ભારત
વિરોધી યુનૂસ સરકારના કરતૂત, ઈંજઈંને પણ વેલકમ
ઈસ્લામાબાદ,
તા.રપ : ભારત માટે અત્યંત ચિંતાજનક ગતિવિધિમાં પ3 વર્ષ બાદ બાંગ્લાદેશમાં પાકિસ્તાની
સૈન્ય અને જાસૂસી સંસ્થા આઈએસઆઈની હિલચાલ થઈ છે.
ભારત
વિરોધી બાંગ્લાદેશની મોહમ્મદ યુનૂસ સરકારે પાકિસ્તાન માટે પોતાના દેશમાં જાણે લાલ જાજમ
પાથરી છે. પાકિસ્તાન સાથે હથિયારોની ડીલ બાદ નવી ગતિવિધિમાં પાક.સૈન્ય અને આઈએસઆઈની
બાંગ્લાદેશમાં એન્ટ્રી થવા જઈ રહી છે. પાક. સૈન્યના ઉચ્ચ
અધિકારીઓ
ટૂંક સમયમાં બાંગ્લાદેશની સત્તાવાર યાત્રાએ જવાના છે. 1971માં પાક. સૈન્યે ઉચાળા ભર્યા
બાદ પ3 વર્ષમાં પહેલીવાર પાક. સૈન્ય અધિકારીઓ બાંગ્લાદેશમાં પગ મૂકશે.
પાકિસ્તાનના
જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના પ્રમુખ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ બાંગ્લાદેશના સૈન્ય તાલીમ
કેન્દ્રોની મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો બાંગ્લાદેશની યુનૂસ સરકારે સ્વીકાર
કર્યો છે. કઈ તારીખે પાક. સૈન્ય અધિકારીઓ બાંગ્લાદેશ આવશે તે હજૂ સ્પષ્ટ નથી. તારીખ
ફાઈનલ કરવા બન્ને દેશ વચ્ચે વાતચીત ચાલુ છે. સંભવત આગામી વર્ષ ફેબ્રુઆરીમાં મુલાકાત
સંભવ છે.
આ વર્ષે
ઓગસ્ટમાં શેખ હસીનાને સત્તાથી બેદખલ કરવામાં આવ્યાબાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે
પાકિસ્તાન સાથે સંબંધો સુધાર્યા છે.
પાકિસ્તાન
અને બાંગ્લાદેશ નેવી બંગાળની ખાડીમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરવાની પણ તૈયારીમાં છે.
અગાઉ વડાપ્રધાન શેખ હસીનાએ પાક.યુદ્ધ જહાજને બાંગ્લાદેશમાં નો એન્ટ્રી ફરમાવી હતી.