• બુધવાર, 20 મે, 2026

આર્થિક તોફાન આવશેઃ રાહુલ

નવી દિલ્હી, તા.19 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ‘બડા મંગલના ખાસ પ્રસંગે તેમણે ચુરૂઆ હનુમાન મંદિરમાં પૂજા- અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન  વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે.

તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, ‘આજે જ્યારે દેશ અને દુનિયા સામે આટલો મુશ્કેલ સમય આવી રહ્યો છે, ત્યારે આપણા પીએમ મોદી આખી દુનિયાના લોકોને કહી રહ્યા છે કે તમે બહાર જાઓ, પરંતુ તેઓ ક્યારેક વિમાન લઇને નોર્વે ચાલ્યા જાય છે, તો ક્યારેક જાપાન કે અન્ય કોઇ જગ્યાએ જતા રહે છે.’

રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘સરકારની ખોટી નીતિઓના કારણે આગામી દિવસોમાં દેશની સામે ઘણા કપરો સમય આવવાનો છે.’ સરકાર અને દેશના મોટા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યુ કે, ‘દેશમાં જે મોટો આર્થિક આંચકો આવી રહ્યો છે, તેની અસર ઉપર બેઠેલા લોકો પર બિલકુલ નહીં થાય.’

 

 

ઇ-પેપરના નવા શુલ્ક