પોલીસ
અને ફાયર ડિપાર્ટમેન્ટની બેદરકારી, હું શા માટે મહાભિયોગનો સામનો કરું?: જસ્ટિસ વર્માનો
બચાવ
નવી
દિલ્હી, તા.1પ: રોકડકાંડ અને ભ્રષ્ટાચારનાં આરોપમાં મહાભિયોગની પ્રક્રિયાનો સામનો કરતાં
અલ્હાબાદ હાઈકોર્ટનાં ન્યાયધીશ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યા બાદ આખરે
સંસદીય તપાસ સમિતિ સમક્ષ રજૂ થયા હતાં. આ દરમિયાન તેમણે પોતાને નિર્દોષ ગણાવીને કહ્યું
હતું કે, દિલ્હી સ્થિત તેમનાં આવાસમાં આગ લાગી ત્યારે તેઓ પોતાનાં ઘરમાં હાજર નહોતાં.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, ત્યાંથી કોઈ જ રોકડ પણ મળી આવી નહોતી.
લોકસભા
સ્પીકર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ તેમણે પોતાનો જોરદાર બચાવ કર્યો હતો. મળતા
અહેવાલો અનુસાર તેમણે તપાસ સમિતિની સમક્ષ એવી દલીલ આપી હતી કે, આગની ઘટના બની ત્યારે
તેઓ સ્થળ ઉપર પહોંચનાર પહેલા વ્યક્તિ નહોતા. માટે પોલીસ કે ફાયર ડિપાર્ટમેન્ટની કથિત
બેદરકારી માટે તેમને જવાબદાર ઠરાવી શકાય નહીં. જો પોલીસ અધિકારી તેમનાં આવાસને સલામત
રાખવામાં નિષ્ફળ રહે તો તેનું નુકસાન પોતે શા માટે ભોગવે? શા માટે મહાભિયોગ લાવવો જોઈએ?
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ઘટના સમયે કોઈ ચીજ મળી આવી નહોતી. સ્થળ ઉપરથી રોકડ
મળવાનાં દાવા તો પછી સામે આવ્યા.