• બુધવાર, 01 જુલાઈ, 2026

avshan nodh

મુક્તિમાલા મ.સા. કાળધર્મ પામ્યા

સુરેન્દ્રનગર: આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના આજ્ઞાનુવર્તી સા.શ્રી ચંદ્રનનાશ્રીજી મ.સા.ના સુવિનીત શિષ્યા શ્રી મુક્તિ માલા મ.સા (ઉં.89) શુક્રવાર તા.26ના બપોરે કસ્તુરધામ ધર્મશાળા પાલિતાણા મુકામે ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં નમસ્કાર મંત્રનો જાપ કરતા સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા છે. તેઓ સુરેન્દ્રનગર મોટા દેરાસરની સામે રહેતા ધીરજલાલ નરશીદાસ વોરા પરિવારની દીકરી હતા. સંસારી નામ મંજુલાબેન હતું. પાઠશાળામાં 41 વર્ષ સુધી ટીચર રહ્યા છે, 7 વર્ષથી પાલિતાણા હતા.

 

 

ગિરગઢડાના સામાજિક-રાજકીય અગ્રણી ઉકાભાઇ વાઘેલાનું અવસાન

ગિરગઢડા : ગિરગઢડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તાલુકા ભાજપના ઉપપ્રમુખ કોળી જ્ઞાતિના અગ્રણી ઉકાભાઇ વાઘેલાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગિરગઢડા પંથકમા શોકનું મોજું ફરી વળ્યું છે. ગિરગઢડા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પણ વરસાદની પ્રાર્થના માટે ગિરગઢડાથી પાંચ કિલોમીટર દૂર આવેલા શ્રી દડદડેશ્વર મહાદેવ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેપારીઓ સાથે પદયાત્રામા ભાજપ અગ્રણી ઉકાભાઇ વાઘેલા પણ જોડાયા હતા. પદયાત્રા દરમિયાન અચાનક ઉકાભાઇ વાઘેલા રસ્તા પર ઢળી પડયા હતા. ગિરગઢડા સરકારી હોસ્પિટલે તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા અવસાન થયું હતું. અંતિમયાત્રામા દરેક ક્ષેત્રના અગ્રણીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગિરગઢડા ગામે બંધ પાળી સ્વ.ઉકાભાઇ વાઘેલાને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વ.ઉકાભાઇ વાઘેલા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા બાદ ગિરગઢડા તાલુકો અલગ થતા તેઓ ગિરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

 

 

જામનગર: હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા તે રાજેન્દ્રસિંહ (રાજભા) દીપુભા જાડેજા (દલ દેવળીયા) ના નાનાભાઈના પત્નીનું તા.ર8 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર ને (ગુરૂવારે) સાંજે પ થી 6 વિજયાબા હોલ, શાંતિનગર, જામનગર

ખાતે છે.

જૂનાગઢ: મંજુલાબેન રમણીકભાઈ કંટારિયા (ઉ.વ.84) તે ભરતભાઈ, સ્મિતાબેન, માલાબેન અને અંજનાબેનના માતુશ્રી તથા પ્રવિણભાઈ, પીયુષભાઈ અને જયંતભાઈના સાસુનું તા.ર9 ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.30 ના સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાન શ્રીજી પેલેસ, સ્ટ્રીટ નં.3, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતેથી નીકળશે. બેસણુ તા.3 ના સાંજે પ થી 6 ભૂતનાથ મહાદેવ મંદિર હોલ, જૂનાગઢ ખાતે છે.

બગસરા:  ભેસાણ નિવાસી મંજુલાબેન (ઉં.82) તે જયશંકરભાઇ ગોરધનભાઇ બોરીસાગરના પત્ની તેમજ પરેશભાઇ તથા સુમિતાબેન વેણીશંકરભાઇ ધાંધિયાના માતુશ્રી તથા પ્રજ્ઞાબેનના સાસુ તથા હિતેષભાઇ તથા અભિષેભાઇના દાદીમાં, પૂજાબેનના તેમજ વેણીશંકરભાઇના સાસુનું તા.29ના રોજ અવસાન થયું છે.

રાજકોટ: કિરણકુમાર (કશ્યપભાઈ) નવરંગરાય બુચ (ઉ.વર્ષ 74) તે કીર્તિદાબેન બુચ (નિવૃત્ત, રેલવે ઓફિસ રાજકોટ ડિવિઝન)ના પતિ, કૃપેશ અને પ્રિતેશના પિતાશ્રી, પૂજા (પન્ના) ઉદયભાઈ માંકડ (નિવૃત્ત પોસ્ટ ઓફિસ) ના ભાઈ અને રોહિણી અને વૈદેહીના સસરા, નૈષા, દ્વિજ અને નિષ્વાના દાદા, શિરીષ હરેન્દ્રરાય ધોળકિયા અને સ્વ.હિતેષ હરેન્દ્રરાય ધોળકિયાના બનેવીનું તા.27ના રોજ અવસાન થયેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક