જામનગર:
દીપકભાઈ પોપટના ભાઈ જયેન્દ્રભાઈ પોપટ તે રશ્મિબેન પોપટના પતિનું તા.30 ના અવસાન થયુ
છે. શ્રદ્ધાંજલિ સભા તા.ર ના સાંજે પ થી 6 ગીતા મંદિર, પારસ સોસાયટી પાસે, અંબા વિજય
પ્લોટ, જામનગર છે.
રાજકોટ:
ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભાનુબેન નવિનચંદ્ર ભટ્ટ તે હરેશભાઈ, સચિનભાઈ, મેહુલભાઈ ભટ્ટના
માતાનું તા.ર9 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર નાં સાંજે 4 થી 6 કોટેશ્વર મહાદેવ મંદિર,
હુડકો ક્વાર્ટર, કોઠારિયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઠા. કાનજીભાઈ પ્રાગજીભાઈ કાનાબાર માળીયા હાટીનાવાળાના પુત્ર, ઘનશ્યામભાઈ (ઉ.75) તે
સ્વ.ભરતભાઈ (રાજકોટ), જીતુભાઈ, અશ્વિનભાઈ (પોરબંદર), સ્વ.અનસુયાબેન કાંતિલાલ રાયઠઠ્ઠા
(જૂનાગઢ), સ્વ.કનકબેન જમનાદાસ સોઢા (પાલઘર-મુંબઈ), નિમુબેન શશીકાંતભાઈ સચદેવ (બોરીવલી),
સ્વ.દમયંતીબેન લીલાધરભાઈ વિઠલાણીના ભાઈનું તા.ર9 ના અવસાન થયુ છે. બેસણુ તા.0ર નાં
સાંજે 4 થી પ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, નાણાવટી ચોક, સ્ટર્લીંગ હોસ્પિટલ
પાછળ, રાજકોટ છે.
જામખંભાળિયા:
વાસુદેવ ગોકાણી તે સ્વ.ઈશ્વરલાલ વલ્લભદાસ ગોકાણીના પુત્ર, સ્વ.કનૈયાલાલ, નવીનભાઈ, કેતનભાઈના
મોટાભાઈ, સ્વ.િહતેષભાઈ, ભાવેશભાઈ, નીલાબેનના પિતાનું તા.30 ના અવસાન થયુ છે. ઉઠમણુ
તા.ર ના સાંજે 4 થી 4:30 ભાઈઓ, બહેનો માટે જલારામ મંદિર, જામ ખંભાળિયા છે.
બોટાદ:
સ્વ.રજનીકાંતભાઈ પરસોતમભાઈ પાઠક (રીટાયર્ડ રેલ્વે) ના પત્ની કપીલાબેન (ઉ.વ.8ર) તે હિતેન્દ્રભાઈ
પાઠક (આરએમપી કંપની, રાણપુર), ભરતભાઈ પાઠક (ઝંડુ ઈમામી લીમીટેડ), સંગીતાબેન મહેશકુમાર
જોષી (ધાનેરા)ના માતા, અંજલી યશકુમાર પાઠક (ઉના), કરન ભરતભાઈ પાઠકના દાદી, કૌશીકભાઈ,
અતુલભાઈ, સ્વ.હરેશભાઈ, અમરીષભાઈ, જીજ્ઞેશભાઈ, મનિષભાઈ (નડિયાદ)ના કાકીનું તા.ર8 ના
અવસાન થયુ છે. બેસણુ તા.ર ના સાંજે 4 થી 6 સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, મસ્તરામ મંદિર
પાસે, સ્ટેશન રોડ, બોટાદ છે.
રાજકોટ:
નરેન્દ્રભાઈ રમણીકલાલ સોનછાત્રા (ઉં.78) તે સ્વ.રમણીકલાલ વાલજીભાઈ સોનછાત્રા (અલીયાબાળા)
ના પુત્ર, નીતિનના પિતા, સંકેત, તીર્થના દાદાનું તા.30 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર
ના 4 થી પ ગોરેશ્વર મહાદેવ મંદિર, હંસરાજનગર મેઈન રોડ, દેવીહોલની પાછળ, જંકશન કો-ઓપરેટીવ
સોસાયટી, રાજકોટ છે.
રાજકોટ:
પરેશભાઈ ભાઈશંકરભાઈ મહેતા (ઉં.49) તે શ્રી શક્તિ ટ્રાન્સપોર્ટવાળા સ્વ.અનિલભાઈ ધીરજલાલ
ભટ્ટના જમાઈ, તુષારભાઈના બનેવીનું તા.ર8/6 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર ના પ થી 6 ચંદ્રમૌલેશ્વર
મહાદેવ મંદિર, ગંગોત્રી ડેરીવાળી શેરી, અજંતા જનકપુરી સોસાયટી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ
છે.
માણાવદર:
સરદારગઢ નિવાસી લોહાણા કનકરાય ચંદુલાલ રૂપારેલ (ઉ.73) તે દુર્લભજીભાઈના ભાઈ, અનિલભાઈ,
મુકેશભાઈ તથા ભરતભાઈના કાકાનું તા.ર9 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર ના સાંજે 4 થી પ,
લોહાણા મહાજનવાડી, જીંજરી દરવાજા રોડ, સરદારગઢ ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી, હડિયાણા ચોવીસીવાળા નિલમબેન હરકાંતભાઈ રાવલ (ઉ.85) તે સ્વ.હરકાંતભાઈ
દામોદરભાઈ રાવલના પત્ની, જયેન્દ્રભાઈ (િનવૃત્ત નાગરીક બેંક), સિમાબેન નિતિનભાઈ ત્રિવેદી,
નિતાબેન દિપકભાઈ ભટ્ટ, સ્વ.િવરલભાઈના માતા, સ્વ.હર્ષદરાય, સ્વ.રમેશભાઈ, અશ્વિનભાઈ,
અનિલભાઈના મોટા ભાભી, જતિનભાઈના ભાભુ, દર્શિતભાઈના દાદીનું તા.30 ના અવસાન થયું છે.
બેસણુ તા.ર નાં સાંજે પ થી 6 સાંઈનાથ મહાદેવ મંદિર, સાંઈબાબા પાર્ક, કાલાવડ રોડ, ક્રિસ્ટલ
મોલ સામે, આર.કે.નગર મેઈન રોડ, રાજકોટ છે. મો.નં.99248 10466, 88666 58415.
રાજકોટ:
કાંતાબેન સવજીયાની (ઉં.84) તે મનસુખલાલ હેમરાજભાઈ સવજીયાનીના પત્ની, હિરેનભાઈના માતા,
રિદ્ધિબેનના સાસુ, વૃજલાલ ગોરધનદાસ પાઉંની દીકરી, ભુપતરાય, કિશોરભાઈ, સ્વ.નીરુબેન રાયઠઠ્ઠાના
મોટાબહેનનું તા.ર9 ના ઓસ્ટ્રેલિયા ખાતે અવસાન થયુ છે. ટેલીફોનીક સાદડી તા.ર નાં સાંજે
4 થી 7 છે. મો.નં. 98252 99806, 94275 56237.
જામનગર:
મૂળ મોટી ભલસાણના જયુભા હેમતસંગ સોઢા (ઉ.68) તે નીરૂભા, ભીમભાના ભાઈ, ભગીરથસિંહ, જીતેન્દ્રસિંહના
પિતા, હરપાલસિંહના દાદા, દશરથસિંહ નીરૂભા, ધર્મેન્દ્રસિંહ નીરૂભાના કાકાનું તા.ર9 ના
અવસાન થયું છે. બેસણુ તા.ર ના સાંજે પ થી 6 ભાઈઓ માટે ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગરમાં,
બહેનો માટે તેમના નિવાસ સ્થાને છે.
ગઢડા
(સ્વામીના): બોડકી નિવાસી લીલાબા ગંભીરસિંહ રાણા (ઉ.75) તે ભૂપતસિંહ ગંભીરસિંહ રાણા
(સરપંચ)ના માતા, જયપાલસિંહ, કુલદીપસિંહ, પ્રતિપાલસિંહ, ક્રિપાલસિંહ, રાજેન્દ્રસિંહ
રાણાના દાદીમાનું તા.22ના અવસાન થયું છે.
બોટાદ:
દાનસંગભાઇ ભીખાભાઇ દાયમાના પત્ની લીલાબેન તે પ્રતાપસિંહ અને સરદારસિંહના માતા, ભદ્રસિંહ,
દીપિકાબા, દ્રષ્ટિબા, શક્તિરાજસિંહના બાનું તા.24ના અવસાન થયું છે.