• મંગળવાર, 10 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: મોઢવણિક સમાજના જ્યોત્સનાબેન અરૂણભાઇ દામાણીનું અવસાન થતા સેવાભાવી જીતુભાઇ ગાંધી અને જીગ્નેશભાઇ મેસ્વાણીની પ્રેરણાથી સદગતના પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સ્વ. જ્યોત્સનાબેન દામાણી ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ. સંસ્થાનું 222મું ચક્ષુદાન છે.

જામનગર: સ્વ.ભરતભાઈ વસંતભાઈ કનખરા (ઉં.પપ) તે પ્રથમભાઈના પિતા, જીતુભાઈના નાનાભાઈ, યશના કાકાનું તા.7 ના અવસાન થયું છે. બેસણુ તા.8 ના સાંજે 4:30 થી પ બહેનો માટે તેમજ પ:30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈ ચોક, જામનગર છે.

ઉપલેટા: ઔદિચ્ય ગોહિલવાડિ બ્રાહ્મણ મુળ ગામ ઉપલેટા હાલ આણંદના તનસુખલાલ માણેકલાલ જોશી (ઉ.82) તે મધુબેન જોશીના પતિ, સ્વ.મહાશંકરભાઈ, હેમતભાઈ, રસિકભાઈ, દિવાળીબેન શિવશંકર વ્યાસ (ખંભાળિયા)ના નાનાભાઈ, પરેશભાઈ, શાત્રી રવિન્દ્રભાઈ, જાગૃતિબેન વિનાયકકુમાર જોશી (મુંબઈ), ભગવતીબેન ગિરીશકુમાર જોશી (તાલાલા)ના પિતા, ઉર્વશીબેન જોશી, રચનાબેન જોશીના સસરા, સોમેશભાઈ વ્યાસ (ઉપલેટા)ના બનેવીનું તા.7 ના આણંદ ખાતે અવસાન થયું છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અરૂણભાઇ વિજયશંકર જોશી (ઉ.72) તે વિજયશંકર વૈદ્યનાથ જોશીના પુત્ર, અર્ચનાબેનના પતિ, ચૈતન્યભાઇ (શ્રી રાજકોટ નાગરિક સહકારી બેંક)ના પિતા, સ્વ. રમેશભાઇ, સ્વ. મહેશભાઇ, જીતેન્દ્રભાઇ, સ્વ. હર્ષાબેન કિશોરભાઇ જોશી, જયશ્રીબેનના ભાઇ, કિશોરભાઇ જોશી (જૂનાગઢ) વાળા, હર્ષદભાઇ, કિશોરભાઇ, પ્રફૂલાબેન પી. વ્યાસના બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના 3 થી 5 કાશી ક્ષેત્ર લોહાણાપરા, કેસરીહિંદ પુલ પાસે, રાજકોટ.

ગઢડા (સ્વામીના): અલ્પેશભાઇ હર્ષદરાય ગજ્જર (ઝીંઝુવાડિયા) (ઉ.47) તે સ્વ. નિલેશકુમાર હર્ષદરાઇ ઝીંઝુવાડિયા, વનિતાબેન હરેશભાઇ કલોવારિયાના નાના ભાઇ, અમિતકુમાર (ઝીંઝુવાડિયા)ના મોટા ભાઇ,  ચેતનભાઇ કિશોરભાઇ ગજ્જર, ચિરાગભાઇ મહેન્દ્રભાઇના કાકાના દીકરા ભાઇનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સવારે 9 થી 12 શ્રીજી વેલ્ડિંગ વર્કસ, ડો. કળથીયાના  દવાખાના પાસે, બોટાદ રોડ, ગઢડા સ્વામિનારાયણ ખાતે છે.

રાજકોટ: દશા મોઢ વણિક કરણ કેતનભાઇ મહેતા (ઉ.27) તે સ્વ. મનહરલાલ જે. મહેતાના પૌત્ર, કેતનભાઇ મનહરભાઇ મહેતાના પુત્ર, શૈલેષભાઇ, ઇલેશભાઇના ભત્રીજા, મયુરભાઇ કલ્યાણીના ભાણેજનું તા.7ના  અવસાન થયું છે. લૌક્કિ પ્રથા બંધ રાખેલ છે.

રાજકોટ: આદિત્યાણાના અખબારી એજન્ટ હાસમભાઇ ઇબ્રાહીમભાઇ ખત્રી (ઉ.79) હજરત મૌલાના મોહમ્મદ ઇસહાક (રાજકોટ)ના  લઘુબંધુ, અહમદભાઇ ધડા ન્યુ પ્રકાશફ્રેમિગ વર્કસના મોટાભાઇ, મોહમ્મદ યુસુફ, મોહમ્મદ હારૂનના પિતાનું તા.6ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક