દુકાન-મકાન લેવા રૂ.69.50 લાખ વ્યાજે લીધા’તા
: ચાર ફરાર
આપઘાત કરવા પહોંચેલા યુવાનને પોલીસે બચાવ્યો
વેરાવળ,
તા.રપ : વેરાવળમાં દુકાન-મકાન લેવા માટેથી યુવાને વ્યાજે લીધેલાં નાણાં સામે 9ર.પ0
લાખની રકમ ચૂકવ્યા છતાં 11 વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા પોલીસે ગુનો નોંધી સાત
વ્યાજખોરની ધરપકડ કરી હતી અને ફરાર ચાર વ્યાજખોરની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, ક્લબ રોડ પર વાળંદની દુકાન ચલાવતા રજનીકાંત માવદિયા નામના યુવાને
11 વ્યાજખોરોને રૂ.9ર.પ0લાખની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પઠાણી ઉધરાણી કરી ધાકધમકી
આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે 11 વ્યાજખોર સામે પ્રથમ વખત ગુનો નોંધ્યો હતો અને સાત
શખસની ધરપકડ કરી હતી.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં રજનીકાંત માવદિયાએ ર019માં દુકાન લેવા માટે અમુક શખસો
પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં. બાદમાં ર0ર0માં મકાન લેવા માટેથી ફાયનાન્સમાંથી લોન
લીધી હતી. આ બન્ને લોન ચૂકવવા માટે ર019થી ર0ર3 દરમિયાન ધનસુખ સુયાણી પાસેથી રૂ.છ લાખ
ત્રણ ટકા વ્યાજે લીધા હતા અને નવ લાખ ચૂકવ્યા હતા. આમ છતાં વધુ ર7 લાખની માગણી કરી
હતી તેમજ કાલીદાસ હીરાભાઈ પાસેથી ત્રણ ટકા
વ્યાજે રૂ.પ લાખ લઈ સાત લાખ ચૂકવ્યા હતા ને બાકીના રૂ.6.પ0 લાખની ઉઘરાણી કરી હતી તેમજ
કિશન વણીક પાસેથી ચાર ટકા વ્યાજે પાંચ લાખ લઈ આઠ ચૂકવ્યા હતા અને રૂ.7.પ0 લાખની ઉઘરાણી
કરવામાં આવી હતી. અરવિંદ લાખન કોળી પાસેથી ચાર ટકા વ્યાજે સાત લઈ દસ લાખ ચૂકવ્યા હોવા
છતાં રૂ.1ર લાખની માગણી કરી હતી. રમેશ જેઠા વાંદરવાલા પાસેથી 1પ લાખ છ ટકા વ્યાજે લીધા
હતા અને 16 લાખ ચૂકવ્યા હોવા છતાં રૂ.ર4 લાખની માગણી કરી હતી. જીતેન્દ્ર કાળા ગોહેલ
પાસેથી ચાર ટકા વ્યાજે નવ લાખ લીધા હતા અને 11 લાખ ચૂકવ્યા હોવા છતાં રૂ.ર1.પ0 લાખની
માગણી કરી હતી અને નીતિન દામોદર માવદિયા પાસેથી સાડા ચાર ટકા લેખે પ લાખ લીધા હતા અને
રૂ.પ લાખ ચૂકવ્યા હોવા છતાંવધુ રૂ.પ લાખની માગણી કરી હતી. ઇશ્વર પીઠડ પાસેથી પાંચ ટકા
વ્યાજે દોઢ લાખ લઈ ચૂકવ્યા છતાં દોઢ લાખ માગ્યા હતા અને ચંદ્રેશ સુયાણી પાસેથી સાડા
ત્રણ ટકા લેખે ચાર લાખ લઈ મુદલ ચૂકવી હોવા છતાં મુદલ રકમની માગણી કરી હતી અને ધર્મેશ
ખારવા પાસેથી સાડા ત્રણ ટકા લેખે ત્રણ લાખ લીધા હોય તેની મુદલ રકમ ચૂકવી હોવા છતાં
વધુ મુદલ રકમની માગણી કરી હતી. રજનીકાંત માવદિયાએ કુલ રૂ.69.પ0 લાખની રકમ સામે રૂ.9ર.પ0
લાખ ચૂકવ્યા હોવા છતાં વધુ માગણી કરી ધમકાવવામાં આવતા આપઘાત કરવાનું નક્કી કર્યું હતું
પરંતુ પોલીસે રજનીકાંતને બચાવી લીધો હતો અને ગુનો નોંધી સાત શખસને ઝડપી લીધા હતા. અન્ય
ચારની શોધખોળ શરૂ કરી હતી.