• રવિવાર, 01 નવેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: ભરતભાઇ અમૃતલાલ ખખ્ખરનું અવસાન થતા તેમની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 909 મું ચક્ષુદાન થયું છે.

વેરાવળ: તોતીબેન મેઘરાજમલ લાલવાણી (ઉં.74) તે મેઘરાજભાઈના પત્ની, ઘનશ્યામભાઈ, મનોહરભાઈ (મનુભાઈ), ગોરધનભાઈના માતા, ચેતનભાઈ (ચીનુભાઈ), ઘનશ્યામભાઈ (ગનીભાઈ) ના કાકીનું અવસાન થયું છે. ઉઠમણુ તા.1 ના સાંજે પ કલાક કાશી વિશ્વનાથ મંદિર, પોસ્ટ ઓફિસ રોડ, વેરાવળ છે.

રાજકોટ: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રામપ્રસાદ વ્રજલાલ જોષી (ઉ.82) (નિવૃત્ત શિક્ષક) (કેશોદ) તે સ્વ.અંબાશંકરભાઈ, રતિભાઈના ભાઈ, ચેતનભાઈ, માધવીબેન અજયભાઈ પંડયા (અમરેલી), શ્રદ્ધાબેન જલ્પેશભાઈ પંડયા (અમદાવાદ)ના પિતાનું તા.30 ના અવસાન થયું છે. બેસણુ તા.ર ના સાંજે 4 થી 6 કોઠારિયા મેઈન રોડ, દેવપરા કોમન પ્લોટ, રાજકોટ છે.

જામનગર: રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સ્વ.લાધીબેન તથા સ્વ.જેશંકર કેશવજી ભટ્ટના પુત્રવધુ મૃદુલાબેન (ઉ.83) તે પ્રવિણચંદ્ર જેશંકર ભટ્ટના પત્ની, સ્વ.કુંદનલાલ જેશંકર ભટ્ટના નાનાભાઈના પત્ની, વંદનાબેનના માતા, સ્વ.જીતેન્દ્રભાઈ, સ્વ.જ્યોતિન્દ્ર, ભવનેશભાઈના કાકી, ભાવનાબેન ભરતકુમાર આશાના કાકી, સ્વ.વૃજકુવરબેન, સ્વ.પ્રાગજી કરશનજી ગોપિયાણી (બીડીવાડા) ના નાના પુત્રી, સ્વ.શાંતિલાલ, સ્વ.પ્રભુલાલ, સ્વ.જયંતભાઈ, મુકુંદભાઈ, જયસુખભાઈ, જનકભાઈ પ્રાગજીભાઈ ગોપિયાણીના બેનનું તા.30 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર નાં સાંજે પ થી પ:30 શ્રી રાજ્ય પુરોહિત બ્રાહ્મણની બ્રહ્મપુરી, રાજગોર ફળી, શેરી નંબર-1, પંજાબ નેશનલ બેંક પાસે, દશાના વંડા સામે, જામનગર પુરુષો બહેનો માટે છે.

ડોળાસા: પાંચ પીપળવા તા. કોડીનાર નિવાસી ભગવાનભાઈ ગોવિંદભાઈ ડોડીયા (ઉ.67) તે નરેશભાઈ, અનિલભાઈના પિતા, લક્ષ્મણભાઈના નાનાભાઈ, રાજેશભાઈ, પ્રદીપભાઈના કાકાનું તા.29 ના અવસાન થયું છે.

રાજકોટ: ભારતીબેન (ભૂમિબેન) મયુરભાઈ નિમાવત (ઉ.29) તે મયુરભાઈ કુમનભાઈ નિમાવતના પત્ની, કુમનભાઈ ઈશ્વરદાસ નિમાવતના પુત્રવધુ, પ્રદિપભાઈ ઈશ્વરદાસ નિમાવતના ભત્રીજા વહુનું તા.31 ના અવસાન થયું છે. બેસણુ તા.ર નાં બપોરે 3 થી પ વરીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, બેડીનાકા, રાજકોટ છે.

જૂનાગઢ: પ્રકાશભાઈ મનહરલાલ ત્રિવેદી તે સ્વ.મનહરલાલ ત્રિવેદીના પુત્ર, કૃપાબેનના પતિ, કૃતાર્થ, ઋત્વિના પિતા, દર્શનાબેન પ્રવીણકુમાર ભટ્ટ, રેણુકાબેન મનહરલાલ ત્રિવેદી, જયશ્રીબેન હેમેનકુમાર દવે, તૃપ્તિબેન ઉજ્જવલકુમાર યાજ્ઞિક, નીલાબેન દિનેશકુમારના ભાઈનું તા.31 ના અવસાન થયું છે. બેસણુ તા.ર ના સાંજે 4 થી 6 પ0પ/સોપાન પ્રાઈડ, વેરહાઉસ પાસે, મોનાલિસા ટાઉનશિપ, બ્લિંકિટ વેર હાઉસ, ચોબારી રોડ, જૂનાગઢ છે.

ધોરાજી: સાઠોદરા નાગર બ્રાહ્મણ મંજુલાબેન હર્ષદરાય કવિશ્વર (ઉ.96) તે હર્ષદરાયના પત્ની, પિયુષભાઈ, પિનાકીનભાઈ, નલિનીબેન વસાવડા (રાજકોટ), મીનાબેન પાઠક (જૂનાગઢ)ના માતાનું તા.31 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર ના સાંજે 4 થી પ:30 સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, બગીચા પાસે, સ્ટેશન પ્લોટ, ધોરાજી છે.

 

રચનાત્મક કાર્યકર રહેલા સરોજબેન અંજારિયાનું 96 વર્ષની વયે લંડનમાં અવસાન

રાજકોટ: સરોજબેન અંજારિયા (ઉ.96) તે રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ- રાષ્ટ્રીય શાળાના મંત્રી સ્વ. નરેન્દ્રભાઇ નૌતમલાલ અંજારિયાના પત્ની, આશાબેન કૃષ્ણકાંતભાઇ બુચ, સ્વ. સ્મિતાબેનના માતા, સ્વ. પ્રભુલાલભાઇ  ધોળકિયાની પુત્રીનું તા.30ના લંડન (યુ.કે.) ખાતે  અવસાન થયું છે. તેઓ પરિવારના લીનાબેન છોટુભાઇ અને કુમાર અને વિજ્ઞા અંજારિયાને શોકમગ્ન છોડી ગયા છે. સ્વ. નરેન્દ્રભાઇ અંજારિયાએ દસકાઓ સુધી  રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ- રાષ્ટ્રીય શાળાના  મંત્રી તરીકે કાર્યરત રહી હજારો લોકોને હિન્દી પરીક્ષાઓ દ્વારા દિક્ષીત ર્ક્યા હતા અને સરોજબેન પણ  અનેક ગાંધી સંસ્થાઓ સાથે ભારત અને લંડન રહીને  સક્રિય રહ્યા હતા. તેઓએ કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં વર્ષો સુધી અધ્યાપન કાર્ય પણ  કરાવેલુ હતું. શોક સંદેશા માટે આશાબેન વોટ્સએપ મો.નં. 0044 7511 060377 છે.

ઇ-પેપરના નવા શુલ્ક