વેસ્ટર્ન ડિર્સ્ટબન્સથી અનેક રાજ્યમાં શીતલહેર: દક્ષિણમાં વરસાદ
શ્રીનગર
તા.રપ : વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને પગલે દેશના અનેક ભાગમાં શીતલહેર ફરી વળી છે.
હિમવર્ષા સાથે વરસાદ અને ક્યાંક કરાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બર
પૂર્ણ થવામાં છે અને ઠંડીએ જોર પકડતાં લદ્દાખમાં બુધવારે પારો માઈનસ ર0 ડિગ્રી સે.
અને હિમાચલમાં માઈનસ 10 સુધી નીચે આવી ગયો છે. લદાખનું ન્યોમા શહેર દેશમાં સૌથી ઠંડુ
રહ્યું જ્યાં તાપમાન માઈનસ ર0.3 ડિગ્રી સે.નોંધાયું હતું. હિમાચલના તાબોમાં માઈનસ
10.6 ડિગ્રી સે.ઠંડી રહી હતી. મનાલીમાં માઈનસ 0.3 ડિગ્રી અને શિમલામાં ર.0 ડિગ્રી સે.રહ્યું
હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે દેશના વિવિધ ભાગમાં
હિમવર્ષા, વરસાદ અને કરાં પડવાને કારણે ઠંડી વધી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ
વધી શકે છે. ર7 અને ર8 ડિસેમ્બરે હિમાચલ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી, રાજસ્થાનના
કેટલાક ક્ષેત્રોમાં કરાં સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં સવારે અને રાત્રે હાલ
ગાઢ ધુમ્મસ છવાયેલી રહેશે. બુધવારે દક્ષિણ ભારતના અનેક રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો
હતો. 31 ડિસેમ્બર સુધીમાં વરસાદની સ્થિતિમાં સુધારો થશે પરંતુ ઠંડી યથાવત રહેશે.