ખંભાળિયા
રાજડા હોસ્પિટલ, પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી
ધૈર્યસિંહ રાજડાની આજે પ્રાર્થનાસભા
જામખંભાળિયા:
જામખંભાળિયાની આઝાદી પહેલાની ગૌશાળા શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ ટ્રસ્ટના મેનેજીંગ
ટ્રસ્ટી, રાજડા ચેરીટેબલ હોસ્પિટલ ખંભાળીયાના મેનેજીંગ ટ્રસ્ટી, ખંભાળીયા ભાટિયા મહાજન
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મુંબઈના અગ્રણી ભાટિયા સજ્જન ધૈર્યસિંહ પી.રાજડાનું તાજેતરમાં
અવસાન થતાં તેમની પ્રાર્થનાસભા તા.28ના ગુરુવારે સાંજે 5-30થી 6-30 શેઠ હરજીવનદાસ પાંજરાપોળ
રામનાથ ચોક ખંભાળિયા ખાતે રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
જાગૃતિબેન પ્રદીપભાઈ રવાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન અભિયાનમાં કુલ 864 ચક્ષુદાન થયેલ છે.
દેહદાન
જામનગર:
આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા એટલે કે આઈ.ટી.આર.એને રવિવારે 24મેના એમ.પી.શાહ
મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના સૌજન્યથી દિવંગતની અંતિમ ઈચ્છાનુસાર તેમના નિકટતમ સબંધી જયદીપ,
તેજસ રાઠોડ (દોહીત્ર) રહે.આણંદાબાવા ચકલો, જામનગરની સંમતિથી સ્વ.ધનલક્ષ્મીબેન ચંદુલાલ
રાણાનું સદ્ગતિ બાદ દેહદાન કરાયું છે. ઈટ્રા જામનગરના ડાયરેક્ટર પ્રો.તનુજા નેસરીની
સૂચનાથી રચના શરીર વિભાગના વડા પ્રો.કલ્પના રાજે અને સ્ટાફ દ્વારા દિવંગતને દેહદાન
માટે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. આયુર્વેદ સંશોધન માટે આપવામાં આવેલું દેહદાન ખાસ
અર્થમાં ઉપયુક્ત સાબિત થશે તેવો ભાવ વ્યક્ત કરાયો હતો. ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ મૃત્યુ
બાદ દેહદાનની ઈચ્છા ધરાવતા હોય તો ઈટ્રા જામનગર ખાતે રચના શરીર વિભાગમાં સંપર્ક કરી
જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકે છે.
બગસરા:
દ.શો.વ. હસમુખલાલ મણીલાલ ભૂપતાણી (ઉં.67) તે સ્વ. બાલકૃષ્ણભાઇ, નવનીતભાઇ, ઇન્દુબેન
જીતેન્દ્રભાઇ વસાણી, રૂપલબેન મનોજકુમાર કાટકોટિયા, ભાવનાબેન રમેશકુમાર સાંગાણી, રાજેશ્રીબેન
વિરેન્દ્રકુમાર સાંગાણીના ભાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5થી
6 જૂની પોસ્ટ ઓફિસ રોડ, રામગઢ પાટી, બગસરા છે.
સાવરકુંડલા:
ચોટલિયા અનિતાબેન રમેશભાઇ (ઉં.33)નું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે
4થી 6 ગેસ ગોડાઉન રોડ, ગણેશવાડી, સાવરકુંડલા છે.
રાજકોટ:
બ્રહ્મક્ષત્રિય નીલમબેન દિનેશચંદ્ર મામતોરા (ઉ.78) તે સ્વ.રમણીકલાલ મોહનલાલ આશરાના
દીકરી, સ્વ.નલીનભાઈ, કિર્તીભાઈ, ભરતભાઈ, અજીતભાઈ, સંજયભાઈ, અંજનાબેન વી.મેર, રેણુકાબેન
એન.બોસમીયા, રંજનાબેન જે.મચ્છરના મોટા બહેનનું તા.24ના અવસાન થયું છે. પિયર પક્ષની
સાદડી તા.28ના સાંજે 5 થી 6, બ્રહ્મ ક્ષત્રિયની વાડી, પેડક રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ગર્વમેન્ટ પ્રેસના નિવૃત્ત કર્મચારી જગદીશભાઈ કેશરભાઈ ચૌહાણના પત્ની ચંદ્રીકાબેન (ઉં.71)
તે જયપાલભાઈ (ભગત)ના માતાનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.29ના સાંજે 4-30 થી
6, વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર 2/3નો કોર્નર, ચામુંડા મંદિર પાસે, રાજકોટ છે.
ડોળાસા:
પાંચ પીપળવા (તા.કોડીનાર) કરશનભાઈ ભોળાભાઈ ડોડીયા (ઉં.93) તે મનુભાઈ, જશુભાઈ (સરપંચ
પાંચ પીપળવા), નાથાભાઈના પિતા, અભેસિંહભાઈ હરિભાઈ ડોડીયા (નિવૃત્ત કે.નિ.કોડીનાર) અને
સુરસિંહભાઈના મોટા બાપુજી, અજીતભાઈ મનુભાઈ, જીગરભાઈ જશુભાઈ, જયદીપભાઈ મનુભાઈ, ભાસ્કરભાઈ
જશુભાઈ અને કપિલભાઈ નાથાભાઈના દાદાનું તા.26ના અવસાન થયું છે. બેસણું પાંચ પીપળવા કોમ્યુનીટી
હોલ ખાતે છે.
રાજકોટ:
વૃજલાલ દેવજીભાઈ રાજવીર તે નાથાલાલ, મણીલાલ, શારદાબેન નરોત્તમદાસ કોટેચા, ધનગૌરીબેન
શાંતિલાલ સોમૈયાના નાનાભાઈ, શીતલબેન ધર્મેશકુમાર હાલાણી, ઉમાબેન નીલેશકુમાર હાલાણી,
ડિમ્પલબેન હિતેષકુમાર સોમૈયાના પિતા અને ભગવાનજી ગોકળદાસ કક્કડના જમાઈનું તા.26ના અવસાન
થયું છે. બેસણું, સાદડી તા.28ના સાંજે 4 થી 6, કોટડાસાંગાણી મુકામે ધર્મેશકુમાર તથા
નીલેશકુમાર હાલાણીના નિવાસે છે.
રાજકોટ:
મુળ પડધરી હાલ રાજકોટ રસીલાબેન ગણાત્રા તે સ્વ.પ્રવીણભાઈ દકુભાઈ ગણાત્રાના પત્ની, કમલભાઈ,
મનીષભાઈ, બીનાબેન, નીલાબેનના માતા, ભાવિશાબેન, ભૂમિબેન મિલનકુમાર, સંજયકુમારના સાસુ,
ત્રિશા, વીરાના દાદીમા, સ્વ.ત્રિભોવનદાસ કોટેચાના દીકરીનું તા.27ના અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.29ના સાંજે 5 થી 6, પંચનાથ મંદિર, રાજકોટ ખાતે પિયર પક્ષની સાદડી સાથે
છે.
રાજકોટ:
દિનાબેન દોશી (ઉં.77) જે દિનેશચંદ્ર જેઠાલાલ દોશી (પાનવેલી હર્બલ પ્રોડક્ટ)ના પત્ની,
શીતલ શાહ, સેજલ શેઠના માતાનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.29ના સવારે 10-30 કલાકે,
પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, શ્રી મણીભદ્ર આરાધના જૈન ભુવન, શ્રી મણીયાર દેરાસર પાસે,
ચૌધરી હાઈસ્કૂલ સામે, રાજકોટ છે.
જામજોધપુર:
રમેશભાઈ વિશ્વનાથભાઈ ભટ્ટ (ઉં.65) તે કમલેશભાઈ, સુનીલભાઈના મોટાભાઈ, ચિરાગભાઈ, કોમલબેનના
પિતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના બપોરે 4 થી 6, સન્યાસ આશ્રમ ખાતે છે.
જામનગર:
શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ ભરતભાઈ જન્મશંકર શુક્લના પત્ની નીલાબેન તે જયભાઈના માતા,
ક્રિષ્નાબેનના સાસુનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ના સાંજે 5-30 થી
6, શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણની જ્ઞાતિ, આમ્બલીયા કુવાવારી શેરી, વંડાફળીમાં ભાઈઓ
તથા બહેનો માટે છે.
જામનગર:
પ્રતિક ભટ્ટ તે સ્વ.મહેન્દ્રભાઈ ભાનુશંકર ભટ્ટના પુત્ર, જયેશભાઈના ભત્રીજા, પાર્થ જે.ભટ્ટના
ભાઈનું અવસાન થયું છે. ઉઠમણું તા. 28ના સાંજે 6 થી 6-30 ભાઈઓ તથા બહેનો માટે પાબારી
હોલ, તળાવની પાળ પાસે છે.
જૂનાગઢ:
કંચનબેન ગાંધી તે સૂર્યકાંતભાઈ દુર્લભજી ગાંધીના પત્ની, સંજયભાઈ, વિજયભાઈ, દીનાબેન
બાવીશીના માતા, રાજેશભાઈ મોહનલાલ બાવીશી, અવનીબેનના સાસુનું તા.25ના અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.29ના સવારે 10 થી 11, વિજયા વાડી, ઉપરકોટ રોડ, રામજી મંદિરની સામે,
જુનાગઢ છે.
ધોરાજી:
અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ખંધેડીયા (ઉં.72) તે વિરલ, વૈશાલીબેન, સ્વાતિબેન જીતકુમાર રામાણીના
પિતા, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.રાજેશભાઈ, હરેશભાઈના ભાઈ, સ્વ.ગોરધનદાસ રામજીભાઈ ઠક્કર
(જામનગર)ના જમાઈનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ના સાંજે 5 થી 6-30,
પિયર પક્ષની સાદડી સાથે જલારામ વાડી, જુનાગઢ રોડ, ધોરાજી છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ રાણસીકી હાલ રાજકોટ પુનિતાબેન જગદીશભાઈ દવે (ઉં.65)
તે જગદીશભાઈ ભગવાનજીભાઈ દવેના પત્ની, મંદીપ, આશુતોષના માતા, શ્રુતિના સાસુ, કાવ્યા-આદિત્યના
દાદી, ચેતનભાઈ, યોગેશભાઈ, દિવ્યેન, ધર્મેશ અને માધવી કૃતાર્થકુમાર દવેના કાકી, જયેશભાઈ,
હેમાંશુભાઈ, અતુલભાઈ, સંજયભાઈ વ્યાસના મોટા બહેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું
તા.28ના સાંજે 4 થી 6, નવદુર્ગા હોલ, ધોળકીયા સ્કૂલ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ
છે.
જામનગર:
વિજયકુમાર જમનાદાસ રાડિયા (ઉં.68) તે સ્વ.જમનાદાસ વલ્લભદાસ રાડિયા (પિંડારા)ના પુત્ર,
ગૌરવભાઈના પિતા, મેઘાબેનના સસરા, શ્રિયાનના દાદાનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું
તા.28ના સાંજે 5 વાગ્યે રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર નગર, જામનગર છે.