• ગુરુવાર, 14 મે, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: પાર્વતીબેન પુરુષોત્તમભાઈ બ્રમાણીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 855મું ચક્ષુદાન થયું છે.

રાજુલા: રાજુલા મુસ્લિમ સીપાઇ ચાવડા મહમદ હનીફભાઇ હાજી આઝમભાઇ  તે તોસીફભાઇ ચાવડાના પિતા, અબ્દુલભાઇ હાજી આઝમભાઇના મોટા ભાઇ, સલીમભાઇ હાજી, મજીદભાઇ ખોખર (પાલિતાણા)ના સસરા, હાજી મહેબુબભાઇ મહમદભાઇ કુરેશી (અમરેલી), અહેમદભાઇ અબ્દુલભાઇ કુરેશી (સાવરકુંડલા), મહમદભાઇ રસુલભાઇ ખોખર (ગાંધીનગર)ના સાળા, અયુબભાઇ કાળુભાઇ પઠાણ, રાજુભાઇ કાળુભાઇ પઠાણ (મહુવા)ના બનેવીનું તા.13ના અવસાન થયું છે. જિયારત તા.15ને શુક્રવારે સવારે 10 કલાકે મસ્જિદે રઝા તવક્કલનગરમાં ભાઇઓ માટે અને બહેનો માટે જિયારત તેમના નિવાસસ્થાને ચાવડા શેરી નં.2, રાજુલામાં છે.

રાજકોટ: ચોર્યાશી મેવાડા બ્રાહ્મણ તારાબેન ઉપાધ્યાય (ઉ.90) તે સ્વ.નાનુભાઈ ઉપાધ્યાયના પત્ની, સ્વ.કાંતિલાલ તથા સુમંતલાલ વિશ્વનાથ ઉપાધ્યાયના બહેન, વિપુલભાઈ (અરેબિયન ઓટોમોબાઈલ્સ), હર્ષાબેન સુનિલકુમાર પંડયા (સુરત), રેણુબેન સમીરકુમાર પંડયા (ઉદવાડા), તૃપ્તિબેન નિલેશકુમાર પંડયા (પારડી), વંદનાબેન સુનિલકુમાર પંડયા (હૈદરાબાદ)ના માતા, વૃશાંક અને વિરલના દાદીનું તા.10 ના અવસાન થયું છે. બેસણુ તા.14 નાં સાંજે 4 થી 6 એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, અમિન માર્ગ મેઈન રોડ, રાજકોટ છે.

બાઢડા: મોંઘીબેન જીવરાજભાઈ રાદડીયા (ઉ.10ર) તે જયસુખભાઈ અને અંતુભાઈના માતાનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.14 ના સવારે 8 થી પ તેમના નિવાસ સ્થાને બાઢડા ખાતે છે.

સાવરકુંડલા: સ્વ.પ્રાણલાલ પરમાનંદદાસ કાણકીયાના પુત્રી મીતલબેન પ્રાણલાલ કાણકીયા (ઉં.4ર) તે અલ્પેશકુમાર, અંજનાબેન કેતનકુમાર ચિતલીયા, જાગૃતિબેન જતીનકુમાર મહેતાની નાની બહેનનું તા.1ર ના અવસાન થયુ છે. લૌકિક ક્રિયા બંધ છે.

રાજકોટ: લુહાર સ્વ.મનહરભાઈ રામજીભાઈ કવઈયા (કાર્ટૂનિસ્ટ)ના પત્ની નિમાદેવી (નિમુબેન) (ઉં.86) તે સ્વ.ગૌરવભાઈ, સ્વ.દક્ષાબેન ભાવેશકુમાર ગોહેલ (વેરાવળ), દ્વિજાતાબેન યશવંતકુમાર પરમાર (રાજકોટ), વિજ્ઞાતાબેન રાજેશકુમાર ગોહેલ (મોટા દેવળીયા), તરંગબેન જ્યોતિનકુમાર ત્રિવેદી (રાજકોટ), વિશેષભાઈના માતા, દ્વેતા, નિર્મિતના દાદીમા, જયશ્રીબેન, આરતીબેનના સાસુનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.14 નાં સાંજે પ.30 થી 6.30 રામ ઝરૂખા મંદિર, મામા સાહેબની બાજુમાં, કોઠારિયા નાકા,

રાજકોટ છે.

જામનગર: કાલાવડ તાલુકાના બેડીયા ગામના નિવાસી રાજપૂત રંજનબેન ચૌહાણ તે અરવિંદસિંહ ચનાભા ચૌહાણના પત્ની, વિજયસિંહના માતા, પૂર્વજીતસિંહના દાદીનું તા.13 ના અવસાન થયુ છે. બેસણુ તા.1પ ના સાંજે 4 થી 6 દેસળબાપુનું મંદિર, 1પ0 ફૂટ રીંગ રોડ, ઓમનગર, 40 ફૂટ રોડ, રાજકોટ છે.

મોરબી: ભગવાનજીભાઈ કાંતિલાલ શાહના પુત્ર અશોકભાઈ (ઉ.73) તે દિલીપભાઈ, સુરેશભાઈ, અરૂણભાઈ, કેતનભાઈ, જયશ્રીબેન, સાધનાબેન, અલ્કાબેનના મોટાભાઈનું તા.1ર ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.14 ના સાંજે પ વાગે દરબારગઢ જૈન ઉપાશ્રય, જૈન દેરાસર સામે, મોરબી છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ભરતકુમાર રતિલાલ ઉપાધ્યાય (ઉં.83) તે કપિલરાય, યોગેશકુમાર, મહેન્દ્રકુમારના મોટાભાઈ, મનીષકુમાર, છાયાબેન સુરેશકુમાર ત્રિવેદીના પિતાનું તા.11 ના ખાંભા મુકામે અવસાન થયુ છે. સાદડી તા.14 ના સાંજે પ થી 6 સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, કનૈયા ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

ગોંડલ: બ્રહ્મ ક્ષત્રિય સ્વ.ઓધવજીભાઈ પરષોત્તમભાઈ પડીયાના પુત્ર દલસુખભાઈ (ઉં.85) તે કાંતિલાલ દેવશીભાઈ મેર (રાજકોટ)ના જમાઈ, સુરેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, હર્ષદભાઈના પિતાનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ના સાંજે 5થી 7, ભાટીયાવાડી, કૈલાશ બાગ, ગોંડલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક