• રવિવાર, 28 જૂન, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: મુકેશભાઇ લાભુભાઇ મારડિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 873મું ચક્ષુદાન થયું છે.

ચક્ષુદાન

ગોંડલ: જયંતીભાઇ દેવચંદભાઇ શાહનું અવસાન થતાં પરિવારજનોએ સ્વ. જયંતીભાઇનાં ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ભોલાભાઇ સોલંકી અને ધર્મેન્દ્ર બાબરીયાને જાણ કરાતા ધોરાજી સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના દીપકભાઇ પારધી વગેરેએ ચક્ષુદાનની સેવાઓ બજાવી હતી. આ તકે પન્નાબેન પંકજભાઇ મહેતા, જતીનભાઇ શાહ, ચંદ્રકાંતભાઇ શાહ, અનંતરાયભાઇ પારેખ, પ્રેમીલાબેન પીપળિયા, ઉષાબેન પારેખ સહિતના પરિવારજનો હાજર હતા.

રાજકોટ: જયેન્દ્રસિંહ કનુજી રેવર (મુંબઈ નિવાસી) (ઉ.80) તે તરલસિંહ, તરંગસિંહના પિતા, વિશાલસિંહના મોટાબાપુનું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ તા.29 નાં સાંજે પ થી 7 કમલેશ્વર મહાદેવ મંદિર, રંગોલી પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કાલાવડ રોડ, રાજકોટ છે.

પોરબંદર: કિશોરભાઈ મોરઝરીયા (ઉ.69) તે સ્વ. ઠાકરશીભાઈ મૂળજીભાઈ મોરઝરીયાના પુત્ર, વસંતભાઈના ભાઈ, કેયુરભાઈના પિતા, રાજુભાઈ, રવિભાઈના કાકાનું તા.ર7 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર9 નાં 4:1પ થી 4:4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ઓધવજીભાઈ તેજાભાઈ ચોવટીયા (ઉ.69) તે રઘુભાઈ, શૈલેષભાઈના ભાઈ, ધર્મેશભાઈ, અમીતભાઈના પિતાનું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ તા.29 નાં સાંજે 4 થી 6 સાઈનાથ મહાદેવ મંદિર, મારુતિનગર પાછળ, નાના મવા મેઈન રોડ, રાજકોટ છે.

ગોંડલ: મેંદરડા નિવાસી હાલ ગોંડલ જયંતીલાલ દેવચંદભાઈ શાહ (ઉ.93) તે હીરાબેનના પતિ, સ્વ.જયેશભાઈ, જતીનભાઈ, પન્નાબેન પંકજકુમાર મહેતાના પિતા, સ્વ.રૂપલબહેન, લીનાબહેનના સસરા, ક્રિષ્મા, પ્રેરિત, તીર્થાના દાદા, સ્વ.ચુનીલાલ શામળજી પારેખના જમાઈનું તા.ર6 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર8 ના સવારે 10 કલાકે નવાગઢ ઉપાશ્રય ખાતે પ્રાર્થના સભા સવારે 11 કલાકે બેનાનીવાડી, ગોંડલ છે.

રાજકોટ: કુંભારીયા મેઘપરવાળા હાલ રાજકોટ સ્વ.જયંતીલાલ ખીમજીભાઈ ચંદારાણાના પુત્રવધુ, સ્વ.િવજયાબેન તે રજનીભાઈ જેન્તીલાલ ચંદારાણાના પત્ની નીતિનભાઈ, કાનાભાઈના ભાભી, પ્રભુલાલ લાલજીભાઈ પોપટ (આમરણ બેલા) ના દીકરી, ચેતનભાઈ, નિલેશભાઈ (મુનાભાઈ), દ્રષ્ટિબેન (ટીનાબેન), કમલકુમાર જીવરાજાનીના માતાનું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.ર9 નાં સાંજે 4:30 થી 6 આસ્થા ઈવેન્યુ-ર, ગઢિયાનગર-ગોકુલ પાનની સામે, સંત કબીર રોડ, રાજકોટ છે.

જામનગર: અશોકભાઈ કાંતિલાલ રાવલ (ઉ.70) (િનવૃત્ત ટીપીએસ, સિક્કા) તે શશીકાંતભાઈ, જગદીશભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રદિપભાઈ, ઈન્દુબેન મગનલાલ જોષીના ભાઈ, પાર્થના પિતાનું તા.ર6 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર9 ના સાંજે પ થી પ:30 ભાઈઓ, બહેનો માટે સુખનાથ મહાદેવ મંદિર, રાજપાર્કમાં છે.

જામનગર: ડબાસંગ નિવાસી સંતોષબેન દેવચંદ જેસંગ ગુઢકા (ઉ.100) નું તા.17 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર9 ના સોમવારે ડબાસંગ ગામમાં છે. આ સાથે ડબાસંગ ધુમાડાબંધ ગામ તથા વિશ્વમાં વસતા ડબાસંગ, આરબલુસ, મચ્છુ બેરાજા ગામના હા. વિ. ઓશવાળ જ્ઞાતિજનોનું સ્વામી વાત્સલ્ય (જમણ) ડબાસંગમાં છે.

જામનગર: રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના પ્રવિણાબેન બારોટ (ઉ.75) (વરલી, મુંબઈવાળા) તે સ્વ.મનસુખલાલ પોપટલાલ બારોટના પત્ની, સ્વ.દયાશંકર કાલીદાસ પુંજાણી, સ્વ.મંછાબેન દયાશંકર પુંજાણીના પુત્રી, શારદાબેન જયશંકરભાઈ ભટ્ટ, ભાનુબેન રમેશભાઈ ભટ્ટ (હોટલ ચેતના લોજ), હર્ષિદાબેન ઓમશંકર ઠાકર (ઠાકર લોજ, મોરબી), બીપીનભાઈ દયાશંકર પુંજાણી, જગદીશભાઈ દયાશંકર પુંજાણી, રાજેશભાઈ દયાશંકર પુંજાણીના બહેનનું તા.રર ના અવસાન થયુ છે. મોસાળપક્ષની પ્રાર્થનાસભા તા.ર9 ના સાંજે પ થી પ:30 રાજ્ય પુરોહિત જ્ઞાતિની બ્રહ્મપુરી, રાજ્યગોર ફળી, શેરી નં.1, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક