• મંગળવાર, 19 મે, 2026

આખા મિડલ ઈસ્ટને ઢાંકતો અમેરિકી ઝંડો : ટ્રમ્પની પોસ્ટથી ચકચાર

નવી દિલ્હી, તા.18: અમેરિકાનાં આખા બોલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં એઆઈમાં બનાવવામાં આવેલી એક તસવીર પોસ્ટ કરીને મધ્યપૂર્વમાં વધતા તનાવને એક નવું જ પરિમાણ આપી દીધું હતું. કોઈપણ પ્રકારની ટિપ્પણી વિના પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં મધ્યપૂર્વનાં નક્શાને અમેરિકાનાં ધ્વજમાં વીંટળાયેલો દેખાડવામાં આવેલો હતો. આ સાથે જ ઈરાન બાજું અનેક લાલ તીર ઈશારો કરતાં હોય તેવું ચિત્રમાં જોવા મળ્યું હતું. રાજકીય વિશ્લેષકોએ આ પોસ્ટને તહેરાન ઉપર અમેરિકાનાં સૈન્ય અને રાજકીય દબાણનું પ્રતીક ગણાવ્યું હતું.

---------------------

ઈરાને ટ્રમ્પ અને ઝિનપિંગની મજાક ઉડાવી

તાજિકિસ્તાનમાં રહેલા ઈરાની દૂતાવાસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગની બેઠક ઉપર એક વ્યંગાત્મક વીડિયો શેર કર્યો હતો. એઆઇ જનરેટેડ વીડિયોમાં સીધી રીતે અમેરિકી કૂટનીતિની મજાક ઉડાવવામાં આવી હતી. 1 મિનિટ અને 26 સેકન્ડના એઆઇ વીડિયોનું નામ ઓડા શો છે. વીડિયોની શરૂઆત એક પહાડી મંદિરનાં દૃશ્યથી થાય છે. જેમાં ટ્રમ્પનું કેરીકેચર બતાવાયું છે. ટ્રમ્પ ચીની પહેરવેશમાં છે. તેમની સાથે મસ્ક અને રૂબિયો પણ છે. વીડિયોમાં ટ્રમ્પ ઉપર ઈરાન ઉપર પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા ચીન સામે આજીજી કરી રહ્યા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક