ઈરાની
વિદેશ મંત્રી અને જયશંકર વચ્ચે થઈ બદલતી સ્થિતિ અંગે વિસ્તારથી ચર્ચા
નવી
દિલ્હી, તા. 15 : ઈરાનમાં મોટાપાયે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને સરકારી દમન વચ્ચે
ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને ફોન કર્યો
હતો. બન્ને નેતાઓ વચ્ચે ઈરાન અને તેની આસપાસ ઝડપથી બદલી રહેલી સ્થિતિ અંગે વિસ્તારથી
વાતચીત થઈ હતી. જયશંકરે સોશિયલ મીડિયા એકાઉન્ટ
એક્સ ઉપર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ઈરાની વિદેશ મંત્રીનો ફોન આવ્યો હતો. તેમણે ઈરાન
અને તેની આસપાસ બની રહેલી સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી. આ ફોન કોલ એવા સમયે આવ્યો છે જ્યારે
ઈરાનમાં ખામેનેઈ શાસન સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનની શરૂઆત
આર્થિક સંકટથી થઈ હતી અને પૂરા દેશમાં શાસન વિરોધી આંદોલનમાં તબદીલ થયું છે.
ઈરાનમાંથી
ભારતીયોને પરત લાવશે સરકાર : આજે પહેલું પ્લેન આવે તેવી શક્યતા
નવીદિલ્હી,
તા.1પ: ઈરાનમાં સતત વધતા તનાવ વચ્ચે ભારત સરકારે ત્યાં અટવાયેલા ભારતીય નાગરિકોને સલામત
બહાર કાઢવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે. હવે સૂત્રોમાંથી જાણવા મળે છે કે, આવતીકાલે
શુક્રવારે ભારતીયોનાં પહેલા જથ્થાને લઈને પહેલું વિમાન પરત આવી શકે છે. તેહરાનમાં ભારતીય
દૂતાવાસે વિભિન્ન ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં ભારતીય છાત્રોનો સંપર્ક શરૂ કરી દીધો છે
અને જાણવાનાં પ્રયાસ કરવા માંડયા છે કે ત્યાંથી કોણ ભારત પરત ફરવા માગે છે.
ટ્રમ્પની
ધમકીની અસર ? ફાંસીથી પલટયું ઈરાન
સરકારી
ટીવી ચેનલ ઉપર ન્યાયપાલિકાએ કહ્યું, આરોપી સુલ્તાની ઉપર મૃત્યુદંડ જેવા આરોપ નથી
તેહરાન,
તા. 15 : શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણને જોઈને ઈરાનની ખામેનેઈ
સરકાર પીછેહટ કરી ચુકી છે ? આ સવાલ એટલે ઉઠી રહ્યો છે કારણ કે હવે ઈરાનની ન્યાયપાલિકાએ
પણ સ્પષ્ટ કર્યું છે કે 26 વર્ષના ધરપકડ કરાયેલા પ્રદર્શનકારી ઈરફાન સુલ્તાનીને ફાંસી
આપશે નહી. વધુમાં એમ પણ કહ્યું હતું કે સુલ્તાની ઉપર એવા આરોપ જ નથી કે તેને મૃત્યુદંડની
સજા આપી શકાય. સુલ્તાની વર્તમાન અશાંતિ શરૂ થયા બાદ મૃત્યુદંડ મેળવનારો પહેલો ઈરાની
પ્રદર્શનકારી બન્યો હતો.