• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

વિજય હઝારે ટ્રોફીમાં વિદર્ભ ફાઇનલમાં

ગત ચેમ્પિયન કર્ણાટક વિરૂધ્ધ 6 વિકેટે શાનદાર વિજય

બેંગ્લુરુ તા.1પ: વિજય હઝારે ટ્રોફીના સેમિ ફાઇનલમાં ગત ચેમ્પિયન કર્ણાટક વિરૂધ્ધ 6 વિકેટની શાનદાર જીત સાથે વિદર્ભ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જયાં તેની ટકકર સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચેના બીજા સેમિની વિજેતા ટીમ સામે થશે. આજે રમાયેલા પ્રથમ સેમિ ફાઇનલમાં પંજાબ ટીમ 49.4 ઓવરમાં 280 રને ઓલઆઉટ થઇ હતી. વિદર્ભે 46.2 ઓવરમાં 4 વિકેટે 284 રન કરીને 22 દડા બાકી રાખી 6 વિકેટે જીત મેળવી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો.

વિદર્ભ તરફથી દર્શન નાલકંડેએ 48 રનમાં પ વિકેટ લીધી હતી. જયારે અમન મોખાડેએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 122 દડામાં 12 ચોક્કા અને 2 છક્કાથી 138 રન કર્યાં હતા. આ સિવાય રાજકુમાર સમર્થે 76 અને ધ્રુવ શૌરીએ 47 રન કર્યાં હતા. કર્ણાટકના અભિલાષ શેટ્ટીને 3 વિકેટ મળી હતી.

અગાઉ કરૂણ નાયરના 76, ક્રિશાંગ શ્રીજીતના પ4 અને શ્રેયસ ગોપાલના 36 રનથી કર્ણાટક ટીમ 280 રને ઓલઆઉટ થઇ હતી. રનમશીન દેવદત્ત પડીકકલ 4 અને કપ્તાન મયંક યાદવ 9 રને આઉટ તયા હતા. વિદર્ભ તરફથી દર્શનની પ વિકેટ ઉપરાંત યશ ઠાકુરને 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક