• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

રાજકોટમાં શ્રેયસ અય્યર પાસે ઝડપી 3000 રનના રેકોર્ડની તક

રાજકોટ તા.13: ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ બુધવારે અહીં રમાનાર બીજા વન ડે મેચ દરમિયાન ભારતીય ટીમના ઉપ કપ્તાન શ્રેયસ અય્યર પાસે એક વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરવાની તક છે. અય્યર વન ડે ફોર્મેટમાં તેના 3000 રન પૂરા કરવાથી ફકત 34 રન દૂર છે. જો તે રાજકોટમાં 34 રન કરી લેશે તો રેકોર્ડબૂકમાં તેનું નામ લખાઇ જશે. અસલમાં શ્રેયસ અય્યર ભારત તરફથી સૌથી ઝડપી 3000 વન ડે રન કરનારો બેટધર બની જશે. શ્રેયસ આ મામલે દિગ્ગજ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી અને રોહિત શર્માને પાછળ રાખી દેશે. હાલ આ રેકોર્ડ શિખર ધવનના નામે છે.

શિખર ધવને 3000 રનના માઇલ સ્ટોને પહોંચવા 72 વન ડે ઇનિંગ રમી હતી. જયારે વિરાટ કોહલી આ માટે 7પ ઇનિંગ રમ્યો હતો. શ્રેયસ અય્યર હાલ 68 ઇનિંગમાં 2966 રન કરી ચૂકયો છે. જો તે રાજકોટમાં 34 રન બનાવી લેશે તો માત્ર 69 ઇનિંગમાં 3000 રનના આંકડે પહોંચી જશે. સાથમાં વિશ્વ સૂચિમાં મહાન વિવિયન રિચર્ડસ સાથે સંયુકતરૂપે ચોથા નંબર પર આવી જશે. રિચર્ડસે પણ 69 વન ડે ઇનિંગ રમી 3000 રન પૂરા કર્યાં હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક