• સોમવાર, 25 મે, 2026

avshan nodh

જામનગર: ઉષાબેન હર્ષદભાઇ પાઠક મૂળ હળવદ તે હર્ષદ લાભશંકર પાઠક (રીટાયર્ડ અરૂણ ઉદ્યોગ)ના પત્ની, રવિ પાઠક અને ચાંદની જોશીના માતા, પ્રશાંતકુમાર જોશી, કિંજલ પાઠકના સાસુ, દેવાંશુના દાદી, જૈનિલના નાની, (હળવદ વાળા) જેઠાલાલ રામકૃષ્ણ રાવલની પુત્રીનું તા.23નાં અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 6 થી 6-30 સાધના કોલોની જલારામ મંદિર, જામનગર છે.

સુરત: રસિકચંદ્ર ગોકળદાસ રામાણી (કેશોદ વાળા) (હાલ સુરત) તે ડો. અમિત રસિકચંદ્ર રામાણી, પૂજા પિયુષકુમાર જીવરાજાનીના પિતા, સ્વ. વજુભાઇ ઉર્મિલાબેન રામાણી, રમેશભાઇ ગીતાબેન રામાણી, શારદાબેન, મંદાબેન, ચંદ્રિકાબેન અને નીલમબેનના ભાઇ (કેશોદ વાળા) કેતનભાઇ વલ્લભભાઇ પોપટના બનેવીનું અવસાન થયું છે. બેસણું, મોસાળ પક્ષની સાદડી તારીખ 25નાં સાંજે 7 થી 8 ગૌરી પાર્ક રો હાઉસ, હનીપાર્ક, અડાજણ, સુરત છે.

રાજકોટ: વાણંદ મનસુખભાઇ પોપટભાઇ લખતરીયા (ઉ.85) તે રમેશભાઇ તથા સ્વ. પ્રવિણભાઇ, ભુપતભાઇ તથા ચંદ્રિકાબેન કિર્તીભાઇ સમેજાના પિતા, પિયુષભાઇના દાદા, વજુભાઇ, નરશીભાઇ પરમારના બનેવીનું તા.23નાં અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4  થી 6 રમેશભાઇ લખતરીયા, 9, રાજલક્ષ્મી સોસાયટી, હરીધવા માર્ગ, ભવનાથ મેડીકલ પાછળ, રાજકોટ છે.

દામનગર:  દેપલા નિવાસી હાલ દામનગર હસુગીરી જીવણગીરી ગોસ્વામી (ઉ.69) તે મુકેશગીરી, કમલેશગીરી, માયાબેન, જસવંતગીરી (ખરેડ), મમતાબેન, વિપુલગીરી (કેરાળા)ના પિતા, સ્વ. ગુલાબગીરીના મોટા ભાઇનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.28નાં દામનગર મુકામે તેમનાં નિવાસસ્થાને ઉંડયા શેરીમાં રાખેલ છે.

જૂનાગઢ: માળિયા હાટીનાવાળા કંચનબેન શાંતિલાલ કાનાબાર (ઉ.69)  (હાલ  જૂનાગઢ) તે સ્વ. મગનલાલ છગનલાલ કાનાબારના પુત્રવધુ, નિરજભાઇ, સ્વ. મીતાબેન રાજેશકુમાર સંઘાણી (વિસાવદર), ભૂમિબેન નીરજકુમાર ઉનડકટ (તાલાલા)ના માતા, જયંતીભાઇ, પ્રવિણભાઇ, નટુભાઇ રતનધાયરા (વેરાવળ), તારાબેન સુરેશભાઇ ઉનડકટ (જૂનાગઢ)ના બહેનનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.25નાં સાંજે 5 થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: અરૂણાબેન નાનાલાલ પોપટ (ઉ.81) તે દિપકભાઇ અને ઇલાબેન દિપકકુમાર દતાણીનાં માતા, અમિતભાઇ (મોન્ટુભાઇ), નિરવભાઇના દાદીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25નાં સાંજે 4 થી 6 પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ છે.

જામનગર: શારદાબેન જોશી (ઉ.80) તે સ્વ. અનુપમભાઇ ભાઇલાલભાઇ જોશીના પત્ની, વિરેનભાઇ (રીટા. કો. કો. બેંક), સ્વ. મિલનભાઇ (નવાનગર બેંક), સ્વ. આશાબેન લલિતકુમાર જોશી (મીઠાપુર) અને પ્રેમલબેન ચેતનકુમાર રાવલ (માંગરોળ)ના માતા, સમીર જોશી (ફોટોગ્રાફર), હિમાનીબેન જીગ્નેશકુમાર ભટ્ટ  (સોમનાથ)ના ભાભુનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થના સભા ભાઇઓ તથા બહેનો માટે તા.25ના સાંજે 5-30 થી  6  સુધી કાશીવિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગર છે.

તાલાલા ગિર: મગનલાલ (ભગતભાઇ) કરશનદાસ કારીયા (આશા રસવાળા)નાં પુત્ર, કિશોરભાઇ (ઉ.40) તે નયનાબેન વિજયકુમાર તન્ના (કોડીનાર)નાં મોટાભાઇ, હરેશભાઇ, અરવિંદભાઇ, હસમુખભાઇના ભત્રીજા, પ્રશાંતભાઇ, ધવલભાઇ, હાર્દિકભાઇના મોટા ભાઇ, કનુભાઇ, અમુભાઇ પ્રેમજીભાઇ ઠકરાર (પ્રશ્નાવડ)નાં ભાણેજનું તા.23મીએ અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.25નાં સાંજે 4 થી 6 બિલેશ્વર મંદિર, નરસિંહ ટેકરી, તાલાલા ગિર છે.

મહુવા:મહુવા નિવાસી હાલ મુલુંડ સ્વ. વસંતરાય ડાહ્યાલાલ દોશીના પત્ની કાન્તાબેન (ઉ.85) તે જીતેન્દ્ર, જયશ્રી, હિના, હરેશ (હિમાંશુ)ના માતા, સુધાબેન, કિરણ, કિરીટકુમાર વોરા (પાલિતાણા વાળા), પ્રકાશકુમાર  વાસા (ચોગઢ વાળા)ના સાસુ, મૌલિક, યશ, ભૂમિ, હિયાના દાદી, માનકુવરબેન જયંતિલાલ વેજાણી, વેણીભાઇ, હસુભાઇ, નગીનભાઇ, ધીરૂભાઇના ભાભી, શેઠ ચુનીલાલ દેવચંદ શાહ (વરલ વાળા)ની દીકરી, પૂજય રવિ શેખર સુરીશ્વરજીના સંસારી બહેનનું તા.22ના અવસાન થયું છે. સાદડી તા.25ના બપોરે સમય 4 થી 6 મહુવા જૈન ભોજનશાળામાં છે. માતૃવંદનાનો પ્રોગ્રામ તા.31ને રવિવારે સવારે 9-30 કલાકે અશોક હોલ-મુંબઇ (મુલુંડ) છે.

ગોંડલ: હસમુખ હરજીવનભાઇ ગોટેચાના પુત્ર તેજસભાઇ તે મોહનલાલ મોરારજીભાઇ રાચ્છના ભાણેજ, શીલાબેન તથા બિનાબેનના નાનાભાઇનું અવસાન થયું છે. ઉઠમણું તા.25નાં 5 થી 6 જલારામ મંદિર, 10/ભોજરાજપરા ગોંડલ છે.

રાજકોટ: લુહાર નિલમબેન (ઉ.59) તે જીતેન્દ્રભાઇ નાથાલાલ કારેલીયાના પત્ની, નિરવ, સોનલ રવિકુમાર મારૂના માતા, દિનેશભાઇના નાના ભાઇના પત્ની, જયેશભાઇ, અજયભાઇ, દક્ષાબેન અજયકુમાર સિધ્ધપુરાના ભાભીનું તા.24ના  અવસાન થયું છે. બેસણું તા.25નાં 4 થી 6 “મેઘાણી રંગ ભવન’’ ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક