ઉત્તરાખંડમાં
હાડ થીજવતી ઠંડી
નવી
દિલ્હી, તા. 15 : ઉત્તર ભારતમાં શરદીનું જોર યથાવત છે. કાશ્મીરમાં લઘુતમ તપામાન છેલ્લા
ઘણા દિવસોથી શૂન્યથી પણ નીચે છે, જેના કારણે બુધવારે ડલ સરોવર અને કાશ્મીરના અને જળસ્રોત
જામી ગયા હતા.
શ્રીનગરમાં
મંગળવારે રાત્રે લઘતમ પારો માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તરાખંડના હરિદ્વારમાં
હાડ થીજવતી ઠંડીએ પકડ જમાવી છે.
એક
મીડિયા હેવાલ મુજબ, કાશ્મીરમાં લઘુતમ તાપમાન માઈનસમાં જતાં ડલ સરોવર સહિતના જળાશયો
થીજી ગયા હતા. બીજીબાજુ રાજસ્થાનમાં પણ તપામાન માઈનસમાં પહોંચ્યું હતું. બુધવારે માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું, તો સીકરના ફતેહપુરમાં તાપમાન 0.2 ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં 19 જાન્યુઆરીથી
સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.