સતાપર:
લોહાણા સ્વ.જમનાદાસ પ્રેમજીભાઈ રાયઠઠાના પત્ની દયાબેન (ઉં.90) તે હરિશભાઈ અને સુભાષભાઈનાં
માતાનું તા.30 નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.1 નાં સાંજે ચારથી પાંચ સતેશ્વર મહાદેવ
મંદિરે છે.
મોરબી:
ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ દલપતરામ નંદલાલ પંડયા (ભડિયાદવાળા) (ઉ.81) તે સ્વ.કનુભાઈ (દ્વારકા),
જનકભાઈ, સનતભાઈ, અશોકભાઈ ગિરિશભાઈ (સુખાનંદ સ્વામી), કુંદનબેન ગુણવંતરાય ત્રિવેદીના
મોટાભાઈ, તૃપ્તિબેન દિલીપકુમાર દવે (ધ્રોલ), પરેશ પંડયાના પિતા, સ્વ.જેઠાલાલ ભવાનીશંકર
ત્રિવેદીના જમાઈ, ડો.ગુણવંતભાઈ, ડો.પ્રવિણભાઈ (બોટાદ), રમેશભાઈના બનેવીનું તા.31 ના
અવસાન થયુ છે. બેસણુ તા.ર નાં સાંજે 4 થી પ ચા.મ.મો. બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ
શેરી નં.10-11 મોરબી છે.
રાજકોટ:
જુના માત્રાવડ (તા.જામકંડોરણા) નિવાસી પ્રભાશંકરભાઈ કેશવજીભાઈ વ્યાસ (ઉ.91) તે જનકભાઈ
(મોજ ખીજડીયા), મુકેશભાઈ (મેટોડા), હરેશભાઈ (સુરત), મયુરભાઈ (ભૂજ) ના પિતાનું તા.30
ના અવસાન થયું છે. બેસણુ તા.3 ને સોમવારે, બપોરે ર થી 6, મોજ ખીજડીયા ગામે સમાજમાં
રાખ્યું છે.
રાજકોટ:
વાલમ બ્રાહ્મણ સાણથલી પંડયા પરિવારના સ્વ.િતલકભાઈ ધીરજલાલ પંડયાના પુત્ર ભાવેશભાઈ
(ઉ.પર) તે દિવ્યાબેન વિનુભાઈ જોષીના પતિ, શ્રદ્ધા ઈશાનભાઈ ત્રિવેદી, પલબેન, પ્રિન્સના
પિતા, સ્વ.ચંદ્રવદનભાઈ, ગીરીશભાઈ, સ્વ.જગદીશભાઈ, પ્રદીપભાઈ, ઉષાબેનના ભત્રીજા, મનીષ,
પારૂલબેન, દક્ષાબેનના બનેવી, ઈશાન યોગેશભાઈ ત્રિવેદીના સસરા, સ્વ.િવનુભાઈ, સ્વ.અરવિંદભાઈ,
સુરેશભાઈ (કોટડા સાંગાણી)ના જમાઈનું તા.31 ના અવસાન થયુ છે. બેસણુ તા.3 નાં સાંજે
4 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ પાસે છે. મો.નં.94275 63399, 93755 01414.
જામનગર:
ગુંદા નિવાસી જયાબેન શેષકરણ મેતાના પુત્ર છબીલભાઈ મેતા (ઉં.90) તે જનકબેનના પતિનું
જામનગર મુકામે તા.29ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.1ના સવારે 10 વાગ્યે,
જ્યોતિ વિનોદ ઉપાશ્રય (પાઠશાળા), ચાંદીબજાર, જામનગર છે તેમજ પ્રાર્થનાસભા સવારે 11
વાગ્યે, અમૃત વાડી, તંબોલી માર્કેટ (ગ્રેઈન માર્કેટ), જામનગર છે.
જામનગર:
મંદાકિનીબેન રમેશચંદ્ર મહેતા (ઉં.82) તે સ્વ.રમેશચંદ્ર મહેતા (પૂર્વ પ્રમુખ, દયાશંકર
બ્રહ્મપુરી)ના પત્ની, હિમાંશુભાઈ, ભાવનાબેન મનોજભાઈ ત્રિવેદી, ફાલ્ગુનીબેન પરેશભાઈ
પંડયાના માતા, આદિત્ય, હેમાંશુના દાદીનું તા.30મીએ અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે
5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.
રાજકોટ:
રમેશભાઈ નથવાણી (ઉં.73) તે સ્વ.અમૃતલાલ ત્રિકમજીભાઈ નથવાણીના પુત્ર, મુકેશભાઈ, મુકુંદભાઈ,
મનુભાઈ, હરેશભાઈના ભાઈ, હર્ષ, યમુનાબેન નેવિલકુમાર રાજા, દિવ્યા વિવેકકુમાર સામાણીના
પિતા, સ્વ.અમૃતલાલ ભાણજીભાઈ ખાંઢેડીયાના જમાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સાસરી
પક્ષની સાદડી તા.1ના સાંજે 4-30 થી 5-30, પંચનાથ મંદિર, લીમડા, ચોક, રાજકોટ છે.
રાજકોટ:
સોની નટવરલાલ હરજીવનભાઈ ફીચડિયા તે સ્વ.પોપટભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.હસમુખભાઈના નાનાભાઈ,
સ્વ.િવજયભાઈ, રાજુભાઈ, મનિષભાઈ, તરૂબેન, નયનાબેનના પિતા, સોની નાથાલાલ પોપટલાલ આડેસરા
(ધ્રોલવાળા) ના જમાઈ, પ્રભુદાસભાઈ, મનુભાઈ, શશીભાઈ, લલિતભાઈના બનેવીનું તા.31 નાં અવસાન
થયુ છે. બેસણુ તા.1 ના 3:30 થી પ બન્ને પક્ષનું સાથે સોનીની વાડી, યુનિટ નં.1 ખીજડાશેરી,
કોઠારીયા નાકા પાસે, રાજકોટ છે.
ઘાંટરવાળા:
ધાંધલ્યા ભાવનાબેન દિવ્યેશભાઈ (ઉં.42) તે ધાંધલ્યા દિવ્યેશભાઈ શાંતિભાઈના પત્ની, ભાર્ગવ,
ઋષિકેશ, દર્શનાનાં માતા, ધાંધલ્યા રોહિતભાઈ (મ.િશ. ઉખરલા કે.વ.શાળા) નાં નાનાભાઈના
પત્ની તેમજ ગંગાબેન હર્ષદભાઈ પંડયા (સખવદર), ઈન્દુબેન મુકેશભાઈ જાની (સાંખડાસર નં.1)
બારૈયા ઈન્દુબેન શૈલેષકુમાર (સુરત) ના ભાઈના પત્ની, સ્વ.ધાંધલ્યા શૈલેષભાઈના ભાભી,
સ્વ.જાની વિઠ્ઠલભાઈ ગોપાલજીભાઈનાં દીકરી તથા રમેશભાઈ, વિઠ્ઠલભાઈ, દિનેશભાઈ તથા મુકેશભાઈ
(સાંખડાસર નં.1) નાં બહેનનું તા.30 ના અવસાન થયુ છે. બેસણુ તા.1 અને ર/8 બે દિવસ અમૃતભાઈ
ભાણજીભાઈ પંડયાના નિવાસ સ્થાને છે.
રાજકોટ:
ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જયશ્રીબેન અનિલભાઈ શુકલ (ઉ.79) તે અનિલભાઈ વિષ્ણુપ્રસાદભાઈ
શુકલ (રેલ્વેવાળા) ના પત્નિ, સ્વ.બહાદુરભાઈ (િવષ્ણુપ્રસાદ), રેવાશંકર શુકલના પુત્રવધુ,
જયંતભાઈ (ભીમાભાઈ), ભાનુબેન વિનોદરાય ત્રવાડી, સુશીલાબેન શંભુપ્રસાદ ત્રવાડી, ઉષાબેન
હસમુખરાય ત્રિવેદીના ભાભી, અમીતભાઈ (અર્બન મની બેંક તથા જનકાર બીટસ), શાત્રી નિતેષ
શુકલના માતા, મગનલાલ મણિશંકર ત્રિવેદીના પુત્રી, ભરતભાઈના બેનનું તા.ર9 ના અવસાન થયુ
છે. ઉઠમણુ, પિયર પક્ષનું બેસણુ તા.1 ના 4 થી પ કલ્યાણજી નરશી જાની, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની
વાડી, ચંદનપાર્ક મેઈન રોડ, રાજકોટ છે.
માળીયા
હાટીના: પુજાબેન નીરજકુમાર ભોરણીયા (ઉ.38) તે માળિયા હાટીનાના ન્યૂઝ પેપર એજન્ટ જીતેન્દ્રભાઈ
જેઠાલાલ ઠાકરની પુત્રીનું તા.ર9 ના અવસાન થયુ છે. ઉઠમણુ, બેસણુ, પિયર પક્ષની સાદડી
તા.1 નાં બપોરના 4 થી 6 બ્રહ્મસમાજ, સાસણ રોડ, માળીયા હાટીના છે.
જોડીયા:
જશવંતીબેન ભીખુભાઈ ઝાલાનું તા.ર9 ના અવસાન થયુ છે.