• મંગળવાર, 10 નવેમ્બર, 2026

અવસાન નોંધ

સાવરકુંડલા: હસમુખભાઈ બાલકૃષ્ણભાઈ ગણાત્રા (ઉં.પ0) તે રોહિતભાઈ બાલકૃષ્ણભાઈ ગણાત્રાના ભાઈ, કૃપેષના કાકા, શૈલેષકુમાર ધીરજલાલ વિઠલાણીના સાળા, કુશ, અનવેશાના પિતાનું તા.3 ના અવસાન થયુ છે. બેસણુ તા.7 નાં સાંજે 4:00 થી 7 લુહાણા બોડિંગ, સાવરકુંડલા છે.

રાજકોટ: દયાબેન જીવરતલાલ વ્યાસ (કથવાડીયા) (ઉં.88) તે બળવંતભાઈ, પ્રવિણભાઈ, લીનાબેન, ઈન્દુબેન તથા ભારતીબેનના માતાનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.7 નાં સાંજે 4 થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા સોસાયટી મેઈન રોડ, સિદ્ધિ વિનાયક સોસાયટીની અંદર, ડૉ.સાપોવાડીયાવાળી શેરી, અયોધ્યા ચોક, રાજકોટ છે. મો.નં. 99798 55599.

રાજકોટ: સ્વ.મોહનલાલ માવજીભાઈ મીરાણી (મોરબીવાળા) ના પુત્ર સ્વ. વસંતભાઈના પત્ની વસુમતિબેન (ઉં.80) તે અમિતભાઈ, નિમેષભાઈ, પારૂલબેન, બિંદુબેન, હિનાબેનના માતા, જામજોધપુરવાળા સ્વ.વૃજલાલ વલ્લભદાસ ચોટાઈની દીકરી, સ્વ.અનિલભાઈ, દિપકભાઈ, હસમુખભાઈના બહેનનું તા.6 ના અવસાન થયું છે. તહેવારને ધ્યાનમાં રાખી બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા.7 નાં સાંજે 4 થી પ છે. મો.નં.98250 79018, 94282 30656, 94284 66663 છે.

ચલાલા: સ્વ.હસમુખભાઈ વસનજીભાઈ ભટ્ટ (ઉ.83) તે ઘનશ્યામભાઈ, સ્વ.િનર્મળાબેન જોષી, નીરૂબેનના મોટાભાઈ, સ્વ.રસિકભાઈ, સ્વ.જયંતીભાઈ, સ્વ.રમણીકભાઈના નાના ભાઈ, અલ્પેશ, આયુષના પિતા, નીરવ, જયદીપના ભાઈજી, હરેશભાઈ, અશોકભાઈ તેમજ પિયુષભાઈ (વાંકાનેર) ના કાકાનું તા.પ ના અવસાન થયું છે.

જામનગર: શ્રી ગોડ મેડતવાડ બ્રાહ્મણ હર્ષિદાબેન જાની તે સ્વ.બીપીનચંદ્ર ડાયાલાલ જાનીના પત્ની, રાજીવ બીપીનચંદ્ર જાની (પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા-જેએમસી) તથા સ્વ.દેવેન બીપીનચંદ્ર જાની, નમ્રતા હિમાંશુ કુમાર ત્રિવેદીના માતા, સ્વ.જયાશંકર હરિલાલ ભટ્ટના પુત્રીનું તા.6 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7 નાં સાંજે 4 થી 4:30 તળાવની પાળે, પાબારી હોલ ખાતે છે.

તાલાલા ગિર: સોરઠિય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.મનોજભાઈ ચંદુલાલ પંડયા (મીઠાપુરવાળા) ના પુત્ર અંકિતકુમાર (ઉ.વ.26) તે સ્વ.હરેશભાઈના નાનાભાઈના પુત્ર, સ્વ.મનીષભાઈ, પ્રજ્ઞાબેન યોગેશકુમાર પુરોહિત, સ્વ.િનલેશભાઈના ભાણેજનું તા.6 ના અવસાન થયુ છે. ઉઠમણુ તથા મોસાળ પક્ષની સાદડી તા.9 નાં બપોરે 3 થી પ વાલ્કેશ્વર મહાદેવ મંદિર, રમળેચી રોડ, તાલાલા ગિર છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક