ચક્ષુદાન
રાજકોટ:
પ્રવિણભાઈ ચુનીભાઈ ખીમાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા તેમની દીકરી
અને રઘુવંશી અગ્રણી જાગૃતિબેન ખીમાણીની પ્રેરણાથી ચક્ષુદાન થયું છે. જનકલ્યાણ સાર્વજનિક
ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ 858મું ચક્ષુદાન થયું છે.
બગસરા:
ગોંડલ નિવાસી રંજનબેન (રસીલાબેન) જમનાદાસ મોડાસરા (ઉં.75) તે સ્વ.તુલસીદાસ પ્રભુદાસ
ભાનાણી, રસિકલાલ પ્રભુદાસ ભાનાણીના બહેનનું તા.19ના અવસાન થયું છે. સાદડી તા.21ના સવારે
11 થી 12 બગસરા મુકામે, બંગલી ચોક, લાલનો ડેલો ખાતે તથા રાજકોટમાં શ્યામ કુંવરબાઈ વાડી,
સોનીબજાર, દરબારગઢ પાસે, રાજકોટ છે.
જામખંભાળિયા:
અમૃતલાલ સવજીભાઈ જટણીયા (ઉં.80) તે સ્વ.સવજીભાઈ મુલજીભાઈ જટણીયા (પાનવાળા)ના મોટા પુત્રનું
તા.19ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 4 થી 4-30, જલારામ મંદિરે, મોહનલાલ
દ્વારકાદાસ બારાઈ, દ્વારકાવાળા તરફથી સાદડી સાથે રાખેલ છે.
જામનગર:
હેમાબેન ત્રિવેદી (ઉં.57) તે ભુપેન્દ્રભાઈ કાંતિલાલ ત્રિવેદીના પત્ની, ભરતભાઈ, રશ્મિબેન
હરકાંતભાઈ ત્રિવેદી (ભાવનગર)ના ભાભી, ચૈતન્ય ભુપેન્દ્રભાઈ ત્રિવેદી, માનસી, શિવાનીના
માતાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના 5-30 થી 6, નર્મદેશ્વર મહાદેવ મંદિર,
પંચવટી, કોમર્સ કોલેજ પાસે, જામનગર ખાતે છે.
કોડીનાર:
મુળ ગીર દેવળીવાળા હાલ કોડીનાર સ્વ.િત્રભોવનદાસ જીણાભાઈ પોપટના પત્ની ગંગાબેન (ઉં.96)
તે રમણીકભાઈ (જગદીશ ટ્રેડીંગ, માર્કેટીંગ યાર્ડ), સ્વ.છગનભાઈ, રાજુભાઈ, ગુણવંતભાઈ
(જલારામ પ્રોવિઝન), જશીબેન કાંતિલાલ નગદીયાના માતા, સ્વ.અરવિંદભાઈ ઓધવજીભાઈ દતા (રાજકોટ)ના
બહેનનું તા.18ના અવસાન થયું છે.
જામનગર:
હાલારી ભાનુશાળી જ્ઞાતિના મહેક પ્રશાંતભાઈ કનખરા (ઉં.21)નું તા.19ના અવસાન થયું છે.
ઉઠમણું તા.20ના બપોરે 4-30 થી 5 બહેનો માટે તેમજ 5-30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી
જ્ઞાતિની વાડી, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર છે.
ગોંડલ:
ઉજીબેન કાનજીભાઈ મકવાણા (ઉં.87) તે કિશોરભાઈના માતા, મનોજભાઈ, કિશનભાઈ, રોહીતભાઈ, સાહિલભાઈ,
કુલદીપભાઈના દાદીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 5 થી 7, મકવાણા નિવાસ,
સહજાનંદ નગર, ગોંડલ છે.
રાજકોટ:
વિમળાબેન સવાણી (ઉં.76) તે સ્વ.કાંતિલાલ હરજીવનદાસ સવાણીના પત્ની, ચેતનભાઈ, અતુલભાઈ
સવાણી તથા દિપ્તીબેન મજેઠીયાના માતા, રાજેશભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ સવાણી, ગીતાબેન હસમુખરાય
કોટકના કાકી, જયશ્રીબેન સવાણી અને વિરેનકુમાર મજેઠીયાના સાસુ, પ્રિયંક અને જેનીલના
દાદીનું તા.18ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.21ના સાંજે 4-30 થી
6, બી-601, પાર્શ્વનાથ હાઈટસ, નાગેશ્વર જૈન મંદિર પાસે, સૈનિક સોસાયટી, બસ સ્ટોપ રોડ,
જામનગર રોડ હાઈવે, રાજકોટ છે.
ઉના:
કંસારા ગુણવંતરાય આણંદભાઈ વાઢેળ (ઉં.76) તે મુગટભાઈ, મનહરભાઈ, અરવિંદભાઈ, નલીનભાઈના
ભાઈ, અલ્પેશભાઈ, દિવ્યાબેન, નીપાબેન, પ્રશાંતભાઈ, કવિતાબેનના પિતાનું તા.17ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.21ના સાંજે 4 થી 6, સ્ટેટ બેંક સોસાયટી, પ્લોટ નંબર-5, દેલવાડા
શ્રોડ, ઉના છે.
બોટાદ:
રાજેશભાઈ શરદભાઈ વ્યાસ (સણોસરા) તે અશોકભાઈ, ભરતભાઈ, શૈલેષભાઈ, તુષારભાઈ, દિલીપભાઈ,
રાહુલભાઈ, પિયુષભાઈના ભાઈ, શશીકાંતભાઈ, શાંતિભાઈ, મુકુંદભાઈ, ગુણવંતભાઈ જોષી (ઝરીયા)ના
ભાણેજનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સવારે 8 થી 12, મહાત્માનગર-2, કોલેજ
રોડ, ધંધુકા છે.