• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

U-19 વિશ્વ કપમાં ભારતનો વિજયી પ્રારંભ

હેનિલ પટેલની 5 વિકેટથી અમેરિકા સામે જીત

બુલાવાયો તા.1પ: યુવા ઝડપી બોલર હેનિલ પટેલની કાતિલ બોલિંગની મદદથી અન્ડર-19 વિશ્વ કપના પ્રારંભિક મેચમાં ભારતનો અમેરિકા ટીમ વિરૂધ્ધ વરસાદગ્રસ્ત મેચમાં ડકવર્થ લૂઇસ નિયમથી 118 દડા બાકી રહેતા 6 વિકેટે ભવ્ય વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ હેનિલ પટેલે 7 ઓવરમાં 16 રનમાં પ વિકેટ ઝડપી હતી. આથી અમેરિકી ટીમ 3પ.2 ઓવરમાં 107 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ પછી વરસાદને લીધે ભારતને 37 ઓવરમાં 96 રનનો સંશોધિત વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જો કે ત્યાં સુધી પહોંચવામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

કપ્તાન આયષ મ્હાત્રે 19, 14 વર્ષીય સનસની વૈભવ સૂર્યવંશી 2, વેદાંત ત્રિવેદી 2 અને વિહાન મલ્હોત્રા 18 રને આઉટ થયા હતા. અભિજ્ઞાન કુંડુ 42 અને કનિષ્ક ચૌહાણ 10 રને અણનમ રહ્યા હતા. આથી ભારતીય યુવા ટીમે 17.2 ઓવરમાં 4 વિકેટે 99 રન કરી અન્ડર-19 વર્લ્ડ કપનો શાનદાર વિજય સાથે પ્રારંભ કર્યોં હતો.

આ પહેલા અમેરિકા ટીમના 107 રન થયા હતા. જેમાં નિતીશ સંધૂના 36 રન મુખ્ય હતા. ભારત તરફથી હેનિલ પટેલની પ વિકેટ ઉપરાંત દીપેશ, અમબ્રિશ, ખિલન અને વૈભવને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક