• મંગળવાર, 23 જૂન, 2026

avshan nodh

રાજકોટ: જયંતીલાલ મોરારજીભાઇ સેજપાલ (ઉ.92) તે અવધેશભાઇના પિતાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.22ને સોમવારે સાંજે 5 થી 6 ‘િનલકંઠ હોલ’ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

પાલીતાણા: કરદેજવાળા હાલ આણંદ સોની વિજયકુમાર મનહરલાલ રાજપુરા (પ્રમુખ, બાપાસીતારામ માનવ સેવા ટ્રસ્ટ, આણંદ) તે પાલીતાણાના પીઢ પત્રકાર વસંતભાઈ સોનીના જમાઈ, ફૂલછાબ પાલીતાણાના પત્રકાર મેહુલભાઈ સોની, હિરેનભાઈ સોની (અમદાવાદ)ના બનેવી, દર્શ અને વિધિના ફુવાનું તા.21ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.22ના સાંજે 5 થી 7, કપોળ વાડી, સ્ટેશન રોડ, પાલીતાણા ખાતે છે. મો.નં.94262 35802 / 94260 29071

રાજકોટ: મનોજભાઈ નાનાલાલ બદાણી (ઉં.60)(મોણીયા નિવાસી - હાલ રાજકોટ) તે ભામીનીબેનના પતિ, દર્શિત, નિશિતના પિતા, તાન્યાના સસરા, મહેન્દ્રભાઈ, નીતિનભાઈ, હંસાબેન, જ્યોત્સનાબેન, કિરણબેન, બીનાબેનના ભાઈ, સ્વ.પ્રાણલાલ કરમચંદ શેઠના જમાઈ, ચંદ્રકાન્તભાઈ, જયશ્રીબેન, વર્ષાબેન, અલ્કાબેન, વિપુલભાઈના બનેવીનું તા.20ના અવસાન થયું છે.

રાજકોટ: રમેશકુમાર જેઠાલાલ પાટડીયા તથા મેહુલભાઈના ભાણેજ મીત અંકિતકુમાર માંડલિયા (ઉં.21)નું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.22ના સવારે 10-30 થી 12, સોની સમાજની વાડી, યુનિટ નં.4, વાઘેશ્વરી મંદિર, રામનાથપરા, રાજકોટ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ સનાળી હાલ જૂનાગઢ પુષ્પાબેન ખીમજીભાઈ દવે (ઉં.72) તે ખીમજીભાઈ મોહનલાલ દવે (ભાઈજીભાઈ)ના પત્ની, મનીષભાઈ, સોનલબેન, રૂપાબેનના માતા, માધવના દાદી, બિંદુબેનના સાસુ, ઓરોસૂર્યા, દુલાર, ડો.જેસિકા ભટ્ટના નાની, મહેશભાઈ, ચંદ્રકાંતભાઈના મોટાબેન, પ્રદીપભાઈ, બુધનાથભાઈ, નટવરભાઈ, નાનુભાઈ (સનાળી), યોગેશભાઈ, પરેશભાઈ અને કલ્પેશભાઈના કાકીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.22ને સોમવારે સાંજે 4 થી 6, મહાકાલેશ્વર મંદિર, મીરાનગર, જૂનાગઢ ખાતે છે. મો.નં.99240 60099, 88664 92808

રાજકોટ: હંસાબેન જયંતિલાલ ભાલારા રાજકોટ (ઉં.65) તે સ્વ.જયંતિલાલ મોહનલાલ ભાલારાના પત્ની, આકાશભાઈ, રચનાબેન હર્ષદભાઈ કોટેચાના માતા, કિશોરભાઈ શામજીભાઈ ડોબરીયાના બહેન અને વ્રીહાના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના 8-30 થી 10-30, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, 9 માસ્તર સોસાયટી, 80 ફીટ રોડ પાસે, રાજકોટ છે.

રાજકોટ: જયાબેન ટાંક તે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મુળ ગામ કોલીથડ હડમતાળા હાલ રાજકોટ રહેવાસી રણછોડભાઈ રવજીભાઈ ટાંકના પત્ની, વિજયભાઈ, પ્રજ્ઞાબેન, દીપકભાઈ, બકુલભાઈ ટાંકના માતાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના સાંજે 4-30 થી 5-30, ગીતામંદિર, જંક્શન પ્લોટ, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક