• રવિવાર, 01 માર્ચ, 2026

avshan nodh

તાલાલા બ્રહ્મેશ્વર મંદિર મહિલા સત્સંગ મંડળ અગ્રણી ભારતીબેન ચુડાસમાનું અવસાન

તાલાલા ગીર: તાલાલા શહેરમાં હિરણ નદીના કાંઠે આવેલ સુપ્રસિદ્ધ ઉદાસીન આશ્રમના બ્રહ્મેશ્વર મહિલા સત્સંગ મંડળના અગ્રણી ભારતીબેન નરેન્દ્રભાઇ ચુડાસમાનું બીમારી સબબ અવસાન થયાના સમાચારથી આશ્રમના ભાવિકોમાં ગમગીની પ્રસરી ગઇ છે. ઉદાસીન આશ્રમના વિશાળ પાવન પરીસરમાં બ્રહ્મેશ્વરી મહાદેવ- મોટા હનુમાનજી તથા આશ્રમના સ્થાપક બ્રહ્મલીન મહંત સોબરનદાસ બાપુ વગેરે દેવી-દેવતા અને માતાજીના મંદિરો આવેલ છે. તમામ મંદિરોની નિયમિત સાફ સફાઇ, ભગવાન તથા માતાજીના વાઘા બદલવા ઉપરાંત આશ્રમમાં સત્સંગ, વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં સ્વર્ગસ્થ અમૂલ્ય સેવા સાથે મહત્વનું યોગદાન આપતા હતા. આશ્રમમાં  શ્રાવણ માસ દરમિયાન અખંડ ધૂન,  સપ્તાહની અગત્યની વ્યવસ્થાઓ મહિલા સત્સંગ મંડળ સંભાળતા જેમાં સ્વ. ભારતીબેન અગ્રેસર હતા. ભારતીબેનના અવસાનથી આશ્રમના તમામ ભાવિકોમાં ભારે ગમગીની સાથે નિરાશા છવાઇ હતી. ગણેશમુની બાપુના આશીર્વાદ સાથે આશ્રમના મહિલા સત્સંગ મંડળના બહેનોએ ભારતીબેનના આત્માની શાંતિ માટે તેમના નિવાસસ્થાને સત્સંગ સભા કરી ભાવભરી ભાવાંજલિ અર્પણ કરી હતી. આશ્રમના સંતો-મહંતોએ બ્રહ્મેશ્વર ભગવાનને પ્રાર્થના કરી હતી.

 

 

રાજકોટ: ચિંતનભાઈ હસમુખભાઈ ઠક્કર (ઉં.41) તે ભારતીબેન તથા હસમુખરાય ઠક્કર (રીટા.ડેવ.ઓફિસર ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની)ના પુત્ર, નેહાબેનના પતિ, નીલેશભાઈ, નિધિબેનના નાનાભાઈ, મીત તથા શ્રેયાના પિતા, ધર્મેશભાઈ સુચકના સાળા, રણજીતભાઈ ચૌહાણના જમાઈ, રાજુભાઈ જસાણી તથા યોગેશભાઈ જસાણીના ભાણેજનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28ને શનિવારે સાંજે 5થી 6, પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે. મો.નં.81415 18784, 91065 06494 

મોરબી: વીણાબેન ઉર્ફે (બકુબેન) છેલશંકરભાઈ પંડિત (ઉ.75) તે અશોકભાઈ પંડિતના બહેન, જીજ્ઞેશભાઈ તથા સમીરભાઈના ફૈબાનું તા.ર7ના અવસાન થયુ છે. બેસણુ તા.રનાં સાંજે 4 થી 6 ઔદિચ્ચ સહત્ર બ્રાહ્મણ સમાજની વાડી, વાંકાનેર દરવાજા પાસે, સબજેલ પાછળ, મોરબી છે.

ધ્રોલ: સ્વ.કેશુભા જાડેજાના પત્ની પુરીબા (ઉં.10ર) તે જીતુભા, સ્વ.મહીપતસિંહ, મહેન્દ્રસિંહ (રાજભા)ના માતાનું તા.ર7ના અવસાન થયું છે. તા.રના તેમના નિવાસ સ્થાને આનંદનગર સોસાયટી, રાજકોટ જામનગર હાઈવે ત્રિકોણબાગની સામે, ધ્રોલ છે.

ઉપલેટા: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ.તુલજાશંકર હીરાલાલ વ્યાસના પત્ની હસુમતીબેન (ઉ.87) તે સ્વ.દિલીપભાઈ, કમલેશભાઈ, રાજેશભાઈ, ભાવનાબેન હરેશકુમાર પંડયા (લાલપુર)ના માતા, ભગવતીપ્રસાદ રવિશંકર મહેતાના બહેનનું તા.ર6ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.રનાં સાંજે 4 થી 6 સોમનાથ મહાદેવના મંદિરે, ઉપલેટા છે.

રાજકોટ: દમયંતિબેન મુળચંદ્ર જીવરાજાની તે સ્વ.હરિશ્વંદ્રભાઈ, સ્વ.પ્રભુદાસભાઈના ભાઈ, સ્વ.મુળચંદ્ર વૃજલાલ જીવરાજાનીના પત્નિ, વિણાબેન, સ્વ.મહેશભાઈ, સ્વ.ભરતભાઈના માતા, સ્વ.ગોવિંદજી કારિયા (મોરબી)ના દિકરીનું તા.રપના વડોદરા ખાતે અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય ઈલાબેન મણિલાલ છાંટબાર (ઉ.73) તે મનુભાઈ દુલારી, સ્વ.વજુભાઈના ભાઈના પત્ની, સ્વ.ગોરધનદાસ કેશવજી, સ્વ.પરસોતમદાસ છાંટબાર (બાબરા)ના ભત્રીજાવહુ, મનહરભાઈ, ભૂપતભાઈ, ગિરીશભાઈ, પંકજભાઈ, ભરતભાઈના ભાભીનું તા.ર4ના જેતપુર ખાતે અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: હર્ષાબેન મનુગીરી ગોસ્વામી (ઉં.68) તે મનુગીરી કુવરગીરી ગોસ્વામીના પત્ની, સંજયગીરી તથા પંકજગીરીના માતાનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8ના સાંજે 4 થી 6 મહુવા રોડ, પંચવટી સોસાયટી, મામલતદાર સામે, સાવરકુંડલા છે.

ધારી: દશા મોઢ માંડલીયા રસીકલાલ ગાંગજીભાઈ ગાંધી (ઉ.86) તે સ્વ.હર્ષદ, વિરેન્દ્ર, રાજેશ, વિપુલના પિતા, ડો.બાબુલાલ ગાંધીના મોટાભાઈ, અંકુર ગાંધીના મોટા બાપુજી, ધૃવિલ, જેનીશ, કરણ તથા ધ્રુવના દાદાનું તા.ર6ના અવસાન થયું છે. બેસણુ તા.1/3નાં સાંજે 4 થી 6 લોહાણા મહાજન વાડી, ધારી છે.

ઉના: શિશુભારતી શાળાના સ્થાપક ડો.સુરેશભાઈ નારાયણરાવ ગોડબોલે (ઉ.90) તે મિલિન્દભાઈ, ડે.વંદનાબેન કેલકર, ડો.અજીતભાઈના પિતાનું તા.1પના વડોદરા મુકામે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.રને સાંજે 4 થી 6, શિશુ ભારતી સ્કૂલ ઉના છે.

રાજકોટ: ઝાલાવાડી સઈ સુથાર દરજી સ્વ.શામળજીભાઈ મુળજીભાઈ ગોહેલના પત્નિ મધુબેન (ઉ.6પ) તે જીતેન્દ્રભાઈ, ચિરાગભાઈના માતાનું તા.ર7ના અવસાન થયુ છે. બેસણુ તા.1નાં સાંજે 4 થી 6, આશાપુરા માતાજીના મંદિર, હુડકો, જુના બસ સ્ટેન્ડ પાસે, નવદિપ ડેરીવાળી શેરી, કોઠારીયા રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક