• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

કુકસવાડા: કેશોદના સ્વ.મંગળાબેન જયંતીભાઈ કોટક દ્વારા પાંચ વર્ષ પૂર્વે કરેલો ચક્ષુદાનનો પવિત્ર સંકલ્પ તેમના અવસાન બાદ પરિવારજનોએ પૂર્ણ કરતાં સેવા કાર્ય કર્યુ છે. સ્વ.મંગળાબેનનું અવસાન થતાં તેમના પુત્ર નવીનભાઈ જયંતીલાલ કોટકે તેમની માતાની અંતિમ ઈચ્છાને માન આપી ચક્ષુદાન માટે સહમતિ દર્શાવી. ભારત વિકાસ પરિષદના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણીયા તથા તેમની ટીમને જાણ કરાતા તેમના દ્વારા સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ સંગ્રહિત ચક્ષુઓ હવે જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન વ્યક્તિઓને નવી રોશની પ્રદાન કરશે. જે ભારત વિકાસ પરિષદની ટીમના ડો.તન્ના, આર.પી.સોલંકી, દિનેશભાઈ કાનાબાર, જગમાલભાઈ નંદાણીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ધોરાજી: ધોરાજીના મોટી પરબડીના હાલ ધોરાજીવાળાનું અવસાન થતાં ચક્ષુદાન કરવા અંગે પરિવારજનોએ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાને સાગર સોલંકીની જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડોક્ટર રેહાન હસન તથા મેડિકલ ટીમના રોહિત સૌંદરવા અને નીતિન ચુડાસમાએ સેવા આપેલ હતી. આ તકે કેવિનભાઈ ધઉવા, સાગરભાઈ સાવલીયા, ધીરુભાઈ ધઉવા, વ્રજ પાનસુરીયા, મિત વઘાસિયા, યોગેશ ધઉવા વગેરે ઉપસ્થિત હતા.

રાજકોટ: રાજકોટ નિવાસી જૈન સમાજના દિવાની કાયદાના વરિષ્ઠ ધારાશાત્રી વિરેન્દ્રભાઈ દોશીનું અવસાન થતા ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના સક્રિય કાર્યકર્તા ઉપીનભાઈ ભીમાણીના પ્રયાસથી સુરેશભાઈ, સિદ્ધાર્થભાઈ, રાહુલભાઈ, પારસભાઈ તેમજ પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સ્વ.વિરેન્દ્રભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિનાં સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા માર્ગદર્શન હતું. ડો.ધર્મેશ શાહ એ સહકાર આપેલ. સંસ્થાનું આ સળંગ 194મું ચક્ષુદાન છે.

દામનગર: કંચનબેન બચુભાઈ વાજા (ઉં.85) તે કિશોરભાઈ, દિનેશભાઈ, જયશ્રીબેન, રંજનબેન, દેવીબેન, ઈન્દુબેનના માતાનું તા.24ના અવસાન થયું છે. સાદડી તા.26ના તેમના નિવાસ સ્થાને વૈજનાથ નગરમાં છે.

ચલાલા: ચલાલા મીઠાપુર (ડુંગરી) પટેલ સમાજના અગ્રણી મનસુખભાઈ વાઘાણી, રસિકભાઈ લાલજીભાઈ વાઘાણીના લઘુબંધુ ભરતભાઈ લાલજીભાઈ વાઘાણીના પુત્ર કૌશીકભાઈ (ઉં.29)નું તા.25ના અમદાવાદમાં અવસાન થયું છે. બેસણું તા.26ના સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન, હનુમાનપરા, મીઠાપુર-ચલાલા ખાતે છે.

જામનગર: જામનગર નિવાસી સતીશચંદ્ર ચંદ્રકાંતભાઈ (ઉં.84)(નિવૃત્ત જીઈબી કર્મચારી) તે સીમાબેનના પતિ, જ્યોત્સનાબેન, આશાબેન, શોભાબેનના ભાઈ અને સંદીપભાઈ (એકમે ઈન્ડસ્ટ્રીઝ), પારસભાઈ (ટીસીએસ બરોડા)ના પિતા, પ્રેરણાબેનના સસરા, નિશાંતના દાદાનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ (સેલર), જામનગર છે.

કાલાવડ: કડેચા રતિલાલ જેઠાલાલ (ઉં.91) તે જયંતભાઈ, નિલેશભાઈ, ભારતીબેન, દેવીબેનના પિતાશ્રી, કીરીટભાઈ રાજપરા, નરેન્દ્રભાઈ મોનાણીના સસરા, જયકિશન, ગોપાલ, જયના દાદાનું તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સાંજે 4 થી 6, ભાટીયા મહાજન,

કાલાવડ છે.

રાજકોટ: ચંદ્રકાંતભાઈ અવિચળભાઈ પીઠડિયા (ઉં.69)નું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 5 થી 6, પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હડીયાણા ચોવીસી સ્વ.બિપીનચંદ્ર સૂર્યકાંતભાઈ વ્યાસ (સીબીઆઈ, ફૌજી)ના પુત્ર હાર્દિકભાઈ તે નિશીથના નાનાભાઈ, સ્વ.અશોકભાઈ તથા વિજયભાઈના ભત્રીજાનું અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4-30 થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ, 9-માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કૂલ પાસે, 80 ફુટ રોડ, રાજકોટ છે.

જામનગર: સ્વ.નટવરલાલ જગજીવન માણેકના પત્ની ભાનુબેન (ઉં.90) તે ચંદ્રિકાબેન, કિશોરભાઈ, ભરતભાઈ માણેક (ગોકુલ પ્રોવિઝન સ્ટોર), સ્વ.અશોકભાઈ માણેક (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક)ના માતા તથા ઓમ, ઋદ્ધિ, રિયાના દાદીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.26ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે સાથે છે.

જેતપુર : હર્ષદભાઈ ભીખાભાઈ જાની (ઉં.63) તે નરેન્દ્રભાઈ, હંસાબેન જયેશકુમાર ત્રિવેદી (જામનગર), હીનાબેન પ્રફુલકુમાર મહેતા (જૂનાગઢ)ના મોટાભાઈ, દર્શન, ધ્રુવીત અને નંદનીના દાદાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, કોટડિયા વાડી પાસે, જેતપુર છે.

સાવરકુંડલા: કૌશીકભાઈ મજીઠિયા (ઉં.45) તે મનસુખભાઈ લાલજીભાઈ મજીઠિયાના પુત્ર, ઘનશ્યામભાઈના ભાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 6, લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ચંદ્રિકાબેન હરસોરા (ઉં.57) તે નટુભાઈ ભીખાભાઈ હરસોરાનાં પત્નીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 6, નંદીગ્રામ સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા છે.

પોરબંદર: છાયાનાં લતાબેન લક્ષ્મીદાસ અટારા (ઉં.67) તે તુષારભાઈ, દીપેનભાઈ, ચંદ્રેશભાઈ તથા સંગીતાબેન રાજેશભાઈ સાંગાણીનાં માતા તથા કલ્યાણજી કેશવજી ઠકરારનાં બહેનનું તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના 4થી 4-30, છાયાની લોહાણા મહાજન વાડી ખાતે છે.

રાજકોટ: દલસુખરાય વ્રજલાલ રવાણી (ઉં.92) તે વિજયાબેનના પતિ, સ્વ.મનસુખભાઈ, દિનેશભાઈ, સ્વ.ગુણવંતભાઈના ભાઈ, નવીનભાઈ બાટવિયાના બનેવી, સ્વ.મયુર, હિના, ઉર્વશી, રૂપેશના પિતા, પરેશભાઈ મહેતા, સ્મીતાબેન વ્યાસના સસરા, રૂજુતાના દાદાનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સવારે 10થી 10-30 અને પ્રાર્થનાસભા 11થી 12, શેઠ ઉપાશ્રય, ગિરિરાજ હોસ્પિટલ પાસે, રાજકોટ છે.

બગસરા: નટવરનગર નિવાસી સ્વર્ગસ્થ મનજીભાઈ કાનજીભાઈ દેસાઈનાં પત્ની અંબાબેન (ઉં.97) તે રસીલાબેન (આંકડિયા) ડાહીબેન (બગસરા), જયાબેન (ઢોળવા), મુક્તાબેન (સુરત), દયાબેન (ઝાંઝરીયા), મેનાબેન (સુરત)નાં માતાનું તા.25ના અવસાન થયું છે.

બગસરા: અસ્તળની જગ્યાના નિવાસી વિનોદરાય નરસિંહદાસ દેવમુરારી તે રાજુભાઈ, દિલીપભાઈના પિતા, પાર્થભાઈ, શિવાભાઈના દાદાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, નદીપરા, અસ્તળની  જગ્યાએ છે.

ઇ-પેપરના નવા શુલ્ક