-ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરાને ફસાવી હોટેલ, ખાનગી મકાનો, આરોપીના રૂમ અને કારમાં દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ, તા.19ઃ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરાને ફસાવીને સાત જેટલા શખસોએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની હૃદયદ્રાવક વિગતો પ્રકાશમાં આવી છે. આ નરાધમોએ સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવીને હોટેલ, ઘર તેમજ ચાલતી કારમાં છરીની અણીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.
આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટÎો જ્યારે સગીરાના પિતાના હાથમાં મોબાઈલ ફોન આવ્યો. મોબાઈલમાં મળેલી વિગતોના આધારે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાર આરોપીઓને સકંજામાં લઈ લીધા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.
આ કેસમાં આરોપી તરીકે મિહિર કુંગશિયા, ડેવિલ ઉર્ફે સાહિલ, સાહિલ ઉર્ફે ઝેરી, રજાક ઠેબા, ધવલ, આશિષ શાહમદાર અને સુલતાન સલીમભાઈ સવાણ સામે ગુનો નોંધાયો છે. આરોપી મિહિરે સગીરા સાથે પરિચય કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ અન્ય મિત્રો સાથે મળીને અલગ-અલગ સ્થળોએ કૃત્ય આચર્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપીએ સગીરાને ધમકાવી હતી કે ‘હું પોલીસવાળો છું, ક્યાંય ફરિયાદ કરતી નહીં.‘ આ ધમકી અને ડરના કારણે સગીરા લાંબા સમય સુધી મૌન રહી હતી. હાલ પોલીસ બાકીના આરોપીઓને ઝડપી પાડવા અને સગીરાને ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે વધુ તપાસ કરી મોબાઈલ ફરિયાદી સગીરા સુધી પહેંચાડનાર એક સગીરાની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.