- ફેર મતદાન પહેલા જ તૃણમૂલને ઝટકો ઃ અભિષેક બેનરજીની નજીક ગણાતાં જહાંગીર ખાનનાં નિર્ણય પછી ભાજપ આક્રમક
નવી દિલ્હી,
તા.19ઃ
પશ્ચિમ બંગાળ
વિધાનસભાની ફલતા
બેઠક તા.21મી
મેનાં રોજ
યોજાનારા ફેર
મતદાન પહેલા
એક મોટો
રાજકીય ઉલટફેર
થઈ ગયો
છે. તૃણમૂલ
કોંગ્રેસના ઉમેદવાર
જહાંગીર ખાને
ચૂંટણી મેદાન
છોડવાની જાહેરાત
કરી છે.
પોતાને પુષ્પા
ગણાવનાર જહાંગીર
ખાને ચૂંટણીમાંથી
ખસી જવાની
ઘોષણા કર્યા
બાદ ચોમેર
પુષ્પા ઝૂક
ગયા જેવા
કટાક્ષ સાથે
તેની આલોચના
થઈ રહી
છે.
આ બાહુબલી
નેતાએ મંગળવારે
કહ્યું કે
હવે તેઓ
આગળ કોઈપણ
ચૂંટણી નહીં
લડે. ઉલ્લેખનીય
છે કે,
ખાનને ટીએમસી
સાંસદ અભિષેક
બેનરજીના કરીબી
માનવામાં આવે
છે. અભિષેક
બેનરજીના ડાયમંડ
હાર્બર લોકસભા
ક્ષેત્ર હેઠળ
આવતી ફલતા
વિધાનસભા બેઠક
પર ચૂંટણીમાં
ગડબડના આરોપો
બાદ ચૂંટણી
આયોગે અહીં
ફરી મતદાન
યોજવાની જાહેરાત
કરી હતી.
ભાજપ માટે
પ્રચાર કરી
રહેલા પક્ષના
પ્રદેશ અધ્યક્ષ
સમિક ભટ્ટાચાર્યએ
પણ આ
પરિસ્થિતિને લઈને
ટીએમસી પર
ટિપ્પણી કરતાં
પૂછ્યું હતું
કે અભિષેક
ક્યાં છે.
આ જ
રીતે મુખ્યમંત્રી
શુભેંદુ અધિકારીએ
પણ જહાંગીર
ખાન પર
નિશાન સાધતાં
કહ્યું હતું
કે પુષ્પા
ક્યાં ગાયબ
છે?