે. અમરેલી જિલ્લામાં સમસ્ત પટેલ સહિત સમાજમાં શોક સાથે દુ:ખની લાગણી વ્યાપી છે. સ્વ.રવજીભાઈ ગજેરા શાંત, સરળ, સહજ, માયાળુ અને ખુબ જ પરોપકારી સ્વભાવના હતા. ધર્મ પરાયણી હતા. તેઓ હસમુખભાઈ ગજેરા અને નરેન્દ્રભાઈ ગજેરાના પિતા થાય. બેસણું તા.8ને ગુરુવારે સવારે 8થી સાંજના 5 સુધી ચાડિયા ગામે ગજેરા શેરીમાં છે.

 

ભાવનગર સ્વામી સહજાનંદ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટીના પત્નીનું અવસાન

ભાવનગર: સરયૂબેન તે પ્રો. સુરેશભાઇ રવજીભાઇ સવાણી (નિવૃત્ત અધ્યક્ષ, વાણિજય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મેનેજીંગ ટ્રસ્ટી, સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભાવનગર)ના પત્ની તે ડો. મનાલી સુજલ પરીખ (અમદાવાદ), ડો. પ્રકૃતિ નીલ પટેલ (અમેરિકા)ના માતુશ્રી, ચિ. કિઆન અને ચિ. કિઆનાના નાનીમા તથા હિરેનભાઇ સવાણી તથા જીતેન્દ્રભાઇ સવાણીના ભાભી, જાદવભાઇ રણછોડભાઇ ડોબરીયા (અડતાળા)ના દીકરીનું  તા.5ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 સ્વામી સહજાનંદ કોલેજ, પ્લોટ નં. 639, ઇસ્કોન મેગા સીટી, ભાવનગર ખાતે રાખેલ છે.

 

ભાટિયા: રાણા નિવાસી બરડાઇ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના નરોતમભાઇ પોપટલાલ આરંભડિયા તે અમુભાઇ (પોરબંદર), રમેશભાઇ, નટુભાઇ અને જગદીશભાઇના મોટા ભાઇનું તા.4ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 4-30 રાણ મુકામે રાખેલ છે.

સરવા: રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) સરવા નિવાસી શાંતાબેન (વાળીબાઇબેન) રામશંકરભાઇ મંડિર (ઉ.91)નું તા.3ના રોજ અવસાન થયું છે. તે સ્વ. રામશંકરભાઇ નાનજીભાઇ મંડિરના પત્ની, તેમજ ભરતભાઇ રામશંકરભાઇ મંડિર (સુરત), પરશુરામભાઇ રામશંકરભાઇ મંડિર (રાજકોટ), જનકભાઇ રામશંકરભાઇ મંડિર (રાજકોટ) તેમજ નિમુબેન રવિશંકરભાઇ મહેતા (સુરત), ગં.સ્વ. લીલાબેન ભોળાશંકરભાઇ જોશી  (બાઢડા), હંસાબેન સુરેશકુમાર તેરૈયા (બાબરા)ના માતુશ્રી થાય. બેસણું તા.8ને ગુરૂવારે સાંજે 3 થી 5 અમારા નિવાસસ્થાને મુ. સરવા, તા. બોટાદ, ઉપલો પ્લોટ ખાતે રાખેલ છે.

માંગરોળ: મીનાબેન મહેશભાઇ અધ્યારૂ (ઉ.61) તે રવિશંકર રેવાશંકર (મુળ વિરાર, મુંબઇ) (હાલ માંગરોળ)ના પુત્રવધૂ, વિભુતિબેન દિનેશભાઇ પંડયાના માતુશ્રી, લલિતભાઇ, મુકેશભાઇ, નિતિદાબેન સન્મુખરાય વ્યાસ (મહુવા, હાલ ભાવનગર) તથા ચેતનાબેન ચેતનભાઇ ભટ્ટ (રાજુલા)ના બહેનનું તા.4ના અવસાન થયું છે. બેસણું: તા.8ને ગુરૂવારે, સાંજે 4 થી 6 માંડવી ગેઇટ, હનુમાન મંદિર પાસેના નિવાસસ્થાને રાખેલ છે.

જામનગર: વિજયભાઇ બુચ (ઉ.76) (નિવૃત્ત આયુર્વેદ યુનિવર્સિટી) તે સ્વ. પ્રદ્યુમનભાઇ તથા સ્વ. હરસુતાબેનના પુત્ર, પ્રતિમાબેનના પતિ, ભસ્માંગ અને જલધિના પિતા, હિરેનભાઇ તથા કૃપાલીના સસરા, શકુંતલા ઉપેન્દ્રભાઇ માંકડ, સ્વ. નલિની લલિતભાઇ માંકડ, કિરીટભાઇ, સુધીરભાઇ, હિના ભદ્રેશભાઇ માંકડ, ઇલા જગદીપભાઇ પોટા, સ્વ. જાગૃતિ શૈલેષભાઇ ધોળકિયા, હરીશભાઇ તથા ગાયત્રી કૃણાલભાઇ વસાવડાના ભાઇ, સ્વ. પીયુષભાઇ તથા હર્ષેન્દુભાઇ છાયાના બનેવી તા.5ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા તા.7ને બુધવારે સાંજે 5 થી 6 હાટકેશ હોલ, હાટકેશ્વર મંદિર, હવાઇ ચોક, જામનગર ખાતે છે.

જામનગર: જામવણથલી નિવાસી હાલ જામનગર પ્રવિણાબેન મોહનભાઈ મહેતા (ટિકુબેન)(ઉં.વ.72) તે અશોકભાઈ મહેતા (નિવૃત્ત શિક્ષક)ના બહેન, સ્વ.જયસુખલાલ ખુશાલચંદ મહેતા (છાપાવાળા)ના ભાણેજનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ને મંગળવારે સવારે 10 વાગ્યે, વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ ઉપાશ્રય, લાલબાગ, ચાંદીબજાર, જામનગર ખાતે છે. લૌકિક વહેવાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક