• રવિવાર, 28 જૂન, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: પાનેલી મોટી નિવાસી હાલ રાજકોટ સ્વ.મણીલાલ મકનજી પારેખના પુત્ર બીપીનભાઈનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સવારે 10 કલાકે રોયલ પાર્ક ઉપાશ્રયે રાખેલ છે. સ્વ.બીપીનભાઈના ચક્ષુઓનું દાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: સુરેશભાઈ રતિભાઈ સીદપરાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 872મું ચક્ષુદાન થયું છે.

જૂનાગઢ: સ્વ.વસંતરાય ઉત્તમચંદ રૂપાણીનાં પત્ની ચંદ્રિકાબેન (ઉ.85) તે ભાવનાબેન બિપીનભાઈ દોશી, જયેશભાઈ, મિલનભાઈના માતા, પલ્લવીબેન, નીપાબેનના સાસુ, સ્વ.દયાકુવરબેન નાનાલાલ ગાઠાણીના પુત્રી, અનસૂયાબેન વિનોદરાય પારેખ, સ્વ.અનિલાબેન નગીનદાસ નાગોદ્રા, ચારુબેન ચંદ્રકાંત રૂપાણી, લતાબેન હર્ષદભાઈ બદાણી, શોભનાબેન મુકેશભાઈ રૂપાણી, ઈલાબેન ધીરેનભાઈ સંઘવી, સ્વ.કુમારભાઈ ઉત્તમચંદ રૂપાણીનાં ભાભીનું તા.રપમીએ અવસાન થયુ છે.

ઉપલેટા: ચંદુલાલ રેવાશંકર વ્યાસ (નિવૃત્ત રજીસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ) તે અનસુયાબેનના પતિ, ધીરજલાલના મોટાભાઈ, જયદીપભાઈ, ડોકટર ઉપાસનાબેન વ્યાસના મોટા પપ્પા, પોપટલાલ રામજીભાઈ જોશીના જમાઈનું તા.ર4 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર6 ના સાંજે 4 થી 6 શ્રી સમસ્ત બ્રહ્મ સમાજની વાડી બડા બજરંગ રોડ, ઉપલેટા છે.

રાજકોટ: સ્વ.છગનલાલ કાનજીભાઈ ગણાત્રા (જેતપુરવાળા) ના પત્ની વિજયાબેન (ઉ.95) તે જગદીશભાઈ, દિનેશભાઈ, ચંદ્રિકાબેન ભરતભાઈ મજીઠીયા, રંજનબેન મુકેશકુમાર ઠક્કરના માતા તથા નીધિ અશોકકુમાર અનડકટ, હિમાંશુ, બંસીના દાદીમા, ઉજમશી રણછોડ રાયચુરા (ખેરડી) ના પુત્રીનું તા.રપ ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી સાથે તા.ર6 નાં સાંજે 4 થી 6, પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર, રાજકોટ છે.

ભેસાણ: ચુડા નિવાસી રાણીબેન નરસિંહભાઈ પટોડીયા (ઉ.95) તે ઘનશ્યામભાઈ, મોહનભાઈ, ચંપાબેન, લીલાબેન અને શારદાબેનના માતા, ગુણવંતભાઈ, પરાગભાઈ, વૈભવભાઈ, રોનકભાઈના દાદીનું તા.ર3 ના અવસાન થયુ છે.

ભાટિયા: દેવાતભાઈ રામશીભાઈ વારોતરિયા (ઉ.80) મૂળ ગામ માલેતા હાલ જામનગર તે લગધીરભાઈના ભાઈ, વજસીભાઈના પિતા, હેમતભાઈ, રાજૂભાઈના દાદાનું તા.ર4 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8 ને રવિવાર સાંજે પ થી 6 ભાઈઓ, બહેનોનું સત્યમ કોલોની આહીર સમાજ, જામનગર છે.

રાજકોટ: મૂળ મઘરવાડા હાલ રાજકોટ નિવાસી ઉષાબેન જાનીના પતિ રશ્મિકાંતભાઈ રેવાશંકર જાની (ઉ.79) તે સ્વ.ધર્મેન્દ્રભાઈના નાનાભાઈ, પરાગભાઈ, પ્રજ્ઞેશભાઈ અને નિશાબેન ધર્મેશકુમાર પંડીતના પિતા, વિરેન્દ્રભાઈ, જીજ્ઞાબેન પ્રશાંતકુમાર રાવલ, સીમાબેન અંકિતકુમાર પંડયાના કાકા, રાજલબેન, આરતીબેનના સસરાનું તા.ર3 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર6 નાં સાંજે 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: દિલીપભાઈ વ્રજલાલ ઠોસાણી (ઉ.74) આકોલા નિવાસી હાલ રાજકોટ તે હર્ષાબેનના પતિ, હર્મેશભાઈ, કાજલબેન સમીરભાઈ શાહ, હેતલબેન મનનભાઈ દોશીના પિતા, હિરલબેનના સસરા, મીત, ખુશી, આરવના નાના, મુંબઈ નિવાસી ગિરધરલાલ જેચંદભાઈ મડિયાના જમાઈનું તા.ર4 ના અવસાન થયુ છે. બેસણુ, પ્રાર્થનાસભા તા.ર7 નાં સવારે 10:30 થી 11:00 બાદ 1ર વાગ્યા સુધી પ્રાર્થનાસભા હોટલ એવરગ્રાન્ડ પેલેસ લીમડા ચોક, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક