તાલાલા
ગિર: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ. મહેન્દ્રપ્રસાદ સદાશંકર ભટ્ટનાં પુત્ર ઘનશ્યામભાઇ
(ઉ.55) આઇટીઆઇ ઘુંસીયા (ભટ્ટભાઇ આઇ.ટી.આઇ.વાળા) તે શાત્રી વિમલભાઇ, ઉષાબેનના મોટાભાઇ,
સ્વ. પ્રફુલભાઇ જોશી (ગોંડલ)ના જમાઇ, વિમલભાઇ જોશી (ગોંડલ કોર્ટ), લિનાબેન હેતલકુમાર
પંડયા (યુએસએ)ના બનેવી, દિપાલીબેનના પતિ, હિરલબેન (કેનેડા), માહિબેનના પિતાનું તા.28ના
અવસાન થયું છે. બેસણુ: તા.1-6ના 4 થી 6 તેમના નિવાસ્થાન “આશ્રય”, કેતન મીલ રોડ, આદિત્ય
હોટલવાળી ગલી, તાલાલા ખાતે છે.
પોરબંદર:
નરેન્દ્રભાઇ મોરારજીભાઇ કારીયા (ઉ.71) (મૂળ બોરીચા વાળા) તે અશોકભાઇ, મેહુલભાઇ, મનીષાબેન
મીતેશભાઇ કોટેચા (આફ્રિકા)ના પિતા, લક્ષ્મીકાંત (લખુભાઇ)ના મોટાભાઇ, મનન, હેપી અને શ્રેયના દાદા, ભાટીયાવાળા પરસોતમ વેરશીભાઇ દત્તાણીના
જમાઇનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30નાં સાંજે 4 થી 5 ઓમકારેશ્વર મહાદેવ મંદિર,
મીરાનગર-2 ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ કમલેશકુમાર રતિલાલભાઇ શેઠ (ઉ.67) તે જયોતિબેનના પતિ, ચિંતનભાઇ,
મેઘનાબેનના પિતા, સોનલબેન, મિતુલભાઇના સસરા, નિલાબેન, દિપુબેન, ધીરેશભાઇના ભાઇ, શશિકાંતભાઇ
નંદલાલભાઇ કમાણી (જેતપુર)ના જમાઇનું અવસાન થયું છે. ઉઠમણું તા.31નાં સવારે 10-30 વાગ્યે,
પ્રાર્થના સભા સવારે 11 વાગ્યે મહાવીર ભવન યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, રાજકોટ છે.
જામનગર:
ઉષાબેન (ઉ.73) તે સ્વ. દિલીપભાઇ મથુરદાસ ગોકાણીના પત્ની, સ્વ. અમૃતલાલ નથુભાઇ અનડકટના
પુત્રી, આનંદભાઇ, અર્પિતભાઇ, ભાવનાબેન ભાવેશકુમાર ગણાત્રા, ડો. ચેતનાબેન હિતેશકુમાર પોપટ, રક્ષાબેન હિરેનકુમાર સાતાના માતા,
લીનાબેન, પૂજાબેનના સાસુ, દૃષ્ટિ નિર્મલકુમાર ખગ્રામ, શ્યામ, તેજ, કશ્વીના દાદીનું
તા.28નાં અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.30નાં સાંજે 4 થી 4-30 પાબારી
હોલ, તળાવની પાળ, જામનગર છે.
ઉપલેટા:
ભગવાનજી માધવજી એન્ડ સન્સ વાળા ચંદુભાઇ ભગવાનજીભાઇ કક્કડ (ઉ.80)તે કિશોરભાઇના પિતા,
ફેનીલના દાદાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના 4-30 થી 6 દરજી જ્ઞાતિની વાડી
જીરાપા પ્લોટ, ઉપલેટા ખાતે છે.
જામનગર:
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ વીણેશ્વરીબેન રમણીકલાલ ભટ્ટ (ઉં.78) તે સ્વ.રમણીકલાલ જગજીવન
ભટ્ટની પુત્રી, સ્વ.નવીનભાઈ, સ્વ.રાજેન્દ્ર પ્રસાદભાઈ, સ્વ.જયંતભાઈ, ભરતભાઈ, નરેશભાઈ,
સ્વ.ચંદ્રિકાબેન ગીરજાશંકર પંડિત, ઉમાબેન સુરેશકુમાર જોશીના બહેનનું તા.ર6 ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા તા.30 નાં સાંજે પ થી પ:30 દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી
હોલ, તળાવની પાળ જામનગર છે.
ભાવનગર:
ભીખુભાઈ (બાબાભાઈ) દાદુભાઈ ખોખર (કાથાવાળા) ના પત્ની હસીનાબેન (ઉં.7પ) તે રફીકભાઈ,
જાવેદભાઈના માતા, હાજીકરીમભાઈ કાથાવાળાના ભાઈના પત્ની, અલીભાઈ તથા અબ્દુલભાઈ કાથાવાળાના
કાકી, જાકીરહુસૈન, સમીરભાઈના સાસુ, હનીફભાઈ બંદરવાળાના બેનનું તા.ર9 ના અવસાન થયું
છે. જીયારત તા.31 નાં સવારે 8:30 કલાકે કે.જી.એન.મસ્જીદ, જમનાકુંડ, દાળમીલ રોડ, ભાવનગર,
બહેનો માટેની જીયારત મહેફીલે મોહબ્બત સિપાઈ જમાતખાના હોલ, સાંઢીયાવાડ, ભાવનગર છે.