ભાવનગર, તા.ર1 : ભરતનગરમાં તખ્તેશ્વર
હાઈટસમાં રહેતા અને સૌલ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ તરીકે નોકરી કરતા કેશવકુમાર કરશનભાઈ
મારુ નામના યુવાને વિદેશમાં નોકરી અને વિઝા અપાવી દેવાની બહાને બેંગલોર-અમદાવાદની આઈ
ઈ ફોર ગ્લોબલ કંપનીના ડાયરેકટરો જુહાલ સીરાગ અને શ્રીજીસ પી.શંકરન નામના શખસોએ રૂ.ર1
લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં
ફરિયાદી કેશવ મારુને યુ.કે.નોકરી કરવા જવું હોય તેના પિતાની સંમતિ મેળવી હતી અને બાદમાં
સોશીયલ મીડિયા મારફત યુકેના વિઝા મેળવવા માટેની તપાસ કરી હતી. દરમિયાન બેંગલોરમાં આવેલી
આઈ ઈ ફોર ગ્લોબલ નામની કંપનીની વિગતો મળતા સંપર્ક કર્યે હતો અને બેંગલોરની કંપનીએ તેની
અમદાવાદમાં બ્રાચ હોય ત્યાં સંપર્ક કરવાનું જણાવતા અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ ખાતે
આઈકોનીક શ્યામલ ખાતેની બ્રાંચે સપર્ક કર્યો હતો અને ત્યાં મળવા ગયો હતો ત્યારે 4પ દિવસમાં
વીઝા અપાવી દેવાની વાત કરી હતી અને કંપનીના ડાયરેકટરો જુહાલ સીરાગ અને શ્રીજીસ પી.શંકરન
સાથે વાત કરી હતી અને રૂ.ર1 લાખની રકમ કેશવ મારુએ ચુકવી હતી. બાદમાં વીઝા લેટર નહી
મળતા કેશવ મારુ અમદાવાદ આવ્યો હતો અને કંપનીના કર્મચારી સૌરભ શાહ મારફત ડાયરેકટરો સાથે
વાત કરી હતી અને ર1 લાખની રકમ 90 દિવસમા પરત આપી દેવાની બાંહેધરી આપી હતી. બાદમાં નાણા
નહી આવતા અને અમદાવાદની બ્રાંચ બધ થઈ જતા મામલો પોલીસમા પહોંચ્યો હતો. પોલીસે બંને
ડાયરેકટરોની શોધખોળ શરૂ કરી હતી.