ચક્ષુદાન
રાજકોટ:
વેરાવળ તાલુકાના નાખડા ગામના લાખાભાઈ કચરાભાઈ વાઢેરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા
અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન,
દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 789 ચક્ષુદાન થયેલું છે.
રાજકોટ:
લતીપુર નિવાસી હાલ રાજકોટ જયાબેન (ઉ.90) તે સ્વ. શાંતિલાલ રૂપચંદ મહેતાના પત્ની, જયેશભાઇ
તથા ભારતીબેન દીપકભાઇ મોદીના માતુશ્રી, નિકિતા વિસ્મય ગોલવાલાના દાદી તે મનસુખભાઇ તથા
કનુભાઇના બહેનનું તા.6ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: તા.8ને ગુરૂવારે સવારે 10 વાગ્યે
નેમિનાથ વિતરાગ ઉપાશ્રય, નેમિનાથ સોસાયટી, રૈયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.
રાજકોટ:
ગુજરાતી મચ્છુ કઠિયા સરોજબેન (ઉ.65) તે સ્વ. ધીરૂભાઇ પ્રેમજીભાઇ ચૌહાણના પત્ની તથા
સ્વ. દીપકભાઇ તથા દિનેશભાઇ તથા પ્રકાશભાઇ ચૌહાણના ભાભી તથા કાંતિભાઇ તથા અરવિંદભાઇ
નાથાભાઇ ચાવડાના બેનનું તા.5મીએ અવસાન થયું
છે. બંને પક્ષનું બેસણું: તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાઠોડ માંગલ્ય ભવન, સહયોગ વાડી,
ઢેબર રોડ, સ્વામિનારાયણ ગુરૂકુળની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
તાલાલા
ગીર: મુંબઇનાં રહીશ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ રાજીવભાઇ કાંતિલાલ મહેતા (આખા વાળા) (ઉ.52)
તે હર્ષદભાઇના પિતા તથા અશ્વિનભાઇ, હિતેષભાઇ અને બીમલભાઇના ભાઇનું તા.2ના રોજ અવસાન
થયું છે. પ્રાર્થના સભા: તા.10ને શનિવારે બપોરે 3 થી 5 નાથળીયા બ્રહ્મસમાજ વાડી, જૂનાગઢ
ખાતે રાખેલ છે.
રાજકોટ:
ઇન્દુબેન (ઉ.79) તે સ્વ. મુળજીભાઇ ધનજીભાઇ ચંદારાણાના પત્ની, હરીશભાઇ ચંદારાણા (નિવૃત્ત
પ્રોફેસર, દોશી કોલેજ, વાંકાનેર), ગિરીશભાઇ ચંદારાણા, અશ્વિનભાઇ ચંદારાણા તથા ગીતાબેન
વિજયભાઇ વિઠલાણીના માતુશ્રીનું તા.6ના રોજ
અવસાન થયું છે. પ્રાર્થના સભા અને પિયર પક્ષની સાદડી: તા.9ને શુક્રવારે સાંજે 4 થી
5 નીલકંઠ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે, રાજકોટ
ખાતે રાખેલ છે.
રાજકોટ: સોની અંદરજીભાઇ ખુશાલદાસ ઝીંઝુવાડીયાના પુત્ર ભાનુભાઇ
(ઉ.83) તે હરેશના પિતાનું તા.6ના રોજ અવસાન
થયું છે. બંને પક્ષનું બેસણું: તા.8ને ગુરૂવારે
સવારે 10-30 થી12 ખીજડા વાડી, યુનિટ નંબર-1, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
સરસ્વતીબેન મોહનલાલ ઠક્કર (ઉં.વ.105) તે ઘનશ્યામભાઈ અને સ્વ.હેમલતાબેન લક્ષ્મીચંદ પોપટના
માતા, ગુલાબબેન ઘનશ્યામભાઈ ઠક્કરના સાસુ, કિરણકુમાર ઘનશ્યામભાઈ ઠક્કર (કિરણ એસ્ટેટવાળા)
તથા અલકાબેન હર્ષિતકુમાર ધનેશાના દાદી, આદિત્ય ધનેશકાના પર નાની, સ્મિતાબેન, અનીતાબેન,
નિખિલભાઈના નાનીનું તા.પનાં અવસાન થયું છે. બેસણુ ગુરૂવાર તા.8ના સાંજે 4 થી 6 તેમના
નિવાસ સ્થાને છે.
પોરબંદર:
કાંતીલાલ લક્ષ્મીચંદ પારેખ (ધોળકિયા) (ઉં.વ.83) સ્વ.શશીકાંત તથા મનહરલાલના મોટાભાઈ,
સન્માન સિલ્વરવાળા કમલેશભાઈના પિતા તથા સાગરના દાદા તથા સીલાબેન (જૂનાગઢ), દિપ્તીબેન
(રાજકોટ), સ્વ.ગીતાબેન (જૂનાગઢ), નેહાબેન (રાજકોટ)ના પિતાનું તા.1ના અવસાન થયુ છે.
બેસણુ તા.8ના ગુરૂવારે વાઘેશ્વરી માતાજીવાડી, વાઘેશ્વરી પ્લોટ, ફુવારા પાસે, પોરબંદર
ખાતે સાંજે 4 થી 6 છે.
બોટાદ:
પ્રવિણસિંહ ગોહિલ તે સ્વ.અભેસિંહ નારણસિંહના પુત્ર તથા ખેગુંભાના મોટાભાઈ, વિરભદ્રસિંહ,
કૃષ્ણદેવસિંહ, શક્તિસિંહના પિતાજી, લગધીરસિંહ અને નરેન્દ્રસિંહના મોટાબાપુ તેમજ પૂર્વરાજસિંહ,
હિતરાજસિંહ અને પુષ્પરાજસિંહના દાદાનું તા.રના અવસાન થયુ છે. ઉત્તરક્રિયા તા.1રને સોમવારે
સમાજની વાડી, અલમપર મુકામે છે.
ખંભાળીયા:
હરેશભાઈ (ઉં.વ.74) તે વાલજી ખટાઉંવાળા સ્વ.કાનજીભાઈ પોપટભાઈ બરછાના પુત્ર, સ્વ.વનરાવનભાઈ,
સ્વ.ભગવાજીભાઈ, સ્વ.મનસુખભાઈ તથા સ્વ.ગુલાબભાઈના નાનાભાઈ તેમજ દર્શના પ્રતીકકુમાર લાખાણી
(જામનગર), ભક્તિ વિવેકકુમાર કોટક (રાજકોટ)ના પિતા, વલ્લભદાસ ગોકલદાસ લાલ (બ્લાંગીરવારા)ના
જમાઈ તથા મિત, ધર્મવીર અને હેતના નાનાનું તા.6ને મંગળવારે અવસાન થયુ છે.
મોટી
પાનેલી: મુક્તાબેન નરશીભાઈ અમલાણી (ઉ.વ.10ર) તે નાથાભાઈ, વિનોદભાઈ, વિપુલભાઈના માતા
તથા સ્વ.ગોરધનદાસ પ્રેમજીભાઈ રાજાણી (પોરબંદર)ના પુત્રીનું તા.7ને બુધવારે અવસાન થયુ
છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.8ને ગુરૂવારે સાંજે 4 થી પ શ્રી લોહાણા મહાજન વાડી,
મોટી પાનેલી ખાતે છે.
રાજકોટ:
હર્ષદભાઈ (ઉં.વ.78) તે સ્વ.ગિરધરલાલ ગોરધનદાસ જોબનપુત્રાના પુત્ર, સ્વ.રતિલાલભાઈ, સ્વ.ત્રિભુવનદાસના
નાનાભાઈ તથા ચંદ્રકાંતભાઈ, રમેશભાઈના મોટાભાઈ તેમજ યાજ્ઞિકભાઈ, જીજ્ઞેશભાઈ અને જતિનભાઈના
પિતા તેમજ ચેન્નાઈ નિવાસી સ્વ.અમરશીભાઈ પોપટભાઈ પબારીના જમાઈનું તા.6ના અવસાન થયુ છે.
ઉઠમણુ અને પિયર પક્ષની સાદડી તા.8ને ગુરૂવારે સાંજે પ કલાકે નટેશ્વર મહાદેવના મંદિરે,
શેઠ હાઈસ્કુલની બાજુમાં, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે છે.