વડતાલધામના
સાધુ શ્યામવલ્લભદાસ પંચત્વમાં વિલીન : શ્રદ્ધાંજલિ સભા તા.27મીએ વડતાલ ખાતે યોજાશે
રાજકોટ
: વડતાલધામને ઉત્સવ સમૈયાઓથી ગુંજતું કરનારા અને યુવા પેઢીના સેવકોના ઘડવૈયા સાધુ શ્યામવલ્લભદાસજી
અક્ષરધામ સિધાવ્યાના સમાચાર પ્રસરતા આજરોજ સમગ્ર મૂળ સંપ્રદાયના અગ્રણી સંતો ભક્તોની
ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ ભક્તોએ અંતિમ દર્શનની લાંબી કતારોમા ગોઠવાયા હતા. જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ, નિત્યસ્વરૂપ સ્વામી
સરધાર, દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી, વડતાલ પી.પી સ્વામી ચેરમેન જૂનાગઢ, વિવેકસાગર
સ્વામી સારંગપુર, પી.પી સ્વામી - જેતલપુર, દેવપ્રસાદ સ્વામી - મહંત રાજકોટ ગુરુકુળ,
બાલકૃષ્ણદાસજી સ્વામી - એસ જી વી પી ગુરુકુળ, બાપુ સ્વામી, વડતાલ શાખા મંદિરના કોઠારી
સંતો મહંતો, ચેરમેન ડો.સંત સ્વામી, શુકવલ્લભ
સ્વામી, મુનિવલ્લભ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ સ્વામી, ત્યાગ સ્વામી, અમૃત સ્વામી, પ્રેમ
સ્વામી, હરિદાસ ભગત વગેરે મંડળના સંતો અને શેઠ પંકજભાઈ વડોદરા, શેઠ ભૂપેન્દ્રભાઈ ભરૂચ, સંજયભાઈ ટ્રસ્ટી વગેરે અગ્રણી ભક્તો ઉપસ્થિત
રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડતાલ જોળ વલેટવા તારાપુર, સંજાયા વગેરે
ગામના યુવા આગેવાનો પણ અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતા. સ્વામીની શ્રદ્ધાંજલિ સભા તા.27ના
સાંજે 4થી 7 વડતાલ મુકામે યોજાશે. અસ્થિ વિસર્જન તા.18ના ગઢપુર મુકામે કરવામાં આવશે.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા તેજેન્દ્રપ્રસાદજી મહારાજે ટેલિફોનિક સાન્તવના પાઠવી
હતી.
ચક્ષુદાન
રાજકોટ:
જીતેન્દ્રભાઇ હેમતભાઇ કાચાનું અવસાન થતાં તેમની ઇચ્છા અનુસાર તથા તેમના પરિવારની સહમતીથી
ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન,
ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 856 મું ચક્ષુદાન થયેલું છે. ગુજરાતમાં ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા: મો. 94285 06011નો
સંપર્ક કરવા જણાવાયું છે.
અમદાવાદ:
દમયંતીબેન પેશાવરીયા (ઉ.73) મુળ ગામ કોઠારીયા (માણાવદર) તે શાંતિલાલ મોહનભાઇ પેશાવરીયાના
પત્ની તથા ભાવેશભાઇ, મનોજભાઇ, નિલમબેન, ઉષાબેનના માતુશ્રી તેમજ જયેશભાઇના ભાભુ તેમજ
નરેન્દ્રભાઇના ભાભી અને હરમન, વિહાના દાદી તથા સ્વ. મોહનભાઇ, કાનજીભાઇ, જમનાદાસ સંચાણિયાના
બહેનનું તા.13મીએ અવસાન થયું છે. બેસણું: તા.16ને શનિવારે સાંજે 4-30 થી 6 સવિતા બેન્કવેટ
હોલ, સબવૅની બાજુમાં, સાંઇનાથ રોડ, મલાડ-વેસ્ટ, મુંબઇ ખાતે રાખેલ છે.
જામખંભાળિયા:
ખંભાળિયા નિવાસી નરેન્દ્રભાઇ વર્જલાલ પરમારના પત્ની, ભારતીબેન (ઉ.73) તે રાકેશભાઇ (આર.કે.
કોમ્પ્યુટર), ધવલ, વિભાબેનના માતુશ્રી તેમજ નંદીતા, દિયા, વિહાનાના દાદીનું તા.15ના
રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા શનિવાર તા.16ના સાંજે 5 થી 5-30 વાગ્યે શરણેશ્વર
મહાદેવ મંદિર, ખંભાળિયા ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.
ગઢડા
(સ્વામીના): દેવળીયા (ચકકરગઢ) નિવાસી નાગર બ્રાહ્મણ મહેતા જીતેન્દ્રકુમાર ચંદ્રકાંતભાઇના
પત્ની, મીરાબેન જીતેન્દ્રભાઇ મહેતા (ઉ.49) તે વિષ્ણુ તથા દેવના માતુશ્રી અને ગઢડા નિવાસી
સ્વ. અશોકભાઇ અમૃતલાલ ત્રિવેદી (સાગર વાળા)ના પુત્રી, ભગીરથભાઇ, સત્યવાનભાઇ, સોનીબેન
ત્રિવેદી તેમજ મહેશભાઇ ચંદુલાલ ત્રિવેદી (બુધાભાઇ), હરેશભાઇ ચીમનલાલ ત્રિવેદીના બહેનનું
તા.13મીએ અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું: તા.18ને સોમવારે બપોરે 3 થી 7 ગઢીયા
શેરી, ગઢડા (સ્વામીના) ખાતે રાખેલ છે.
ઉપલેટા:
ધીરૂભાઇ શામજીભાઇ રાવલ (ઉ.70) તે સ્વ. હર્ષદભાઇ તથા સ્વ. રંજનબેનના નાનાભાઇ અને નીતાબેન
તથા મહેન્દ્રભાઇના મોટાભાઇ, પ્રશાંત અને કપિલના પિતા, ઓમ તથા પરીના દાદાનું તા.13ને
ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.16ને શનિવારે બપોરે 4 થી 6 શ્રી ત્રિલોકનાથ મહાદેવ
મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, આદર્શ સોસાયટી ઉપલેટા ખાતે છે.