• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

avshan nodh

ચક્ષુદાન

કુકસવાડા: માંગરોળ તાલુકાનાં રહીજ ગામના વતની સુંદરબેન રામસીભાઈ નંદાણિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. શિવમ ચક્ષુદાન - આરેણા પરિવાર દ્વારા બન્ને ચક્ષુ મુનિ સંત બાલાજી આઇ બેન્ક વેરાવળને પહોંચાડવામાં આવ્યા હતા.

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના સેવાભાવી પ્રમોદભાઈ રામજીભાઈ કોઠારીનું અવસાન થતાં તેમના પુત્ર મિલનભાઈ કોઠારીની સહમતીથી સ્વ.પ્રમોદભાઈ કોઠારીના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો અનુપમ દોશી તથા ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચક્ષુદાન વગેરે માટે કોઈપણ સમયે સમિતિના અનુપમ દોશી 94282 33796 અથવા ઉપેનભાઈ મોદી 98240 43143નો સંપર્ક સાધવા જણાવાયું છે.

રાજકોટ: હિમાંશુ હરિલાલ પંડયા (ઉં.65) તે હીનાબેન પંડયાના પતિ, તે સૌરભના પિતા તથા દક્ષાબેન જયેશભાઈ ભોગાયતાના ભાઈ, તે સ્વ.દિનકરરાય કરુણાશંકર જોશીના જમાઈ, તે બકુલેશભાઈ તથા કેતનભાઈ જોષીના બનેવીનું તા.6 ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7 ને શુક્રવારે સાંજે પ થી પ:30 પાબારી હોલ, જામનગર મુકામે રાખવામાં આવેલ છે. મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

રાજકોટ: ચેતન પ્રભુદાસભાઈ માવદિયા (ઉ.57) તે સ્વ.પ્રભુદાસભાઈ દેવજીભાઈ માવદિયાના પુત્ર તેમજ સોનલબેનના પતિ, વિરલ, જ્હાન્વીના પિતાનું તા.6 ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા.8 શનિવારે નટેશ્વર મંદિર, 80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ પાસે, બપોરે 4 થી 6 ના રાખેલ છે.

જસદણ: બ્રહ્મક્ષત્રિય સ્વ.ઈશ્વરભાઈ ભીખાલાલ મચ્છરના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.53) તે છાયાબેનના પતિ તથા નરેન્દ્રભાઈ, હર્ષીદાબેન અશોકકુમાર ધાંધા, કુમુદબેન અશોકકુમાર ઉપાધ્યાય તથા અલ્કાબેન અશોકકુમાર સનીશ્ચરાના નાના ભાઈ તથા મનીષભાઈના મોટા ભાઈ તેમજ રૂદ્ર, ધૃતિ કીર્તનકુમાર સોનેજી તથા ક્રિષ્નાબેનના પિતા તથા સુરભીબેન કિશનકુમાર જગડ તથા કોકીલાબેન ધરમશીભાઈ કક્કડ અને કિશોરકુમાર ત્રિભુવનદાસ આહિયાના જમાઈનું તા.5ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ને શુક્રવારે વઘાસીયા પરિવારની વાડી, વેરાઈમાનું મંદિર, બજરંગનગર, જસદણ ખાતે સાંજે 4થી 6 છે.

પડધરી: મૃગેશકુમાર નટવરલાલ વ્યાસ તે સ્વ.મહાશંકરભાઈ જે.ઉપાધ્યાયના જમાઈ તથા અમીધારા ઘરઘંટીવાળા વિજયભાઈ ઉપાધ્યાયના બનેવીનું તા.4ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.7ને શુક્રવારે સાંજે 4 થી 6, જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ

ખાતે છે.

દામનગર: સમજુબેન કરશનભાઈ કાલેણા તે હર્ષદભાઈ, સુરેશભાઈના માતા તથા સાગરભાઈના દાદીનું તા.6ના અવસાન થયું છે.

મોરબી: તરૂલતાબેન નવીનચંદ્ર દોશી (ઉં.77) તે દેવાંગભાઈ, ચીંટુભાઈ (ભાવીનભાઈ)ના માતા, વંદનાબેન અને વૈશાલીબેનના સાસુ, કવિત, ધ્રુવિત, હેતવીના દાદી અને પ્રાચીના દાદી સાસુ તથા શાંતિલાલ પ્રભુદાસ હેમાણી (ધોરાજીવાળા)ના પુત્રીનું તા.6ને ગુરૂવારે અવસાન થયું છે. ઉઠમણું તા.7ને શુક્રવારે સવારે 10 કલાકે શ્રીમતી એમ.પી.શેઠ પ્લોટ પૌષધશાળા, શનાળા રોડ, વોડાફોન સ્ટોર્સની સામે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ નવાડેલા રોડ, મોરબી ખાતે છે.

કુંઢેલી: ભાનુબેન જોષી (ઉં.93) તે સ્વ.જયશંકરભાઈ પ્રાગજીભાઈ જોષી (લંડન)ના પત્ની, હિતેશભાઈના માતા, સ્વ.શાંતિલાલ, સ્વ.ગંગાબેન, સ્વ.દેવકુવરબેનના ભાભી, મુકેશભાઈ, નિલેશભાઈ, રેખાબેન પ્રફુલકુમાર, બીનાબેન રાજકુમારના ભાભુ, હોંશીલાબેન, હર્ષાબેન, રેખાબેનના સાસુ તથા રવિ, કાર્તિક, મીરા, હિતેન, ઈશિતા, નૈતિક, શ્રદ્ધા, ત્રિલોકના મોટા બા તેમજ સ્વ.કાશીરામભાઈ નારણજીભાઈ જોષી (આંગણકા)ના દીકરીનું તા.4ના અવસાન થયું છે. સાદડી તા.8ને શનિવારે સાંજે 4 થી 6, જી.કે.દેલવાડકર બોર્ડિંગ, સિંધુનગર, ભાવનગર ખાતે છે.

રાજકોટ: ઝકિયુંદીન ઈબ્રાહીમભાઈ સદીકોટ (ઉં.86) તે રેહમતબેનના પતિ, સકિનાબેન ખોજેમાંભાઈ લક્ષ્મીધર (પાલીતાણા), હાતીમભાઈના પિતા, હુસેનભાઈ કોટડાવાળા (મુંબઈ), મોહસીનભાઈ કોટડાવાળા (મુંબઈ), મરહુંમ બતુલબેન (મોરબી), મરહુંમ કુલસમબેન તાહેરભાઈ કાચવાલા (રાજકોટ)ના ભાઈ, ફઝલેઅબ્બાસભાઈ ખીલીવાળા, સારાબેન પાણકોરાવાલા, તારાબેન કાબુલ, મરિયમબેન દવાવાળા (સાવરકુંડલા)ના બનેવીનું તા.5ના અવસાન થયું છે. જિયારત અને સીયુમના સીપારા તા.7ને શુક્રવારે બપોરે 1-30 કલાકે મવાઈદ, સૈફી કોલોની, બેડીપરા, રાજકોટ ખાતે છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક રાજેશભાઈ કાટકોરીયા (ઉં.72) તે હિંમતલાલ જીવરાજભાઈ કાટકોરીયાના પુત્ર, ગં.સ્વ.રીટાબેનના પતિ, સ્વ.વસંતભાઈ, સ્વ.કનૈયાલાલ, સ્વ.રમેશભાઈના ભાઈ, ગીરીશભાઈ (વડોદરા), હરેશભાઈના કાકા, મુકુલભાઈ, હિરેનભાઈ તથા નિશીતા ભાવિનભાઈ ગાંધીના પિતા, સ્વ.કેશવલાલ હિરાચંદ સાંગાણી (બીલખા)ના જમાઈ, અવનીબેન તથા જલ્પાબેનના સસરા અને ક્રિષના દાદાનું તા.5ના બુધવારે અવસાન થયું છે. લૌકિક ક્રિયા રાખેલ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક