• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

avshan nodh

ચક્ષુદાન

વિરપુર: સવિતાબેન છગનભાઇ વેકરીયાના અવસાન બાદ તેમના પરિવારજનોએ માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારની જાણ બાદ ધોરાજી માનવ સેવા યુવક મંડળ તથા સરકારી હોસ્પિટલ, ધોરાજીના સહયોગથી સફળતાપૂર્વક ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી. આ સાથે સંસ્થા દ્વારા 446મું ચક્ષુદાન નોંધાયું છે. ચક્ષુદાન માટેની કામગીરીમાં સરકારી હોસ્પિટલ ધોરાજીના અધિક્ષક ડો. જયેશ વેસેટીયનના માર્ગદર્શન હેઠળ મેડિકલ ટીમના રોહિતભાઇ સોદરવા સહિતની ટીમ કાર્યરત હતી. આ તકે ગીરીશભાઇ વેકરીયા, ધીરૂભાઇ વેકરીયા, સાગરભાઇ વેકરીયા, ભગીરથભાઇ, રમેશભાઇ, નિલેશભાઇ, વિશાલભાઇ તથા પિયુષભાઇ સાકરીયા સહિતના પરિવારજનો ઉપસ્થિત હતા.

અમદાવાદ: સ્વ.બાબુલાલ ગોકળદાસ કોટેચા (ઉનાવાળા)ના પુત્ર જીતેન્દ્રકુમાર (ઠક્કર)(ઉં.67) તે સ્વ.કિશોરકુમાર, કનૈયાલાલ, રમેશચંદ્રના નાનાભાઈ, બિનાબેનના પતિ, જેનિલ, ભક્તિબેન જગદીશકુમાર ઠક્કરના પિતા, જમનાદાસ ગીરધરદાસ ખખ્ખર (તાલાલા ગિર)ના જમાઈ, જગદીશકુમાર બીપીનભાઈ ઠક્કરના સસરાનું તા.1ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.3ના બપોરે 4 થી 6, કામનાથ મહાદેવ હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે, મેમનગર, અમદાવાદ છે.

રાજકોટ: મિત મહેશભાઇ વ્યાસ (ઉ.36) તે મહેશભાઇ ચંપકલાલ વ્યાસના પુત્રનું તા.1 ના અવસાન થયું છે. બેસણું તા.3 ના સવારે 9 થી 11 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મુળ ગામ નાની બરાર, હાલ રાજકોટ રમેશચંદ્ર નરભેરામ મહેતાના પુત્ર વિજયભાઇ (એ.જી. ઓફિસર ઓડિટર) (ઉ.41) તે ઉમિયાશંકરભાઇ, નવનીતભાઇ, સ્વ. હસમુખરાય તથા ભરતભાઇના ભત્રીજા, ભાવનાબેન મનીષકુમાર દવે, પ્રતિભાબેન પ્રદીપકુમાર દવે, શીતલબેન રિતેશકુમાર દવે, પૂનમબેન કુલદીપકુમાર દવેના ભાઇ, ભાનુશંકર શાંતિલાલ દવે (હટબટિયાળી)ના જમાઇનું તા.1 ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.3 ના સાંજે 4 થી 5 ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ વાડી, મીલપરા મેઇન રોડ, કેનાલ રોડ પાસે, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. અમૃતલાલ હરજીવનદાસ શેઠના પુત્ર, સ્વ. વિજયભાઇ શેઠના પત્ની સરોજબેન (ઉ.76) તે અલ્પેશભાઇ, મનોજભાઇ શેઠ, રૂપલબેન ભાવિનભાઇ કામદાર, સોનલબેન ધૈરવભાઇ શાહના માતાનું  તા.2 ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું ચક્ષુદાન કરાયું છે. ઉઠમણું તા.3 ના સાંજે 4-30 વાગ્યે ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, ઋષભદેવ ઉપાશ્રય, જય નિર્મળ જૈન સેન્ટર, 1-તિરૂપતિનગર, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: જ્યોત્સનાબેન ભુપતરાય માધવાણી (ઉ.77) તે ભુપતરાય મણીલાલ માધવાણીનાં પત્ની, રિપલભાઇ ભુપતરાય માધવાણીના માતા, રમેશચંદ્ર ધીરજલાલ કોટકના બહેનનું તા.2 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3 ના સાંજે 4 થી 6 નિલકંઠ હોલ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

કુંઢેલી: હંસાબેન દેવશંકરભાઇ જોશી (ઉ.75) તે નીતિનભાઇ (કુંઢેલી પ્રા. શાળા), પરેશભાઇ, દીપકભાઇ (સવોત્તમ ડેરી)ના માતા,  સ્વ. ગિરીજાશંકરભાઇ ઓ. જોષી (પરવાળા), ઘનશ્યામભાઇ (ધારુકા), ગંભીરભાઇ (વલભીપુર)ના બેન, જયદેવ જોશી, કુંજના દાદીનું તા.2 ના અવસાન થયું છે. બેસણું તા.6નાં કુંઢેલી મુકામે તેમના નિવાસસ્થાને પિયર પક્ષનું બેસણું સાથે છે.

જસદણ: દશા મોઢ માંડલિયા વણિક આકાશભાઇ દિલીપભાઇ ધારૈયા (ઉ.31) મૂળ જસદણ હાલ રાજકોટ તે સ્વ. દિલીપભાઇ જગજીવનભાઇ ધારૈયાના પુત્ર, ભૂપેન્દ્રભાઇ,  હર્ષદભાઇના ભત્રીજા, ભવ્યાબેન ભવિષકુમાર પારેખના ભાઇનું તા.1 ના અવસાન થયું છે. બેસણું તા.3 નાં સાંજે 4 થી 5 શ્યામકુંજ હોલ, ચિતલીયા કુવા રોડ, જસદણ છે.

જામનગર: કુંજલતાબેન ચોટાઈ (ઉં.84) તે સ્વ.હીરાલાલ અમૃતલાલ ચોટાઈના પત્ની, ડો.દિલીપભાઈ, જયકરભાઈ, ડો.વિજયભાઈ ચોટાઈ (વેરાવળ)ના ભાભી, સ્વ.કાંતિલાલ જાદવજી રૂપારેલ (જૂનાગઢવાળા)ના પુત્રી, પિયુષભાઈ (વેરાવળ), જગદીપભાઈ, બિમલભાઈ (એડવોકેટ), હેમલભાઈ (એડવોકેટ)ના માતા, નીલ (એડવોકેટ), ડો.જય ચોટાઈ, ઈશિતા, પ્રતિક્ષા, ડો.વિશ્વા, પૂર્વા, માનસી, ઉન્નતિ ચોટાઈ તથા વૃદ્ધિ, જીત ઠકરારના દાદીનું તા.2ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.3ને સોમવારે 11-30 કલાકે તેમના નિવાસ સ્થાન, દી.પ્લોટ 50, જામનગરથી સોનાપુરી જશે.

ઇ-પેપરના નવા શુલ્ક