• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

avshan nodh

દેહદાન

રાજકોટ: પરસાણા મનસુખભાઈ વસ્તાભાઈનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા 65મું દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 816મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: કાંતિલાલ છગનલાલ ફીચડિયા (કાગદડીવાળા)ના પુત્ર ગિરીશભાઈ, રેખાબેન, રાજેશભાઈના મોટાભાઈ, નૈમીષ, તુષારના પિતા જીતેન્દ્રભાઈ કાંતિલાલ ફીચડિયા (જે.કે.)(ઉં.વ.66)નું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 3-30થી 5, ખીજડાવાળી શેરી નં.2, રાજકોટ છે. પિયર પક્ષનું બેસણું સાથે છે.

રાજકોટ: વિનોદરાય ભીંડોરા (ઉં.વ.91) તે સ્વ.જીવરાજભાઈ ખેતસીભાઈ ભીંડોરા (બામણબોર)વાળાના પુત્ર, સ્વ.િકશોરભાઈ, સ્વ.િકરીટભાઈના મોટાભાઈ, હરેશભાઈ, કૌશીકભાઈ, શ્રીમતિ વર્ષાબેન પ્રવિણભાઈ સોમૈયા, સ્વ.નીતાબેનના પિતા, સ્વ.રૂગનાથભાઈ વલ્લમજીભાઈ માણેક (વાંકાનેર)ના જમાઈનું તા.ર6ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર7ના સાંજે પ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકાટ: અલીયાબાડા નિવાસી હાલ લંડન સ્વ.નવલચંદ સવરાજ ફોફરીયાના જયેષ્ઠ પુત્ર કીર્તિભાઈ (ઉ.80) તે ગીરધરલાલ સવરાજ ફોફરીયાના ભત્રીજાનું મુંબઈ મુકામે અવસાન થયુ છે.

બાબરા: દાઉદી વ્હોરા હાતિમભાઈ અકબરઅલી કપાસી (ઉં.86) તે રસુલભાઈ, મનસુરભાઈ (જેતપુર), મોહમ્મદભાઈ, આબીદભાઈ અને મોઈઝભાઈના ભાઈ, શિરીનબેન (કુતિયાણા), ફરીદાબેન (દામનગર), જુમાનાબેન (બુરહાનપુર), સારાબેન (સાયલા), મુનીરાબેન (જેતપુર) અને જાકિરભાઈ અને જુઝરભાઈ (બાબરા)ના પિતાનું તા.ર6નાં અવસાન થયુ છે. જીયારત તા.ર7ના ઈશાની નમાઝ બાદ સાંજે 8 કલાકે મોટી મસ્જિદ ખાતે બાબરા છે.

રાજકોટ: વડનગરા નાગર રાજકોટના નિવાસી હાલ મુંબઈ ઉષાબેન મહેન્દ્રરાય અંતાણી (ઉ.96) તે આશા હેમેન્દ્ર મારૂ, અજયભાઈ, અમિતભાઈ, અક્ષયભાઈ અંતાણીના માતા, મીના અમિત અંતાણીના સાસુ, પાર્થ, ખંજનના નાની, અપૂર્વ અને નેહા અંકિતના દાદીનું તા.રપના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પોરબંદર: રાણાવાવના મોહનલાલ આણંદજી થાનકી (ઉ.69) (િનવૃત્ત તાલુકા વિકાસ અધિકારી અને રાણાવાવ બર્ડાઈ બ્રહ્મ સમાજના પૂર્વપ્રમુખ) તે હરિપ્રિયાબેનના પતિ, ધવલભાઈ અને કુલદીપભાઈના પિતા, ગોરધનભાઈ, સ્વ.અર્જુનલાલના નાનાભાઈ, અવનીબેન અને જલ્પાબેનના સસરાનું તા.ર4ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર8ના 4 થી પ રાણાવાવ ખાતે વાડીપ્લોટમાં આવેલા તેમના નિવાસ સ્થાને છે.

અમરેલી: મનોજભાઈ મગનભાઈ પંડયા તે હંસાબેનના પતિ, વિમલભાઈના પિતા, સ્વ.દલસુખભાઈ, સ્વ.જયદેવપ્રસાદ, સ્વ.ઘનશ્યામભાઈના ભાઈનું તા.રપના અવસાન થયુ છે. બેસણુ તા.ર7નાં સાંજે 3 થી 7 ચક્કરગઢ રોડ, કરણ પાર્ક સોસાયટી, કામનાથ નગર પાસે, અમરેલી છે.

રાજકોટ: ઔદીચ્ય ઘેલારામજી પરિવારના રવિભાઈ (જીનવાળા) દામનગરના પુત્ર અનંતરાય તે ભરતભાઈ રાજગુરુ (િજલ્લા પંચાયત રાજકોટ)ના મોટાભાઈ, દીપાબેન વ્યાસ (સાવરકુંડલા)ના પિતાનું તા.રપના સાવરકુંડલા ખાતે અવસાન થયુ છે. બેસણુ તા.ર8નાં સાંજે પ થી 6 સૌરભ સોસાયટી હોલ, નેહરુ નગર પાછળ, રૈયા રોડ, રાજકોટ

ખાતે છે.

જુની ગઢાળી: જુની ગઢાળી નિવાસી સ્વ.સુખદેવસિંહ ગોવુભા ગોહિલના પત્ની જનકબા (ઉ.76) તે દશરથસિંહ સુખદેવસિંહ ગોહિલ (કર્મયોગી)ના માતા, બળદેવસિંહ, રેવતસિંહ, વીરદેવસિંહ, શક્તિસિંહના કાકીનું તા.ર6ના અવસાન

થયુ છે.

રાજકોટ: કૌશિકભાઈ ચંદ્રકાંતભાઈ વ્યાસ (કે.સી.વ્યાસ-એડવોકેટ) તે તેજલબેનના પતિ, પ્રણવભાઈના પિતા, પ્રવીણભાઈ ચંદ્રકાંતભાઈ વ્યાસ (પી.સી.વ્યાસ)ના નાનાભાઈ, નયનાબેન રજનીકાંતભાઈ પંડયા (લંડન), આરતીબેન નીરંજનભાઈ પંડયા (રાજકોટ), જયશ્રીબેન દીપકભાઈ ત્રિવેદી (અમદાવાદ)ના ભાઈ, સ્તુતીબેનના સસરા, સ્વ.ઈન્દ્રવદનભાઈ દિનકરપ્રસાદ વ્યાસના જમાઈનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું, શ્વસુર પક્ષનું બેસણું સાથે તા.27ના સાંજે 4થી 6, રાષ્ટ્રીય શાળા, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક